________________
નન્દીસૂત્રમાં પણ કહ્યું છે, કૃતનિશ્ચિત મતિજ્ઞાનના કેટલા ભેદ છે? તેના ચાર ભેદ છે (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણું.
સ્થાનાંગ સૂત્રના ૬ઠા સ્થાનના સૂત્ર ૫૧૦ માં કહ્યું છે અવગ્રહમતિના ૬ ભેદ કહેવામાં આવ્યા છે. જેવાકે ક્ષિપ્રને અવગ્રહ, બહુને અવગ્રહ, બહુવિધને અવગ્રહ, શ્રતને અવગ્રહ, અનિશ્રતને અવગ્રહ, અસંદિગ્ધનો અવગ્રહ ઈહામતિજ્ઞાનના પણ ૬ ભેદ છે ક્ષિપ્રની ઈહિ બહુની ઈહા, એ રીતે અસંદિગ્ધ ની ઈહા અપાયમતિજ્ઞાન પણ ૬ પ્રકારનું છે, ક્ષિપ્રને અવાય એ રીતે અસં. દિગ્ધ નો અવાય ધારણાના પણ ૬ ભેદ છે. બહુ ની ધારણા, પુરાતનની ધારણા, દુધની ધારણા, અનિદ્રુતની ધારણું, અસંદિગ્ધની ધારણા આ રીતે મતિજ્ઞાનના ૩૩૬ ભેદનું સ્પષ્ટીકરણ સમજવું જોઈએ કે ૪૫ છે
અવગ્રહકે દો ભેદોં કા નિરૂપણ
સુવિ ઈત્યાદિ સુત્રાર્થ—અવગ્રહ બે પ્રકાર છે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ છે ૪૬ છે
તત્વાર્થદીપિકા-અવગ્રહ ઈહા, અવાય અને ધારણાના ભેદથી મતિજ્ઞાન ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે એ પૈકી પ્રથમ અવગ્રહના બે ભેદોની પ્રરૂપણા કરીએ છીએ-પૂર્વોક્ત સ્વરૂપવાળું અવગ્રહ મતિજ્ઞાન બે પ્રકારનું છે–અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અત્રે અર્થને આશય દ્રવ્ય અગર વસ્તુ છે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોને ગ્રાહ્ય, ગમ્ય, ગેચર અથવા વિષય પણ કહેવાય છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહા વ્યક્ત રૂપ પદાર્થને અવગ્રહ અર્થાવગ્રહ કહેવાય છે. વ્યંજન અર્થાત અવ્યક્ત શબદ, રસ, ગંધ તથા સ્પર્શને જે અવગ્રહ થાય છે તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. આ રીતે વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહમાં અવ્યતતા અને વ્યક્તતાનું અન્તર છે. જેવી રીતે નવા શકેરામાં પાણીના એક બે, ત્રણ ટીપાં નાખવામાં આવે તો તે ભીનું થતું નથી પરંતુ વારંવાર પાણી સીંચવાથી ક્રમશઃ ભીનું થઈ જાય છે. એજ રીતે શ્રોત્ર આદિ ઈન્દ્રિમાં શબ્દાર્થ રૂપથી પરિણત પુદ્ગલ એક બે ત્રણ આદિસમામાં જે ગ્રહણ કરવામાં આવે છે. તે વ્યક્ત હોતાં નથી. પરંતુ વારંવાર પ્રહણ થવાથી વ્યકત થાય છે. આ કારણે વ્યક્તથી પહેલા અવ્યક્ત ગ્રહણ થાય છે જે વ્યંજનાવગ્રહ કહેવાય છે તેની પછી વ્યક્ત ગ્રહણ રૂ૫ અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે. આ રીતે અવ્યક્તનું ગ્રહણ થવાથી વ્યંજનના ઈહા, અવાય તેમજ ધારણા હેતા નથી. એવી જ રીતે ચક્ષુરિન્દ્રિય અને મનથી પણ વ્યંજનાવગ્રહ થતું નથી કારણ કે એ બંને અપ્રાકારી છે અર્થાત વિષયની સાથે તેમને સંગ થયા વગર જ તેઓ પિતાના વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ ચક્ષુને રૂપ સાથે સીગ નથી થતું, તે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૮૫