________________
એક જીવમાં એક સાથે થઈ શકે છે. બાકીના જે સાર પરીષહે છે તે બધા જ એક જીવમાં એકી સાથે હોઈ શકે છે. આ રીતે કુલ ઓગણીસ પરીષહ એકી સાથે, એક જીવમાં સંભવી શકે છે.
કોઈ આત્મામાં કેઇ સમયે એક જ પરીષહ જોવામાં આવે છે, કોઈમાં એકી સાથે બે હેઈ શકે છે, કઈમાં ત્રણ અને કઈમાં ચાર સંભવી શકે છે. આ રીતે ઓગણીસ પરીષહ સુધી એકી સાથે એક આત્મામાં હોઈ શકે છે. વીસ, એકવીસ અગર બાવીસે-બાવીસ પરીષહ કેઈ આત્મામાં એકી સાથે હોઈ શકતાં નથી, એનું કારણ પહેલાં જ બતાવી દેવામાં આવ્યું છે કે શીત અને ઉણમાંથી એક તથા શય્યા, નિષવા અને ચર્ચામાંથી કઈ એક જ પરીષહ હોય છે. આ રીતે બાવીસમાંથી ત્રણ પરીષહ ઓછાં થઈ જાય છે. શીત ઉષ્ણુમાં સહાનવસ્થાન (એકી સાથે ન રહી શકવું) વિરાધ છે, તેઓ એકબીજાને પરિહાર કરીને જ રહી શકે છે.
આ રીતે શવ્યા, નિષદ્યા અને ચર્ચામાંથી કઈ એકનો સદુભાવ હોવાથી બંનેને અભાવ થઈ જાય છે. અગર શય્યા પરીષહ હશે તે નિષદ્યા અને ચર્યા પરીષહ હોઈ શકે નહીં અને જ્યારે ચર્ચાપરીષહ હોય ત્યારે શય્યા અને નિષદ્યા પરીષહ હોઈ શકતા નથી.
શંકા-પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહમાં સહાનવસ્થાન ને વિરોધ છે આથી બંનેમાંથી પણ એક આત્મામાં એક સાથે એક જ પરીષહ હોવો જોઈએ.
સમાધાન-પ્રજ્ઞાપરીષહ થ જ્ઞાનની અપેક્ષાથી છે અને અજ્ઞાનપરીષહ અવધિજ્ઞાનની અપેક્ષાથી આથી આ બંનેમાં પારસ્પરિક વિરોધ નથી અને જો વિરોધ નથી તે બંને એકી સાથે હોઈ શકે છે,
આ રીતે બાવીસ પરીષહોમાંથી એકથી લઈને ઓગણીસ પરીષહ સુધી એક આત્મામાં એકી સાથે હોઈ શકે છે એક જ આત્મામાં, એક જ કાળમાં વીમ, એકવીસ અથવા બાવીસ પરીષહ હોઈ શરતાં નથી આ વિષયમમાં યુક્તિ અગાઉ કહેવામાં આવી ગઈ છે. ૧૬
આ પહેલાં મહારંભ, મહાપરિગ્રહ આદિ નરકાયુ, તિર્યંચાયુ અને મનુષ્પાયુના કારણેનું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું, ત્યાં એ પણ નિરૂપણ કરવામાં આવ્યું હતું કે સ્વભાવની મૃદુતાથી મનુષ્યાયુને આસવ થાય છે, આ આયુઓના આસ્રવને રોકવા માટે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ અથવા તેના સદૂભાવમાં જ આ પરીષહ હોય છે આથી વતેને અધિકાર રહીએ છીએ પરંતુ સમ્યક્ત્વ વગર વ્રત થઈ શકે નહીંઆથી સર્વપ્રથમ સમ્યકૃત્ત્વનું સ્વરૂપ બતાવીએ છીએ
भूलम्-जिणवयणसहहणं सम्मत्तं ॥१७॥ સૂત્રાર્થ-જિનવચનમાં શ્રદ્ધા રાખવી સમ્યક્ત્વ છે. ૧ળા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨