________________
પણ સ્વયમ પદાર્થોને જાણવામાં અસમર્થ રહે છે. આથી પદાર્થોની, ઉપલબ્ધિમાં જે નિમિત્ત બને છે તેને ઈન્દ્રિય કહે છે. ઇન્દ્રિય પર્શનાદિનાં ભેદથી પાંચ છે. ઈન્દ્રિયને અર્થ મન છે. આ રીતે જે મતિજ્ઞાન સ્પશન વગેરે ઈદ્રિયેના નિમિત્તથી થાય છે તે ઈન્દ્રિયનિમિતક કહેવાય છે અને જે ને ઇન્દ્રિય અર્થાત મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે ઈન્દ્રિયનિમિત્તક કહેવાય છે. આ રીતે મતિજ્ઞાનનાં છ કારણ છે પાંચ ઇન્દ્રિય અને છડું મન આ કારણોથી તથા વિષયભૂત પદાર્થોના ભેદથી મતિજ્ઞાનનાં ૩૩૬. ભેદ થાય છે. જેનું સ્પષ્ટીકરણ આગળ ઉપર કરવામાં આવશે. ઈન્દ્રિયો મતિજ્ઞાન અને મન વડે ઉત્પન્ન થવાના કારણે સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેવાય છે. સ્મૃતિ, પ્રતિમા, બદ્ધિ, મેઘા, ચિંતા અને પ્રજ્ઞા શબ્દોથી પણ મતિજ્ઞાનને વહેવાર થાય છે. ૪૪
મતિજ્ઞાન કે દ્વિ પ્રકારતા કા કથન
તત્વાર્થનિર્ચકિત-ઈન્દ્રિય મને નિમિત્તક હોવાથી મતિજ્ઞાનને પક્ષ કહ્યું છે. હવે બે નિમિત્તનાં ભેદથી તેના બે ભેદનું પ્રતિપાદન કરીએ છીએ.
મતિજ્ઞાન બે પ્રકાનાં છે ઈન્દ્રિયનિમિત્તક અને અઈન્દ્રિયનિમિત્તક. આત્મા જ્ઞાન સ્વભાવવાળો છે ઉપયોગલક્ષણવાળે છે. જ્ઞાન દર્શન પરિણમવાળે છે. પરંતું પદાર્થોને જાતે ગ્રહણ કરવા માટે અશકત છે. આથી પદાર્થોને ગ્રહણ કરવામાં જે નિમિત્ત બને છે તેને ઇન્દ્રિય કહે છે. સ્પર્શન રસના આદિ પાંચ ઈન્દ્રિય છે. નઇન્દ્રિયનો અર્થ મન છે. આ બંને કારણથી મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે અને એ કારણે જ તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેવાય છે મતિજ્ઞાન જ મૃતિ, પ્રત્યભિજ્ઞા–પ્રતિભા બુદ્ધિ, મેઘા, પ્રજ્ઞા વગેરે પણ કહેવાય છે કહ્યું પણ છે
જે વર્તમાન કાળ વિષયક હોય અર્થાત્ જેનાથી વર્તમાનની વાત જાણી શકાય તે બુદ્ધિ કહેવાય છે. આગામી કાળથી સંબંધ રાખવાવાળી બુદ્ધિને મતિ કહે છે. ધારણાવાળી બુદ્ધિ મેધા કહેવાય છે અને અતીત કાલિન વસ્તુને વિષય કરવાવાળી પ્રજ્ઞા કહેવાય છે. નવીનવી હૈયાઉકલત વાળી બુદ્ધિને પ્રતિભા, જૂની વાતને સંભારવી અમૃતિ છે. “આ તેજ છે.” એ રીતે ભૂત અને વર્તન વર્તમાનકાલિક પર્યાની એકતાને જાણનારી બુદ્ધિ પ્રત્યભિજ્ઞા કહેવાય છે. આ રીતે એક મતિજ્ઞાન ઈન્દ્રિય નિમિત્તક અને બીજું મન નિમિત્તક છે. કઈ ઇન્દ્રિય મને નિમિત્તક પણ હોય છે. મતિજ્ઞાનનાં આ ત્રીજા ભેદનું સૂત્રમાં વપરાચેલ “ચ શબથી ગ્રહણ થાય છે. માત્ર ઈન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન પૃથ્વીકાય, અપકાય તેજસ્કાય વાયુકાય અને વનસ્પતિકાય, એ એકેન્દ્રિય જીને તથા 'બેદ્રિય તેઈદ્રિય, ચૌઈ દ્રિય, તેમજ અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવોને થાય છે કારણકે એમનામાં મનનો અભાવ હોય છે અને નિમિત્તક મતિજ્ઞાન સ્મરણ રૂપ હોય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૨૮૧