________________
કષાયને ઉત્પન્ન ન કરનાર, કોમળ, ધર્મથી અવિરૂદ્ધ દેશકાળને અનુકૂળ તથા હાસ્યાદિથી રહિત વચન બોલવા ભાષાસમિતિ છે (૩) ઉદ્દયમ અને ઉત્પાદન સંબંધી દેથી રહિત બીજાને બતાવેલા આહારને એગ્ય સમય થવાથી ગ્રહણ કરે એષણ સમિતિ છે. ધર્મ ઉપકરણેને ગ્રહણ કરતી વખતે સમ્યફ પ્રકારથી અવલોકન કરીને અને રજોહરણ આદિથી પંજીને લેવા અને આવી જ વિધિથી પાછા મુકવા આદાન નિક્ષેપણ સમિતિ છે. (૫) કઈ પણ પ્રાણને કઈ રીતે પીડા ન ઉદ્ભવે એ રીતે શરીરના મળને ત્યાગ કર પરિઠાપનિકાસમિતિ કહેવાય છે આ પાંચ સમિતિઓ પ્રાણિ એને પીડાથી બચાવવાના ઉપાય છે ?
તત્ત્વાર્થનિયુક્તિ–આની અગાઉ સમિતિ આદિ સંવરના કારણે કહે. વામાં આવ્યા અને એ પણ સાબિત કરવામાં આવ્યું કે તેમના સેવનથી જ સંવરની સિદ્ધિ થાય છે. હવે કર્મોના આમ્રવના નિરોધ રૂપ સંવરની સિદ્ધિ માટે તેમાંથી સર્વપ્રથમ સમિતિઓના સ્વરૂપની પ્રરૂપણ કરીએ છીએ.
સમિતિઓ પાંચ છે-(૧) ઈર્યામિનિ (૨) ભાષા સમિતિ (૩) એષણ સમિતિ (૪) આદાનનિક્ષેપણસમિતિ અને (૫) પરિષ્ઠાપનિ સમિતિ આમાંથી (૧) શાસ્ત્ર પ્રતિપાદિત વિધિથી ગમન કરવું ઇર્યાસમિતિ છે. (૨) પ્રજન થવાથી શાસ્ત્રાનુકૂળ વચનને પ્રવેશ કરે ભાષાસમિતિ છે (૩) આગમ અનુસાર આહાર વગેરેની ગવેષણ કરવી એષણ સમિતિ છે (૪) આગમન અનુકૂળ વિધિથી કઈ વસ્તુને મુકવી-ઉપાડવી આદાન નિક્ષેપણ સમિતિ છે. (૫) અચેતભૂમિ જોઈ–તપાસીને મળ-મૂત્ર વગેરેને પરઠ વવા પરિઠા પનિકાસમિતિ છે. કહ્યું પણ છે
ચારિત્રગુણની વિશુદ્ધિ કાજે અહંત ભગવાને સાધુ માટે ત્રણ ગુપ્તિઓનું પ્રતિપાદન કર્યું છે. પરંતુ જયારે કે ઈ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય ત્યારે તેના માટે પાંચ સમિતિઓ કહેવામાં આવી છે ?
દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની ગાથા ત્રીજી અને ચોથીમાં કહ્યું છે
સામે ચાર હાથ-યુગ પરિખિત-ભૂમિનું નિરીક્ષણ કરતે થકો, અને બીજ તથા લીલેતરીની રક્ષા કરતે થકે તથા હીન્દ્રિય આદિ પ્રાણિઓની, સચેત પાણી તથા સચેત માટીનું રક્ષણ કરતે કરતે ચાલે ૧
“ખાડો, ખાડા ટેકરા, અને કાદવથી બચે. બીજે માળું હોય તે સાંકડા માગથી ગમન ન કરે અર્થાત એવા માર્ગથી ન જાય કે જેને પાર કરવા માટે પથ્થર, ઇટ અથવા લાકડા વગેરે રાખવામાં આવ્યા હોય અને તેના ઉપર પગ મુકીને ચાલવું પડે છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૪૨