________________
ચારિત્રકે ભેદ કા નિરૂપણ
'चरित्तं पंचविहं' इत्यादि ।।५९॥
સૂત્રાર્થ–ચારિત્ર પાંચ પ્રકારના છે-(૧) સામાયિક (૨) છેદે પસ્થાપનીય (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂમસામ્પરાય અને (૫) યથાખ્યાત. પેલા
તત્વાર્થદીપિકા–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર, સંવરના કારણ છે. આ સંવરના હેતુઓમાંથી ચારિત્રના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે તેના ભેદનું નિદર્શન કરીએ છીએ...
પૂર્વોક્ત દશ પ્રકારના શ્રમણધર્મોના અતર્ગત સંયમાત્મક ચારિત્ર પંચ પ્રકારના છે- (૧) સામાયિક (૨) છેદેપરથા૫નીય (૩) પરિહાર વિશહિક (૪) સૂક્ષમતાપરાય અને (૫) યથાખ્યાત આવી રીતે ચારિત્ર પાંચ પ્રકારના સમજવા જોઇએ.
સમ અર્થાત સમત્વ અથવા રાગ-દ્વેષના અભાવના કારણે સમસ્ત અને પોતાના જેવા સમ જવા તે સમવના આય (લાભ)ને સમાય કહે છે અર્થાત્ વૃદ્ધિને પ્ર પ્ત થતી થકી શરદ ઋતુના ચંદ્રમાની કળાઓની જેમ પ્રતિક્ષણે વિલક્ષણ જ્ઞાનાદિની પ્રાપ્તિ તે સમાય જેનું પ્રયોજન હોય તેને સામાયિક કહે છે, સામાયિક રૂપ, ચારિત્રને સામાયિક ચારિત્ર કહેવામાં આવ્યું છે. સમસ્ત સુખના કારણ અને સમસ્ત પ્રાણીઓ પર આત્મતુલ્ય દર્શનરૂપ સમતાની પ્રાપ્તિ માટે સામાયિકનું અનુષ્ઠાન કરવામાં આવે છે. આ સામાયિક ચારિત્ર બે પ્રકારના છે. નિયતકાલિક અને અનિયતકાલિક આમાંથી સ્વાધ્યાય આદિ સામાયિક ચરિત્ર નિયતકાલિક કહેવાય છે અને અપથિક અનિયતકાલિક સામાયિક ચારિત્ર છે.
પ્રમાદને કારણે હિંસા આદિ અવ્રતના અનુષ્ઠાનને સર્વથા પરિત્યાગ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૬૦