________________
એથી રહિત અને સ્ત્રી, પશુ તથા નપુંસક જ્યાં ન હોય એવા સ્થાનમાં વાસ કરે-સમાધિ માટે સુના ઘર અથવા પર્વતની ગુફા આદિમાં નિવાસ કર કાયકલેશ છે તેના અનેક ભેદ છે, જેવાં કે– આતાપના લેવી, વીરાસન કરવું, કુટુક આસન કરવા, એક જ પડખે શયન કરવું, દસ્કાયત (દંડની જેમ લાંબા) થઈને શયન કરવું, જીર્ણશીર્ણ વસ્ત્રો રાખવા, અલપમૂલ્ય વસ્ત્ર રાખવા, કેશલેચ કરે વગેરે.
(૬) સંલીનત –આના ચાર ભેદ છે-ઈન્દ્રિયસલીનતા, કષાયસલીનના, ગર્સલીનતા અને વિવિક્તચર્યા ઈન્દ્રિયની અશુભ પ્રવૃત્તિ ન થવા દેવી ઈન્દ્રિયસલીનતા, કષાયેની પ્રવૃત્તિ ન થવા દેવી કષાયસંલીનતા અને જેગોની અશુભ, પ્રવૃત્તિ ન થવા દઈ શુભ પ્રવૃત્તિ કરવી ગસંલીનતા છે. સ્ત્રી આદિથી વર્જિત શયન-આસનનું સેવન કરવું વિવિક્તશય્યા નામક સંસીનતા છે.
આ રીતે છ પ્રકારના બાહા તપથી સંસાર તરફથી આસકિતનો ત્યાગ થાય છે, શારીરિક લઘુતા આવે છે, ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત થાય છે, સંયમનું રક્ષણ થાય છે અને જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મોની નિર્જરા થાય છે. જેના
આભ્યન્તર તપ કે ભેદ કા નિરૂપણ
મમતા સવે દિ' ઈત્યાદિ
સત્રાર્થ–આભ્યન્તર તપના છ ભેદ છે-(૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (8) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ. દરા
તવાથદીપિકા–પહેલા બાહ્ય અને આભ્યન્તર એમ તપના બે ભેદ કહેવામાં આવ્યા હતા. આમાંથી પૂર્વસૂત્રમાં બાહ્ય તપના ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે આભ્યન્તર તપના છ ભેદનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
(૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (8) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ, આ છ પ્રકારના આભ્યન્તર તપ છે. આ પ્રાયશ્ચિત્ત વગેરે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧ ૭૦