________________
અજાણતા આક્રોશ કરે તે વિચારવું જોઈએ કે તે પ્રત્યક્ષમાં આક્રોશ કરતે નથી. એ જ મારા ફાયરામાં છે એવું સમજીને ક્ષમા આપવી જોઈએ. આગળ પણ આ મુજબ જ સમજવાનું છે. અગર જે કઈ પ્રત્યક્ષમાં આક્રોશ કરે તે વિચારવું જોઈએ-“આ ક્રોધ કરીને જ રહી જાય છે, મને મારતો નથી અને આ લાભને વિચાર કરીને ક્ષમા આપવી જોઈએ. અગર મારનારને પણ ક્ષમા આપવી જોઈએ તે ઉચિત ગણાય. તે સમયે એમ વિચારવું કે મૂઢ માણસોને સ્વભાવ જ એવો હોય છે. આ મૂઢ મારા સારા નસીબે માર મારીને જ સંતોષ માને છે પણ મને જીવથી તે મારતો નથી એટલું જ સારું છે. એ વિચાર કરીને તે મૂઢને ક્ષમા આપી દેવી જોઈએ કદાચિત્ કેઈ અજ્ઞાની પ્રાણ હણવા સુધીની હદે આવી જાય તે વિચાર કર જોઈએ-“સદ્ભાગ્યે આ મૂઢ પ્રાણી મને પ્રાણેથી જ રહિત કરી રહ્યો છે, ધર્મથી ભ્રષ્ટ કરતું નથી અને આવી ભાવના ભાવીને ક્ષમાભાવ ધારણ કરવું જોઈએ,
આવી જ રીતે સુનિએ વિચારવું જોઈએ કે-“આ પૂર્વજન્મ ઉપાર્જિત મારા જ કર્મોનું ફળ છે કે આ પ્રત્યક્ષમાં અથવા પક્ષમાં મને તાડન કરે છે અથવા મારા ઉપર ક્રોધ કરે છે. આ બાપડો મારા કર્મોનું નિમિત્ત માત્ર બની રહ્યો છે, કારણ કે કર્મ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર જ ફળ પ્રદાન કરે છે. આમ આ બધું હકીકતમાં તે મારા કર્મો જ વિપાક છે, બીજે તે આમાં નિમિત્ત માત્ર છે. એવું વિચારીને ક્ષમા કરવી જોઈએ આ ક્ષમાધર્મ સંવરનું કારણ હોય છે.
(૨) મુક્તિા–મમત્વ બુદ્ધિથી રહિત થવું મુક્તિ ધર્મ છે. પ્રાપ્ત અથવા ગૃહીત શરીર આદિ પર-પદાર્થોમાં સંસ્કાર તથા આસક્તિનું નિવારણ કરવા માટે “આ મારૂં છે એ પ્રકારની મમત્વબુદ્ધિનું ન લેવું મુક્તિનું લક્ષણ છે.
(૩) આવ-જુતા, સરળતા ભાવવિશુદ્ધિ, કાયા વચન અને મનની કુટિલતા ન હોવી શઠતા-લુચ્ચાઈનો અભાવ અથવા ભાવ દેષરૂપ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૫૦