________________
કહેવાય છે. મર્યાદિત ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાથી વ્રતને ભંગ થઈ જશે, એ ભય લાગે અને મર્યાદિત ક્ષેત્રથી બહાર કોઈ કારણ આવી પડે ત્યારે આ પ્રમાણે કહેવું કે-“તમે અવશ્ય ત્યાં જઈને મારી ગાય વગેરે લઈ આવે અથવા “મારૂં અમુક કાર્ય કરી અપે” આવું કહીને નેકરને મોકલો પ્રેષણપ્રયાગ છે.
આવી જ રીતે મર્યાદિત પ્રદેશથી બહાર કોઈ પ્રયજન આવી પડવાથી વ્રતખંડનના ભયથી સ્વયં જઈ શકે તેમ ન હોય ત્યારે છીંક ખાઈને અથવા ઉધરસ ખાઈને મર્યાદા બહાર રહેલા પુરૂષને ઈશારે કરે છે. તે લેક તેને શબ્દ સાંભળીને એકદમ તેની પાસે આવી જાય છે. આમ કરવું શબ્દાનુપાત નામક અતિચાર છે. ' શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર જ પ્રજનવશાત પિતાના શરીરના અવયવ હાથ અગર આંગળી વગેરે બીજાને બતાવે છે અને તે જોઈને લેક તેની પાસે આવી જાય છે, આ રીતે રૂપાનુપતનશીલ હોવાથી આ અતિચાર રૂપાનુપાત કહેવાય છે.
પરમાણુ, કયણુકકંધ આદિ પુદ્ગલ સૂક્ષમ અને સ્થૂળના ભેદથી અનેક પ્રકારના છે તેમાંથી બાદરાકાર સ્થૂળરૂપમાં પરિણત માટીના ઢેફા, ઇટ, પથ્થરના ટુકડા આદિ પુદ્ગલેને ફેંકવા પુદ્ગલપ્રક્ષેપ કહેવાય છે. મર્યાદિત ક્ષેત્રથી બહારના પ્રદેશમાં પુદ્ગલેને ફેંકવા બહિપુદ્ગલ પ્રક્ષેપ કહેવાય છે. તાત્પર્ય એ છે કે કોઈ શ્રાવકે દેશાવકાશિક વ્રતના અમુક પ્રદેશ સુધી જ જવાની મર્યાદા બાંધી ત્યાર બાદ તેને નિશ્ચિત પ્રદેશથી બહાર જવાનું કઈ પ્રોજન ઉપસ્થિત થઈ ગયું. વતભંગના ભયથી તે જાતે ત્યાં જઈ શક્ત નથી ત્યારે તે બાહ્યપ્રદેશના લોકેનું ધ્યાન પોતાની તરફ દોરવા માટે તે કરી-પથ્થર વગેરે ફેકે છે કે જેનાથી તે લોકે તેના સંકેતને સમજીને તેની પાસે આવી જાય. આ પ્રમાણે કરવું દેશાવકાશિકતનો બહિઃ પુદ્ગલપ્રક્ષેપ નામક અતિચાર છે.
- આ પાંચ દ્વિતીય શિક્ષાવ્રત, દેશાવકાશિક વ્રતના અતિચાર જાણવા જોઈએ પરંતુ તેમનું આચરણ કરવું જોઈએ નહીં. આ અતિચાર આ પ્રમાણે છે
આન,નગ, પ્રેષણપ્રોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને બહિપુદ્દલ પ્રક્ષેપ. પલા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧ ૩૮