________________
७१
ગુજરાતી અનુવાદ
કાર્મણશરીરનું નિરૂપણ સૂ. ૩૬ શરીર એકી સાથે મળી આવે છે. આ રીતે વધુમાં વધુ એક જીવમાં ચાર શરીરને સંભવ છે, પાંચ નહીં કારણકે જ્યારે વૈક્રિય શરીર હોય છે તે આહારક શરીર ન હોય અને આહારક હોય તે વૈઝિય શરીર હોતું નથી એનું પણ કારણ એ છે કે એકી સાથે આ બંને લબ્ધિઓ હેતી નથી. રૂપા
'कम्मए सम्वेसिं' ॥सू० ३६॥ મૂળસૂવાથ-કાશ્મણ શરીર બધાં શરીરનું કાણુ છે ૩૬
તત્વાર્થદીપિકા–પહેલાં આહારક શરીરનું નિરૂપણ કર્યું હવે છેલ્લા કામણ શરીરનું નિરૂપણ કરીએ છીએ.
કર્મ દ્વારા નિર્મિત અથવા કમનું કાર્ય કામણ શરીર, દારિક વગેરે બધાં શરીરનું કારણ છે.
જીવ જ્યારે એક શરીરને ત્યાગ કરીને બીજા શરીરને પ્રાપ્ત કરવા માટે ગમન કરે છે યાનિ વિગ્રહ ગતિમાં હોય છે તે સમયે કામણ શરીર દ્વારા જ તેને વેગ અર્થાત્ પ્રયત્ન હોય છે. કાશ્મણ શરીર દ્વારા થનારા પ્રયત્નથી જ તે બીજી ગતિમાં જાય છે.
આ રીતે કામણ શરીર અન્ય બધાં શરીરને ઉત્પન્ન કરનાર બીજ સમાન છે. તે જ્ઞાના વરણ વગેરે કર્મો સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. હકીકતમાં કામણ શરીર કમ સ્વરૂપ જ છે. આ શરીર સમસ્ત સંસારી જીવોને પ્રાપ્ત થાય છે. ગને અર્થ છે-વચન, મન, કાયાને નિમિત્તથી આત્માના પ્રદેશમાં થનારું હલનચલન ૩૬
તત્વાર્થનિર્યુકિત-કામણ શરીર ઔદારિક વગેરે બધાં શરીરનું કારણ છે. જેમ ચિત્રકાર્યને આધાર દિવાલ હોય છે તેમ આ કર્મ સકળ શક્તિને આધાર છે. ભવપરપરાનાં કારણભૂત આ કર્મને જ્યારે સમૂળગે ઉછેદ થઈ જાય છે જ્યારે બધાં પાપ ધોવાઈ જાય છે અને જીવ પછી કેઈપણ શરીરને ધારણ કરતું નથી. આ કાર્મણ શરીર જ્ઞાનાવરણીય કર્મોથી ઉત્પન્ન થાય છે. એનું બીજું કઈ કારણ નથી.
જ્ઞાનાવરણ વગેરે કર્મ કામણ શરીર રૂપ હોવાથી કાર્પણ શરીરનાં કારણ છે. તેમનામાં સૂર્યનાં પ્રકાશની જેમ અંદરોઅંદર કિયાને વિરોધ નથી. જેમ સૂર્ય પોતાનાં મંડળને પણ પ્રકા શિત કરે છે અને ઘટ પટ વગેરે બીજા પદાર્થોને પણ પ્રકાશિત કરે છે–સૂર્યમંડળને પ્રકાશિત કરવા માટે કેઈ અન્ય પ્રકાશની જરૂર પડતી નથી. જો સૂર્યમંડળને પ્રકાશિત કરવા માટે બીજા પ્રકાશની આવશ્યકતા સ્વીકારીએ તે અનવસ્થાષને પ્રસંગ આવે છે. આમ માનીએ તે ક્યાંય પણ વિરામ જ રહે નહિ.
આ રીતે જ્ઞાનાવરણ વગેરે કર્મોથી ભિન્ન કામણ શરીરનું કોઈ કારણ નથી. કાર્પણ શરીર કર્મસ્વરૂપ જ છે, કમસમુદાયરૂપ જ છે. ૩૬
'वेए तिविहे' ॥सू० ३७॥ મૂળસૂવાથ–વેદ ત્રણ પ્રકારનાં છે. ૩૭
તત્વાર્થદીપિકા–પ્રથમ ઔદારિક વગેરે પાંચ શરીરેની પ્રરૂપણ કરી હવે એ કહીએ છીએ કે તે શરીરને ધારણ કરનારા જે પૈકી કોઈ સ્ત્રીવેદવાળું. તે કઈ પુરુષવેદવાળું હોય છે. પહેલા વેદના ભેદ બતાવવામાં આવે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર ૧
૭૧