SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ તત્વાર્થસૂત્રને જરાક ધાતુ વિષમતાના કારણભૂત અપથ્ય સેવનથી ઉત્પન્ન થયેલ રેગ બેદરકારીથી કાલાન્તરમાં ઘણું વધી જાય છે અને શરીરનો સમૂળગો નાશ કરી નાખે છે તથા નિષ્ણાત વૈદ્ય દ્વારા ઉપદિષ્ટ રોગ-નિધી કિયા કલાપના સેવનથી તે વ્યાધિ એકદમ નાશ પામે છે. આ જ પ્રમાણે જે આયુષ્ય મંદ પરિણામ-પ્રયનના કારણે પાછલા ભવમાં ગાઢ રીતે બંધાયું ન હતું, તે અપવનાને ગ્ય હોય છે. આથી ઉલટું જે વ્યાધિ અત્યંત તીવ્ર ધાતુક્ષેભને આશ્રિત કરીને અપથ્ય સેવન વગેરેથી ઉત્પન્ન થયો છે અને કેદ્ર અથવા ક્ષયના જેવા દીર્ઘકાલીન રોગ થઈ જવાથી શરીરના બધા અંગે પાંગમાં પ્રસરી ગયા છે તેની ચિકિત્સા થવી ઘણું મુશ્કેલ છે. વિવિધ પ્રકારના ઔષધેનું સેવન કરવા છતાં પણ તે ઉત્તરોત્તર વધતાં જાય છે અને રેગીને અકાલે જ ઝડપી લે છે. વધુમાં વધુ પ્રયત્ન કરીને ધન્વન્તરિ પણ તે રોગનો નાશ કરી શકતા નથી. આ રીતે જે આયુષ્ય તીવ્ર પરિણામ–પ્રગથી પ્રગાઢ રૂપમાં બાંધેલું હોય છે તેનું અપવર્તન થઈ શકતું નથી તે જલ્દીથી સમાપ્ત થઈ શકતું નથી તે અપવર્તનીય આયુષ્ય કહેવાય. છે. આયુષ્યને યથાકાળ અને અકાળમાં સમાપ્ત થવાથી અનેક દ્રષ્ટાંત વિદ્યમાન છે. સબળ હોવાથી શ્રેતાની પ્રતીતિ ઉત્પન્ન થાય છે. આથી આયુષ્ય બંને પ્રકારના છે અપવર્ણનીય અને અનપત્તનીય. કયા જીવ અપવર્તનીય આયુષ્ય વાળા હોય છે અને કયા અનપવર્તનીય આયુષ્ય વાળા હોય છે? આ પ્રકારની જિજ્ઞાસા થવાથી કહીએ છીએ. ઉપપાત જન્મવાળા નારક અને દેવ ચરમ શરીરી મનુષ્ય (જે તેજ શરીરથી સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા છે) ઉત્તમ પુરુષ અર્થાત તીર્થકર, ચકવર્તી, બળદેવ, વાસુદેવ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચ નિરૂપકમ આયુષ્યવાળા હોય છે. જે તેજ શરીરથી સમસ્ત કર્મ-જાળને નષ્ટ કરીને સમસ્ત કર્મક્ષય રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે ચરમ શરીરિ મનુષ્ય જ હોય છે. નારક તિર્યંચ અગરદેવ નહીં કારણ કે તેઓ સિદ્ધિને વેગ્ય હોતા નથી. જેમને તીર્થકર નામ કર્મને ઉદય થઈ ચૂક્યો છે તે તીર્થકર કહેવાય છે. નવ નિધિ અને ચૌદ રત્નના અધિપતિ પિતાના પુરૂષાર્થથી મહાન ભેગશાળી તથા સંપૂર્ણ ભરત ક્ષેત્રના સ્વામી ચક્રવર્તી કહેવાય છે. અર્ધ ચકવતી બળદેવ વાસુદેવ કહેવાય છે. ગણધર આદિ ચરમ શરીરીની શ્રેણીમાં ગણાય છે. અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ નિરૂપકમવાળા હોય છે. મનુષ્ય અને તિર્યમાં જ અસંખ્યાત વર્ષનું “જીવન જોવામાં આવે છે, નારકો અને દેવામાં નહી.” દેવકુરૂ, ઉત્તરકુર, અન્તદ્વીપ સહિત અકર્મ ભૂમિઓમાં તથા સુષમ સુષમાકાળ, સુષમાકાળ અને સુષમદુષમકાળમાં અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા મનુષ્ય હોય છે. તેજ દેવકુરૂ વગેરેમાં તથા મનુષ્ય ક્ષેત્રથી બહારનાં દ્વીપ અને સમુદ્રોમાં અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિર્યચ નથી. ઔપપાતિક નારક અને દેવ તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય નિરૂપકમ–અનપવર્ય આયુષ્યવાળા હોય છે. તેમના પ્રાણપાન નિષેધ, આહારનિરોધ અધ્ય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૭૮
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy