________________
કરે છે. કે વગર ઉપદેશે જ તેને સમ્યક્દર્શન પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે ઉત્પન્ન થનાર સમ્યક દર્શન નિસર્ગ સમ્યફદર્શન કહેવાય છે. અભિગમને અર્થ છે અભિગમ શ્રવણ, શિક્ષણ, અથવા ઉપદેશ, આચાર્ય, ઉપાધ્યાય અથવા ગુરૂના ઉપદેશથી જ તત્વાર્થ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તે અભિપમ સમ્યક્દર્શન કહેવાય છે
તાત્પર્ય એ છે કે આચાર્ય આદિના ઉપદેશ વગરજ જે તત્વ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તે નિસર્ગસમ્યકદર્શન કહેવાય છે અને આચાર્ય આદિના ઉપદેશથી ઉત્પન થનાર સમ્યકદર્શન અભિગમ સમ્યકદર્શન કહેવાય છે. સ્થાનાંગ સૂત્રના સમ્યક્રર્શન બે પ્રકારના કહેવામાં આવ્યા છે નિસર્ગ સમ્યકદર્શન અને અભિગમ સમ્યકદર્શન છે ૩૯ છે
સમ્યજ્ઞાન સ્વરૂપ નિરૂપણ
“જને વાવ વવના ઈત્યાદિ
સવાર્થ—જે પ્રમેયવ્યાપી અને વ્યવસાય સ્વભાવવાળુ નિશ્ચયાત્મકછે તે સમ્યફજ્ઞાન કહેવાય છે. ૪૦ છે
તવાથથદીપિકા–પહેલા સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન સમ્યફચારિત્ર અને સમ્યકતપ એ ચતુષ્ટયતપને મોક્ષના કારણ કહ્યા હતા તેમાંથી સમદર્શનનું સભેદ સ્વરૂપ કહેવામાં આવ્યું હવે સમ્યક્રજ્ઞાનના સ્વરૂપનું કથન કરીએ છીએ
- જે પ્રમેય અર્થાત્ વર તુને વ્યાપ્ત કરે તે પ્રમેયવ્યાપી કહેવાય છે. જેનો અર્થ છે નિયમથી વસ્તુગ્રાહી અથવા નિયતવસ્તુસહચારી વ્યવસાયાત્મક તેને કહે છે જે નિશ્ચયામક હેય. આવુ પ્રમેયવ્યાપી અને વ્યવસાયાત્મક જ્ઞાન સમ્યકજ્ઞાન છે. અહીં પ્રમેયવ્યાપી” એ પદથી વિપરીત જ્ઞાન અભિપ્રેત કરવામાં આવ્યું છે અને વ્યવસાયાત્મક’ પદથી અનધ્યવસાય તથા સંશયજ્ઞાનનું નિવારણ કર્યું છે. સાર એ નીકળે કે જે જીવાદિ પદાર્થ જે જે રૂપમાં રહેલા છે તે તે રૂપમાં જાણવાવાળા અનધ્યવસાય, સંશય અને વિપર્યયથી ભિન્ન જ્ઞાન સમ્યકજ્ઞાન કહેવાય છે. આ સિવાય સમ્યફપદથી પણ અનધ્યવસાય, સંશય અને વિપર્યયરૂપ જ્ઞાનની વ્યાવૃત્તિ થઈ જાય છે કારણકે આ ત્રણે મિથ્યાજ્ઞાન છે. જેથી મિક્ષના સાધન થઈ શકતા નથી અનધ્યવસાયને અર્થ મેહ સંશયને અર્થ સંદેહ અને વિપર્યયનો અર્થ વિપરીતતા છે. ૪૦ છે
તત્વાર્થનિયુકિત-પહેલાં સમદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર, અને સમ્યક્તપને મોક્ષનાં સાધન કહ્યાં હતાં. તેમાથી સમ્યક્દર્શનનાં સ્વરૂપની વ્યાખ્યા કરી. હવે ક્રમ પ્રાપ્ત સમ્યફજ્ઞાનનાં સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ
જે પ્રતીતિને એ ગ્ય અર્થાત્ જાણવાને લાયક છે તે પ્રમેય કહેવાય છે,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૭૨