________________
છે. તે અમુક ભવમાં જ અથવા ભવના નિમિત્તથી જ પોતાનું ફળ પ્રદાન કરે છે. કેઈ કર્મપ્રકૃતિ ક્ષેત્રવિપાકી હોય છે. તેનું ફળ ક્ષેત્રના નિમિત્તથી જ થાય છે. કેઈ કર્મપ્રકૃતિ જીવ વિપાકી હોય છે. તેનું ફળ આત્માને જ ભોગવવું પડે છે. અર્થાત આત્મિક ગુણે પર તેને પ્રભાવ હોય છે. આમ ચાર રીતે કર્મને વિપાક થાય છે. કહ્યું પણ છે
સંહનન, સંસ્થાન, વર્ણ, સ્પર્શ, રસ. ગબ્ધ, અંગોપાંગ નામ કર્મ, શરીર નામ કમ, અગુરૂ લઘુ નામ પરાઘાત, ઉપઘાત નામ કર્મ, આતષ નામ કમી ઉદ્યોતનામ કર્મ પ્રત્યેક શરીર, સ્થિર અને શુભનામ કમ તથા એમની વિપરીત પ્રવૃતિઓ જેમકે સાધારણ શરીર અસ્થિર અને અશુભ નામ કર્મ, આ બધી નામ કર્માની પ્રકૃતિએ પુદ્ગલ વિપાકી છે. ચાર પ્રકારનું આયુષ્ય કર્મ ભવવિપાકી છે. આનુપૂર્વી પ્રકૃતિ ક્ષેત્ર વિપાકી છે અને શેષ બધી પ્રવૃતિઓ જીવ વિપાકી છે. ૧-૩
શંકા-કર્મને અન્ય અન્ય રૂપમાં હોય અને તેને ફળવિપાક અન્ય રૂપમાં હોય એમ કઈ રીતે હોઈ શકે. ?
સમાધાન–જીવ કમફળ ભેગવતે થકે અનાગપૂર્વક અર્થાત્ અજાણપણે જ કર્મનું સંક્રમણ કરી લે છે. ઉત્પાદ વ્યય અને પ્રીવ્ય સ્વરૂપ હોવાના કારણે પરિણમનશીલ આત્મા જ્ઞાનાવરણ આદિ કર્મોનું ફળ ભોગવતે થકે તેમની ઉત્તરપ્રવૃતિઓમાં ફેરબદલી કરી લે છે. આને જ સંક્રમણ કહે છે. આ પ્રકતિસંક્રમણ મૂળ પ્રકૃતિઓનું થતું નથી અથાત્ એક મૂળ પ્રકૃતિ બીજી મૂળપ્રકૃતિના રૂપમાં બદલાઈ શકતી નથી, જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણના રૂપમાં સંકાન્ત થતી નથી અને દર્શનાવરણ કેઈ બીજી મૂળ પ્રકૃતિના રૂપમાં ફેરવાતી નથી. એક મૂળ પ્રકૃતિનું ઉત્તરપ્રકૃતિમાં સંક્રમણ થાય છે. દા. ત., મતિ જ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ આદિજ્ઞાનાવરણની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે તેમનામાં પરસ્પર સંક્રમણ થઈ શકે છે. મતિજ્ઞાનાવરણ બદલાઈને શ્રુતજ્ઞાનાવરણ રૂપમાં પરિણત થઈ શકે છે અને શ્રુતજ્ઞાનાવરણ મતિજ્ઞાનાવરણના રૂપમાં સંક્રાન્ત થઈ શકે છે. શ્રુતજ્ઞાનાવરણપ્રકૃતિ અવધિજ્ઞાનાવરણના રૂપમાં, અવધિજ્ઞાનાવરણ મન:પર્યવજ્ઞાનાવરણના રૂપમાં અને મન:પર્યવજ્ઞાનાવરણ કેવળજ્ઞાનાવરણના રૂપમાં સંક્રાત થઈ શકે છે. એવી જ રીતે અન્યાન્ય કર્મોની ઉત્તર પ્રકૃતિએ પણ પરસપર સજાતિય પ્રકૃતિ સાથે બદલાઈ જાય છે. આ નિયમમાં બે અપવાદ છે પ્રથમ એ છે કે આયુષ્ય કર્મની પ્રકૃતિમાં સંરક્ષણ થતું નથી. જેમકે દેવાયુ પ્રકૃતિ મનુષ્પાયુના રૂપમાં અથવા મનુષ્પાયુ બદલાઈને અન્ય કેઈ આયુષ્યના રૂપમાં પલટાતી નથી. બીજો અપવાદ એ છે કે દર્શન મેહનીય અને ચારિત્ર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૧૩