________________
જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મરૂપી રજને દૂર કરનારી નમ્રતાને વિનય કહે છે, તેના સાત ભેદ છે-જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને લોકપચાર અર્થાત્ (૧) જ્ઞાનવિનય (૨) દર્શનવિનય (૩) ચારિત્રવિનય (૪) મનેવિનય (૫) વચનવિનય (૬) કાયવિનય અને (૭) લોકાપચારાવાય.
આમાંથી જ્ઞાનવિનયના પાંચ ભેદ છે-મતિજ્ઞાનવિનય, શ્રુતજ્ઞાનવિનય, અવધિજ્ઞાનવિનય, મન:પર્યવજ્ઞાનવિનય અને કેવળજ્ઞાનવિનય સન્માનપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, જ્ઞાનનો અભ્યાસ કરે, જ્ઞાનનું સ્મરણ વગેરે કરવું જ્ઞાનવિનય છે. જ્ઞાનવિનયના હેવાથી મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનમાં બહુમાનપૂર્વક શક્તિનું આધિક્ય થાય છે, જ્ઞાનના સ્વરૂપની શ્રદ્ધા થાય છે અને જ્ઞાનના વિષય પર પણ શ્રદ્ધા થાય છે. શ્રુતજ્ઞાનમાં વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે
કાળ, વિનય, બહુમાન, ઉપધાન અનિહૂનવ શબ્દ અર્થ અને ઉભય શબ્દાર્થ– આ આઠ પ્રકારના જ્ઞાનવિનય છે.
શકા વગેરે દેથી રહિત તત્ત્વાર્થની શ્રદ્ધા દર્શનવિનય કહેવાય છે. શBષણ અને અનત્યાશાતનાના ભેદથી તે બે પ્રકારનું છે. તીર્થકર દ્વારા પ્રણીત ધર્મની અશાતના ન કરવી તથા આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, શૈક્ષગ્લાન તપસ્વી, સાધમિક, કુળ, ગણ, સંઘ અને મનેઝ પ્રમાણેની અશાતના ન કરવી તથા પ્રશમ, સંવેગ, વૈરાગ્ય, અનુકમ્પ અને આસ્તિકય આ સમ્યગદર્શનવિનય છે.
જ્ઞાન-દર્શનવાન પુરૂષના ચારિત્રનું જ્ઞાન થવાથી તે પુરૂષને અતિશય આદર કરે તથા દ્રવ્ય-ભાવથી સ્વયં ચારિત્રનું અનુષ્ઠાન કરવું ચારિત્રવિનય છે. ચારિત્રવિનયના પાંચ ભેદ છે-સામાયિક ચારિત્રવિનય છે પથાપન ચારિત્રવિનય, પરિહાર વિશુદ્ધિક ચારિત્રવિનય, સૂમસામ્પરાયિક ચારિત્રવિનય અને યથાખ્યાત ચારિત્રવિનય આ સિવાય પૂર્વોક્ત સામાયિક આદિના સ્વરૂપની શ્રદ્ધા સહિત અનુષ્ઠાન વિધિથી પ્રરૂપણ કરવી ચારિત્રવિનય છે.
આચાર્ય આદિ પક્ષ હોય તે પણ મનથી, વચનથી તેમજ કાયાથી તેમનો વિનય કરે અનુક્રમે મને વિનય, વચનવિનય અને ક્રાયવિનય કહેવાય છે.
ઉપચરણને ઉપચાર કહે છે. શ્રદ્ધાપૂર્વક નમ્રતારૂપ ક્રિયા વિશેષ ઉપચાર કહેવાય છે. તાત્પર્ય એ છે કે લૌકિક વ્યવહારમાં નમ્રતા અને સૌજન્ય દાખવવા લેકે પચારવિનય છે. અભ્યાસવૃત્તિતા, પરછન્દાનુવત્તિતા આદિના ભેદથી આના સાત ભેદ છે.
ભેદ-પ્રભેદની સાથે વિનયનું વિસ્તૃત વર્ણન મારા વડે રચાયેલી પપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકામાં, ત્રીસમાં સૂત્રની વ્યાખ્યામાં (પાના નં. ૨૫૭-૨૭૨) પર જોઈ લેવા ભલામણ છે. ૬૪
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૭૯