________________
તેમાં બશેરપાણી ઉમેરવામાં આવે તો તે મદતર રસ કહેવાશે અને જે ત્રણ શેરપાણી ઉમેરવામાં આવે તે તે રસ મન્દતમ થઈ જાશે બરાબર આવી જ રીતે શુભ અને અશુભ કર્મોના રસમાં આત્માના પરિણામોના ભેદથી તીવ્રતા, તીવ્રતરતા આદિ થાય છે. સૂત્રકૃતાંગ સૂત્રના દ્વિતીય શ્રતસ્કંધના પાંચમા અધ્યયનની ગાથા ૬-૭ માં કહ્યું છે
કોઈ—કોઈ એકેદ્રિય, દ્વિદ્રીય આદિ ક્ષુદ્ર પ્રાણી હોય છે અને કેઈ– કોઈ હાથી આદિ વિશાળકાય પ્રાણી હોય છે તે ક્ષુદ્ર અર્થત અપકાય કંથવા આદિ પ્રાણી હિંસા કરવાથી અને હાથી આદિ મહાકાય પ્રાણીઓને ઘાત કરવાથી સરખાં જ વૈર અર્થાત્ કર્મ બધ અથવા વિરોધ થાય છે, કારણ કે બધાં જ આમાથી સમાન રૂપથી અસંખ્યાત પ્રદેશ છેકેઈ પણ જીવના પ્રદેશોમાં ન્યુનાધિકતા નથી, એવું કહેવું ન જોઈએ. આનાથી વિપરીત અપકાય અને મહાકાય જીવોની હિંસા કરવાથી–વિસદુશ જ કર્મબન્ધ થાય છે કારણ કે તેમના ઈન્દ્રિયાદિ પ્રાણેમાં ન્યૂનાધિકતા હોય છે, બધાં પ્રાણિઓના પ્રાણ સમાન સંખ્યક હોતાં નથી અને બધાની ચેતના એકસરખી વ્યકત થતી નથી એમ પણ ન કહેવું જોઈએ. તાત્પર્ય એ છે કે અપકાય અને મહાકાય જીવોની હિંસાથી સરખી રીતે જ કર્મ બંધાય છે. આ બંને એકાન્ત સમીચીન નથી કર્મબન્ધનું તારતમ્ય એકાન્તતઃ વિધ્ય જીની અપેક્ષાથી હતું નથી, પરંતુ ઘાતક જીવના અધ્યવસાયની તીવ્રતા અને મન્દતાની પણ તેમાં અપેક્ષા રહે છે. કેઈ જીવ ભલે અપકાય અને અલ્પપ્રાણ હોય પરન્તુ ઘાતક જીવ જે અત્યન્ત તીવ્ર કષાય પરિણામથી તેને ઘાત કરે છે ત્યારે તેને મહાન કર્મબન્ધ થાય છે. આનાથી વિપરીત ભલે કઈ જીવ મહાકાય હાય અગર ઘાતક અનિચ્છાપૂર્વક અથવા મદકષાયપૂર્વક તેને ઘાત કરે છે ત્યારે તેને અલ્પ કર્મબન્ધ થાય છે. આથી પૂર્વોકત બંને એકા-તમય વચન સમીચીન નથી, અર્થાત્ અલ્પકાય અને મહાકાય ઇવેની હિંસાથી કર્મબન્ધ સરખાં જ થાય છે અથવા અસમાન જ હોય છે આ વિધાન યુકિત સંગત નથી.
અભિપ્રાય એ છે કે એક માત્ર વધ્ય જીવની સદૃશતા અને વિસÉશતા જ કર્મબન્ધમાં કારણ નથી પરંતુ ઘાતક જીવના તીવ્રભાવ મન્દભાવ જ્ઞાતભાવ, અને અજ્ઞાતભાવ મહાવીર્યત્વ અને અલવીયત્વ તથા અધિકરણની અસમાનતા પણ કર્મબન્ધના તારતમ્યના કારણે છે. આ સર્વષ્ટીકરણથી એ નિર્વિવાદ છે કે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨