________________
સામાન્ય રૂપથી પંચચારિત્રી (સામાયિક વગેરે પાંચે ચારિત્રની આરાધના કરવાવાળા) સિદ્ધ સહુથી ઓછા છે. ચાર ચાત્રિની આરાધના કરીને સિદ્ધ થનારા સંખ્યાતગણ અધિક છે, ત્રિચારિત્રી સંખ્યાતગણ અધિક છે વિશેષની અપેક્ષા સામાયિક, છેદો પસ્થાપનીય; પરિહારવિશુદ્ધિક, સૂમસામ્પરાય અને યથાખ્યાત, આ પાંચે ચારિત્રેથી સિદ્ધ થનારાં સહુથી ઓછા છે. સામાયિક છેદ સ્થાપનીય, સૂમસા૫રાય અને યથાખ્યાત ચારિત્રથી સિદ્ધ થનારા સંખ્યાતગણ અધિક છે
(૭) બુદ્ધત્વથી અ૫બહુવ-પ્રત્યેકબુદ્ધ સિદ્ધ સહુથી ઓછા છે બુદ્ધ બંધિતસિદ્ધ નપુંસક સંખ્યાતગણું અધિક છે. બુદ્ધાધિતસિદ્ધ ઝિએ સંખ્યા ગણું છે. જ્યારે બુદ્ધિાધિતસિદ્ધ પુરૂષ સંખ્યાતગણ છે.
(૮)જ્ઞાનથી અલ૫બહુવ-વર્તામાન ભાવની અપેક્ષાથી કેવળજ્ઞાનીને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે આથી આ દૃષ્ટિએ કઈ અલ્પબહુવ નથી. પૂર્વભવની અપેક્ષા થી સામાન્ય રૂપથી દ્વિજ્ઞાનસિદ્ધ અર્થાત્ મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનથી સીધું કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થનારાં સહુથી ઓછા છે, ચાર જ્ઞાનથી સિદ્ધ થનારા સંખ્યાતગણું અધિક છે, ત્રિજ્ઞાનસિદ્ધ સંખ્યાતગણ અધિક છે. વિશે ષરૂપથી મતિ શ્રુતજ્ઞાનથી સિદ્ધ થનારા સૌથી ઓછા છે. મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવજ્ઞાનથી સિદ્ધ થનારા સંખ્યાતગણ અધિક છે. મતિ, શ્રત અને અવધિજ્ઞાનથી સિદ્ધ થનારાં સંખ્યાલગણ છે.
(૯) અવગાહનાથી અલ્પબદુત્વ-જઘન્ય અવગાહનાથી સિદ્ધ થનારાં સહુથી ઓછા છે. ઉત્કૃષ્ટ અવગાહનાથી સિદ્ધ થનારા તેથી અસંખ્યાતગણું અધિક છે, યવમધ્યસિદ્ધ અસંખ્યાતગણુ છે, યવમધ્ય ઉપરવાળા સિદ્ધ અસંખ્યાતગશા છે. યવમય નીચેવાળા સિદ્ધ વિશેષાધિક છે. બધાં વિશેષાધિક છે.
(૧) અન્તર અનન્તરથી અલ્પબદુત્વ-લગાતાર આઠ સમય સુધી સિદ્ધ થનારા સહથી એછા છે તેમની અપેક્ષા નિરન્તર સાત સમય સુધી સિદ્ધ થનારા સંખ્યાતગણું છે. તેમની અપેક્ષા નિરતર છ સમય સુધી સિદ્ધ થનારા સંખ્યાતગણી છે તેમનાથી લગાતાર ચાર સમય સુધી સિદ્ધ થનારા સંખ્યાત ગણા છે. તેથી લગાતાર ત્રણ સમય સુધી સિદ્ધ થનારા સંખ્યાતગણ અધિક છે અને તેથી બે સમય સુધી નિરતર સિદ્ધ થનારા સંખ્યાતગણું છે. આ અનન્તર સિદ્ધોનું અપબહુવ છે. સાન્તર સિદ્ધોમાં અર્થાત્ જેમના સમયમાં વધાન છે તેમનામાં છ માસના અન્તરથી સિદ્ધ થનારાં સંખ્યાતગણી છે.
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૩૧૯