________________
હિંસક જીવ ૫ લેકમાં નરક આદિ દુર્ગતિએ પ્રાપ્ત કરે છે, લેકમાં ગહિત અને નિદિત થાય છે. જે મનુષ્ય વિવેકના બળથી એવું સમજે છે કે પૂર્વજન્મમાં ઉપાર્જિત, અશુભ કર્મનું જ ફળ મને અભાગીયાને પ્રાપ્ત થયું છે હવે તે હિંસાથી વિરત થઈ જવામાં જ ભલું છે એ જાતનો દઢ નિશ્ચય એના ચિત્તમાં ઉત્પન્ન થઈ જાય છે.
આવી જ રીતે હિંસા આદિ પાપના કારણે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ સંસાર અટવિમાં પરિભ્રમણ કરવું પડે છે. હિંસક નરક-નિગોદ વગેરેમાં જન્મ મરણદિન અનન્તાનઃ ઘેર અતિઘેર દુઃખ પ્રાપ્ત કરે છે.
જેમ હિંસક પુરૂષ અનર્થોને ભાગીદાર થાય છે તેવી જ રીતે અસત્યવાદી મનુષ્ય પણ અનર્થભાગી થાય છે. લેકમાં તેના વચનને કોઈ વિશ્વાસ કરતું નથી, અસત્ય ભાષણના કારણે અસત્યભાષીની જીભ કાપી લેવામાં આવે છે, કાન કાપી લેવામાં આવે છે, નાક કાપી લેવામાં આવે છે. આવી જ જાતના અન્ય ગહિત ફળ પણ ભેગવવા પડે છે. તેને પરલેકમાં નરક આદિની તીવ્ર યાતનાઓ ભોગવવી પડે છે. જે લેકે અસત્ય ભાષણથી ઉત્પન્ન થનારા દુઃખયુકત વેરાનુબંધવાળાઓ છે. તેઓ જિહ્ના છેદન આદિ પૂર્વોક્ત દોષની અપેક્ષાએ પણ અધિક યાતના વધ બન્ધન આદિ દુઃખના હેતુઓને પ્રાપ્ત કરે છે જેમનો આરાય-અયવસાય તીવ્ર હોય છે તે દીર્ઘ સ્થિતિ અને તીવ્ર અનુ. ભાગવાળે અશુભ કર્મો બાંધે છે અને પરલોકમાં નરક આદિની અશુભ અને તીવ્ર યાતનાઓને પ્રાપ્ત કરે છે આથી અસત્ય-ભાષણનું આવું વિષમ ફળ વિપાક મળે છે, એવી ભાવના કરતે થકે, આનાથી વિરત થઈ જવું એમાં જ શ્રેય છે. આ પ્રમાણે ચિતવન કરીને અસત્ય ભાષણથી નિવૃત્ત થઈ જાય છે.
જેવી રીતે હિંસા અને અસત્ય ભાષણ કરવાળા દુઃખને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે પારદ્રવ્યનું અપહરણ કરનાર ચોર પણ દુઃખને ભાગી થાય છે અને બધાને ઉગ પહોંચાડે છે-જેનું ધન હરણ કરે છે તેને દુઃખ પહોંચાડે છે–આના ફળસ્વરૂપે તેને તાડન-પીડન, ચાબુકને માર હાથકડીજંજીર વગેરેનું બન્શન–હાથ-પગ-કાન-નાક અને હોઠનું છેદન-ભેદન તથા સવ હરણ વગેરે ભોગવવા પડે છે. તે પરલોકમાં નરક આદિની તીવ્ર વેદનાઓ પ્રાપ્ત કરે છે. આથી સ્તેયથી વિરત થઈ જવું શ્રેયસ્કર છે, એવી ભાવના કરતે થ ચેરીથી વિરત થઈ જાય છે.
જેવી રીતે પ્રાણાતિપાત, અસત્યભાષણ અને ચોરી કરનારા અનેક અ ને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે અબ્રહ્મચર્યનું સેવન કરનાર પણ સ્ત્રીઓના હાવ-ભાવ, વિશ્વમ વિલાસ આદિથી જેમનું ચિત્ત ડામાડોળ રહે છે, જેમની ઈન્દ્રિએ ચંચલ હેય છે તેમજ હલકા પ્રકારના વિષયમાં રચેલી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૫૩