________________
કારણે થનારા અનર્થોને વિચાર કર અપાયાનુપ્રેક્ષા છે. સંસારનું અશુભરૂપમાં ચિતન કરવું અશુભાનુપ્રેક્ષા છે. જેમ ઘાણના બળદના માર્ગને અન્ત નથી આવતે તેવી જ રીતે રાગીષી જીવના ભવભ્રમણને પણ ક્યારેય પણ અન્ત આવતું નથી એ વિચાર કર અનન્તવૃત્તિતાનુપ્રેક્ષા છે. પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સવભાવવાળા છે. તેમાં પ્રતિક્ષણ નવી-નવીન પર્યાને ઉત્પાદ અને પુરાતન પર્યાયને વિનાશ થતો રહે છે એવું ચિન્તન કરવું વિપરિણામનુપ્રેક્ષા છે.
ઔપપાતિ સૂત્રના ૩૦ માં સૂત્રમાં કહ્યું છે- શુકલધ્ય ન ચાર પ્રકારના છે અને ચાર પદોમાં તેનું અવતરણ થાય છે, યથા-(૧) પૃથફવિતર્ક સુવિચાર (૨) એકવિતર્ક અવિચાર (૩) સૂમકિયા–અપ્રતિપાતી અને (૪) સમુચ્છિન્નક્રિયા-અનિવર્તિ.
શુક્લધ્યાનનાં ચાર લક્ષણ કહેવામાં આવ્યા છે વિવેક, વ્યુત્સર્ગ અવ્યથ અને અમહ. શુકલધ્યાનમાં ચાર અલંબન કહ્યા છે, ક્ષતિમુકિત, આર્જવ અને માર્દવ.
શુકલધ્ય નની ચાર અનુપ્રેક્ષાઓ છે-અપાયાનુપ્રેક્ષા અશુભાનુપ્રેક્ષા, અનંતવૃત્તિતાનું પ્રેક્ષા અને વિપરિણામનુપ્રેક્ષા ૭૪
શુકલધ્યાન કે સ્વામિ આદિ કા કથન
“ઢના સુરક્ષાને? ઈયાદિ
સવાથ-પ્રથમના બે શુકલધ્યાન પૂર્વધરને, ઉપશાંતકષાય અને ક્ષીણકષાયને થાય છે. જે ૭૫ છે
તત્ત્વાર્થદીપિકા–પહેલા અનુક્રમથી આત, રૌદ્ર, ધર્મ અને શુકલધ્યાનનાં ચાર ભેદ કહેવામાં આવ્યા. હવે એ નિરૂપણ કરીએ છીએ કે ચારે પ્રકારના શુકલધ્યાન કેને કેને થાય છે. કયા યાનને સ્વામી કેણ છે?
પૂર્વોકત ચાર પ્રકારનાં શુકલધ્યાનેમાંથી પ્રારંભના બે શુકલધ્યાનપૃથકત્વવિત સવિચાર અને એકવિતર્ક અવિચારપ્રાયઃ પૂર્વેનાં ધારક મુનિને હોય છે. તથા ઉપશાંતાષાય અને ક્ષણિકષાય વીતરાગને થાય છે. તાત્પર્ય એ છે તે આ બંને શુકલધ્યાન પ્રાયઃ ચૌદ પૂર્વેના જ્ઞાતા શ્રત કેવળીને જ થાય છે પહેલાં ઉપશાંતકષાય અને ક્ષ શુકષાયને જે ધર્મધ્યાન કહેવામાં આવ્યા છે તે સામાન્ય રૂપથી કહેવામાં આવ્યા છે. પરંતુ તેમને બે શકલધ્યાન થાય
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
२००