________________
પ્રથમ શુકલધ્યાનને સવિચાર અને બીજાને અવિચાર કહ્યું છે તે આ વિતર્ક અથવા વિચાર શું છે ? એવી જિજ્ઞાસા થવાથી તેનું સમાધાન કરીએ છીએ--
વિતર્કને અર્થ શ્રત છે. અર્થ વ્યંજન અને યોગનું સંક્રમણ વિચાર કહેવાય છે. જેની દ્વારા પદાર્થની વિતકણ અથવા આલોચના કરવામાં આવે તેને વિતર્ક-શ્રતજ્ઞાન કહે છે. અર્થ. વ્યંજન અને યેગનું સંક્રમણ અર્થાત પરિવર્તન વિચાર કહેવાય છે. અર્થ અર્થાત્ પરમાણુ આદિ ધ્યેય વસ્તુનું દ્રવ્ય અથવા પર્યાયનું પરિવર્તન અ સંક્રાનિત છે અર્થાત દ્રવ્યનું ચિન્તન કરતાં કરતાં પર્યાયનું ચિંતન કરવા લાગવું અને પર્યાયનું ચિંતન કરતાં કરતાં દ્રવ્યનું ચિન્તન કરવા લાગવું અર્થ સંક્રમણ છે વ્યંજન અર્થાત શબ્દનું સંકમણ વ્યંજન સંક્રાન્તિ છે. વરતુના એક વાચક શબ્દને લઈને દયાન ચાલુ હોય, પછી તે બીજા શબ્દને આશ્રય લઈ લે પછી તે શબ્દને પણ ત્યાગ કરીને ત્રીજા શબ્દનું ચિન્તન કરવા લાગે, આ પરિવર્તાનને વ્યંજનસંક્રાતિ કહે છે. આવી જ રીતે કાયયેગ આદિનું પરિવર્તન ગસંક્રાન્તિ કહેવાય છે જેવી રીતે કાયયેગનું આલમ્બન લઈને ઉત્પન્ન થનારું ધ્યાન વચનોગનું અવલમ્બન કરે છે, પાછું વચનગને પણ ત્યાગ કરીને મને
ગનો આશ્રય લે છે. મનેયેગને ત્યાગ કરીને પુનઃ કાગને સહારો લે છે. આવી રીતે સંક્રાતિ થાય છે આમ, અર્થ વ્યંજન અને યોગનું પરિવર્તન વિચાર કહેવાય છે.
શંકા--સંક્રમણ અર્થાત પરિવર્તન થવાથી ધ્યાન એક-વિષયક કેવી રીતે કહી શકાય? સંક્રમણ થવાથી તે તે અનેક વિષયક થઈ જાય છે.
સમાધાન--ધ્યાનનું સત્તાન પણ ધ્યાન કહેવાય છે. અર્થાત ધ્યેયમાં પરિવર્તન થઈ જવાંથી પણ દયાનનો પ્રવાહ કદાચ અવિચ્છિન્ન રહે તે પણ દયાન જ કહેવાય છે, આથી પૂર્વોક્ત આશંકાને કોઈ સ્થાન નથી. ઉલ્લા
તત્વાર્થનિયંતિ--પહેલા શુકલધ્યાનના પ્રાથમિક બે ભેદોને સતિક કહેવામાં આવ્યા છે. પહેલા ને વિચાર અને બીજાને અવિચાર કહેલ છે તે રિત અને વિચાર કેને કહે છે એ આશંકાનું સમાધાન કરીએ છીએ–અહીં વિતર્કનો અર્થ શ્રત છે. જેના વડે વસ્તુની વિતકણા કરવામાં આવે. આવેચન કરવામાં આવે તે વિતર્ક અર્થાત્ શ્રુતજ્ઞાન વિચારને અભિપ્રાય છે અર્થ વ્યંજન અને યોગનું સંક્રમણ પરમાણુ આદિ દ્રવ્ય અથવા પર્યાય અર્થ કહેવાય છે તેને વાચક શબ્દ ભંજન કહેવાય છે અને કાય વચન તથા મનને વ્યાપાર યોગ કહેવાય છે. સંક્રમણને અર્થ થાય છે ઉલટફેર થવું. કાયાગ આદિની ફેર-બદલીને વિચાર કહે છે. આત્મા આદિ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨