________________
નરકગતિથી અનcર આવીને જ સિદ્ધ થાય છે. તીર્થંકર નરકથી આવે તો પ્રારંભની ત્રણ નરકભૂમિએથી આવીને સિદ્ધ થાય છે. દેવગતિની અપેક્ષા વૈમાનિકનિકાયથી જ આવીને સિદ્ધ થાય છે. અન્ય કેઈ નિકાયથી નહીં
(૪) વેદદ્વાર-વેદની અપેક્ષા કયા વેદથી સિદ્ધ થાય છે? પ્રત્યુત્પન નય અર્થાત વર્તમાનગ્રાહી નયની અપેક્ષા તે દરહિત જીવ જ સિદ્ધ થાય છે. તે ભવમાં અનુભવેલા પૂર્વવેદની અપેક્ષા સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસકવેદ ત્રણેથી સિદ્ધ થાય છે કહ્યું પણ છે પ્રત્યુત્પન્ન નયની અપેક્ષા વેદથી રહિત જીવ સિદ્ધ થાય છે, પરંતુ અતીતગ્રાહી નયની, અપેક્ષા બધા વેદથી સિદ્ધ થાય છે, જે ૧ | તીર્થંકર સ્ત્રીવેદ અથવા પુરૂષદમાં જ સિદ્ધ થાય છે, નપુસકવેદમાં નહીં,
(૫) તીર્થદ્વાર–તીર્થની અપેક્ષા કયા તીર્થમાં ઉત્પન્ન થાય છે ? તીર્થકરના તીર્થમાં, તીર્થકરીના તીર્થમાં અતીર્થમાં પણ સિદ્ધ થાય છે.
(૬) લિંગદ્વાર--લિંગની અપેક્ષા કયા લિંગમાં સિદ્ધ થાય છે ? અન્યલિંગમાં, ગૃહસ્થલિંગમાં અને સ્વલિંગમાં સિદ્ધ થાય છે આ કથન દ્રવ્યલિંગની અપેક્ષા સમજવું જોઈએ સંયમરૂપ ભાવલિંગની અપેક્ષા તે સ્વલિંગમાં જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ સિવાયના અન્ય ભાવલિંગમાં નહીં.
(૭) ચરિત્રકાર-–ચારિત્રની અપેક્ષા કયા ચારિત્રમાં સિદ્ધ થાય છે ? પ્રત્યુત્પન્નયની અપેક્ષા યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે, તે જ ભાવમાં પહેલા અનુભવેલા ચારિત્રની અપેક્ષા કોઈ સામાયિક, સૂફમસાપરાય અને યથાખ્યાત ત્રણ ચારિત્ર વાળા હોય છે. કોઈ ચાર-સામાયિક, છેદપસ્થાપના સૂક્ષ્મસામ્પરાય અને યથાખ્યાત ચારિત્રવાળા હોય છે. કોઈ સામાયિક, છેદપસ્થાનીય, પરિહાર વિશુદ્ધિક, સૂમસામ્પરાય અને યથાખ્યાત એ રીતે પાંચે ચારિત્રની આરાધના કરીને સિદ્ધ થાય છે કહ્યું પણ છે પ્રત્યુત્પનનયની અપેક્ષા યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે અને પૂર્વાચરિત ચારિત્રોની અપેક્ષા કેઈ ત્રણ કઈ ચાર અને કઈ પાંચ ચારિત્રથી સિદ્ધ થાય છે. “તીર્થકર સામાયિક, સફમસામ્પરાય અને યથાખ્યાત ચારિત્રની આરાધના કરીને જે સિદ્ધ થાય છે.
(૮) બુદ્ધદ્વાર–બુદ્ધવની અપેક્ષા કયા પ્રકારના બુદ્ધ સિદ્ધ થાય છે? સ્વયબદ્ધ જેમને પરોપદેશ વગર સ્વયંજ બેધ પ્રાપ્ત થયેલ છે. પ્રત્યેક બદ્ધ જેમને કોઈપણ નિમિત્ત મેળવી બેધ પ્રાપ્ત થયા હોય અને બુદ્ધબેધિત જ્ઞાની અનાથી ઉપદેશ પામીને જેમને બેધ પ્રાપ્ત થયે હેય-સિદ્ધ થાય છે તીર્થકર સ્વયં બુદ્ધ જ હોય છે, તેમને કઈ પાસેથી બેધ પ્રાપ્ત કરવાની જરૂર પડતી
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૩૧૫