________________
(૨) કાલદ્વાર–કાલથી સિદ્ધ જીવ કયા કાળમાં સિદ્ધ થાય છે? સામાન્ય રૂપથી, જન્મની અપેક્ષા અવસર્પિણ અને ઉત્સર્પિણી બધાં જ કાળોમાં સિદ્ધ થાય છે. વિશેષને વિચાર કરવામાં આવે તે અવસર્પિણીના સુષમgષમ ૫ ત્રીજા આરામાં, સંખ્યાત વર્ષ શેષ રહેવા પર જન્મેલા સિદ્ધ થાય છે. દુષમ સુષમ નામક પૂરા ચેથા આરામાં સિદ્ધ થાય છે. દુષમસુષમ આરામાં જે ઉત્પન્ન થાય છે તે પંચમ આરામાં સિદ્ધ થઈ શકે છે પરંતુ દુષમ નામક પાંચમાં આરામાં જ-મેલા જીવ સિદ્ધ થતાં નથી સંહરણની અપેક્ષા અવસપિણ આદિ બધાં કાળમાં સિદ્ધ થાય છે જેમકે–અવસર્પિણી કાળમાં ત્રીજા અને ચોથા આરામાં ચરમશરીરી મનુષ્યને જન્મ થાય છે પણ તેમાંથી કઈ કોઈ પાંચમાં આરામાં પણ મેસે જાય છે જેમ કે જખ્ખસ્વામી કઈ કઈ ચરમશારીરિઓને ઉત્સર્પિણી કાળમાં દુષમ આદિ બીજા ત્રીજા ચેથા આરામાં જન્મ થાય છે પરંતુ સિદ્ધિગમન તે ત્રીજા ચેથા આરામાં થાય છે. કહ્યું પણ છે અવસર્પિણી કાળના બે આરામાં ઉત્પન્ન થયેલા જીવ ત્રણ આરામાં સિદ્ધ થાય છે ઉત્સર્પિણી કાળના ત્રણ આરામાં જન્મેલા બે આરામાં સિદ્ધ થાય છે ના સંહરણની અપેક્ષા ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં છ એ. આરામાં સિદ્ધ થાય છે. તીર્થકરોને જન્મ અવસર્પિણી અને ઉત્સપિણું કાળના ત્રીજા અને ચોથા આરામાં થાય છે અને સિદ્ધિગમન પણ સુષમદુષમા અને દુષમસુષમા કાળમાં ત્રીજા અને ચોથા આરામાં જ સમજવું જોઈએ, અન્ય આરાઓમાં નહીં. જેમ ભગવાન ઋષભદેવનું જન્મ સુષમદુષમ આરાના છેલ્લા ભાગમાં થયે અને ૮૯ પખવાડીઆ અર્થાત્ ત્રણ વર્ષ અને સાડા આઠ માસ શોષ રહેવા પર મોક્ષગમન થયું. ભગવાન મહાવીર સ્વામીને જન્મ દુષમસુષમ નામક આરાના અંતિમ ભાગમાં થયો. ૮૯ પખવાડીઆ શેષ રહા ત્યારે મેક્ષગમન થયું.
(૩) ગતિદ્વાર–ગતિની અપેક્ષા એક ગતિમાં સિદ્ધ થાય છે આ વિષયમાં બે નય છે-અનતરનય અને પશ્ચાતકૃતનય અનન્તરનય અર્થાત્ વર્તમાન ભવની અપેક્ષાથી મનુષ્યગતિમાં જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કેઈ અન્ય ગતિમાં નહીં પશ્ચાતકૃતજ્ય અર્થાત્ વર્તમાન ભવના પહેલાના ભવની અપેક્ષાથી, સામાન્ય રૂપથી ચારેય ગતિઓમાંથી આવેલા જીવ સિદ્ધ થાય છે. આમાં વિશેષતા આ છે નરકગતિની અપેક્ષા પ્રારંભની ચાર પૃથ્વીથી આવેલા જીવ સિદ્ધ થઈ શકે છે. તિર્યંચગતિની અપેક્ષા પૃથ્વી, જળ વનસ્પતિની અને પશે. ન્દ્રિય તિથી આવેલા જીવ સિદ્ધ થાય છે. તીર્થકર દેવગતિ અથવા
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૩૧૪