________________
પાંચમા ઇચ્છાપરિમાણુ અથવા સ્થૂળપરિગ્રહ વિરમણુવ્રતના પાંચ અતિચાર છે-(૧) ક્ષેત્રવાસ્તુપ્રમાણુતિક્રમ (૨) હિરણ્યસુવણુ પ્રમણાતિક્રમ (૩) ધનધાન્યપ્રમાણુ તિક્રમ (૪) દાસદાસદ્વિપદ ચતુષ્પદપ્રમાણુ તિક્રમ અને (૫) મુખ્યપ્રમાણાતિક્રમ આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુપરિશુતિ રૂપ છે.
ક્ષેત્ર-વાસ્તુથી લઈને મુખ્ય પર્યન્તના આટલા જ પરિગ્રહ મને કલ્પ છે, એથી વિશેષ નહી” એ રીતે પહેલા પચ્ચકખાણ કરીને જે પણ પ્રમાણ રાખ્યુ છે, તેનુ ઉલ ́ધન કરવુ. અર્થાત્ પહેલા સ્વીકારેલા પ્રમાણથી તે વસ્તુએ વધુ પ્રમાણમાં ગ્રહણ કરવી પ્રમાણાતિક્રમ કહેવાય છે. આમાંથી ક્ષેત્રના અથ છે-ધાન્યની ઉત્પત્તિની ભૂમિ અર્થાત્ ખેતર, ખેતર એ પ્રકારના હાય છે. સેતુક્ષેત્ર અને કેતુક્ષેત્ર નિવાસ કરવા માટેની ઢાંકેલી જમીન વાસ્તુ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે-ખાત, ઉચ્છિત તેમજ ઉયરૂપ જમીન ઉપર આધારિત આદિને ખાત-વાસ્તુ કહે છે, મહેલ મકાન વગેરે ઉચ્છિત કહેવાય છે અને તલ ધરની ઉપર બનાવેલા મહેલ-મકાન આદિ ઉભયરૂપ કહેવાય છે. પચ્ચખાણુ કરવાના સમયે ક્ષેત્ર-વાસ્તુનુ પરિમાણુ યુ કે-આટલા ખેતર અને મકાન હું રાખીશ, આનાથી વધારે ન રાખવાના હુ`પચ્ચખાણ ધારણ કરૂ' છું-જીવુ. ત્યાં સુધી, એક વર્ષ સુધી અથવા ચાર માસ સુધી આ રીતે પચ્ચખાણુ કરેલાં ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણથી અધિક, તેજ મર્યાદામાં ગ્રહણ કરવા, સ્થૂળપરિગ્રહ વિરમણુ અથવા ઇચ્છાપરિમાણુ રૂપ વ્રતના અતિચાર છે.
.
ધનના આશય છે, ગાય, ભે'સ, હાથી, ઘેાડા, ઘેટાં, ખકરાં, ઉંટ, ગધેડા વગેરે ચાપગા અને ધાન્યનેા અથ છે ઘઉં, ડાંગર, જવ, ચેખા, મગ, અડદ, તલ, કાદરા વગેરે પાંચમા અણુવ્રતના ધારક શ્રાવકે આ મને મર્યાદિત જ રાખવા જોઈ એ. પ્રમાણથી અધિક ધન-ધાન્યનું ગ્રહણુ સ્થૂળપરિગ્રહવિરતિ અણુવ્રતના અતિચાર છે.
હિરણ્ય, રજત આદિ ધાતુએને કહેવામાં આવે છે. તેનાથી બનેલા જાતજાતના પાત્ર વગેરે પણ હિરણ્ય જ કહેવાય છે. સુવર્ણ ના અથ કાંચન છે. ઉપલક્ષણથી ઈન્દ્રનીલમણિ, મરકતમણિ, પદ્મરાગમણિ તથા રત્ન વગેરે પણ સમજી લેવા જોઇએ. આ હિરણ્ય, સુવણુ વગેરેનુ જે પ્રમાણુ અંગીકાર કરેલ છે, તેથી વધારે તેમનું ગ્રડું કરવાથી પાંચમા અણુવ્રતના અતિચાર થઇ જાય છે. આવી જ રીતે દાસી દાસ આદિ દ્વિપદ્મ તથા ગાય ભેંસ આદિ ચાપગાનું પૂર્વકૃત પરિમાણુથી અધિક તેમનું ગ્રહણ કરવું એ પણ પાંચમાં અણુવ્રતના અતિચાર છે.
એ જ પ્રમાણે કાંસુ, તાંબુ, લેહું', સીસુ, રંગા, માટી આદીના પાત્રનુ જે પરિમાણુ કયુ હોય, તેનાથી વધુ ગ્રહણ કરવાથી પાંચમાં વ્રતના અતિચાર
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૨૬