________________
તત્વાર્થસૂત્રને જાય છે અને ચામડી લટકવા માંડે છે તે શીર્ણ થઈ જાય છે. તે ૩૨ /
તત્વાર્થનિર્યુક્તિ–પૂર્વોક્ત ઔદારિક વગેરે પાંચ શરીરમાંથી કયું શરીર સમૂર્ણિમ વગેરે ત્રણ જજોમાંથી કયાં હોય છે ? આ જાતની શંકા થવાથી કહીએ છીએ–
દારિક શરીર–સમૂર્છાિમ અને ગર્ભજ એમ બે પ્રકારનાં છે. આથી સમૂછન જન્મવાળાં તથા ગર્ભજન્મવાળા પ્રાણીઓને દારિક શરીર હોય છે પરંતુ એવો નિયમ નથી કે તેમને ઔદારિક શરીર જ હોય છે, કારણકે તેમને તૈજસ અને કામણ શરીર પણ પ્રાપ્ત થાય છે. આ સિવાય ગર્ભજમવાળાને આગળ જતાં લબ્ધિ જનિત વૈક્રિય અને આહારક શરીર પણ હોઈ શકે છે. દારિક શરીરની અવગાહના જન્મથી આંગળીના અસંખ્યાતા ભાગ અને જે ઉત્કૃષ્ટા હોય તે એક હજાર એજનથી થેડી વધારે હોય છે.
ઉદાર અર્થાત ઉદ્દગમ, ઉદ્દગમનને અર્થ છે પ્રદુર્ભાવ જે શરીર ઉત્પત્તિથી લઈને પ્રત્યેક સમયે ઉદ્ગમ કરે છે અર્થાત્ વૃદ્ધિને પ્રાપ્ત થતું રહે છે, પછી જીર્ણ અને શીર્ણ થાય છે તે
દારિક શરીર કહેવાય છે. આ શરીર ઉમરના પરિણમન અનુસાર પુષ્ટ થતું જાય છે અને પાકી ઉમર થતાં નાશ પણ પામે છે. એને સાંધા જ્યારે ઢીલા પડી જાય છે અને ચામડી લટકવા માંડે છે તે શીણું પણ થઈ જાય છે. ઘડપણના ભારના કારણે વાંકું પણ વળી જાય છે. ઇન્દ્રિયનાં વિષયને ગ્રહણ કરવાની શકિત નબળી-અને વધુ નબળી થવા લાગે છે અને કરચલીઓ પડી જાય છે. આ રીતે ક્રમશઃ આ કંઈનું કંઈ થઈ જાય છે. ઓળખી પણ શકાતું નથી કે આ તેજ સુંદર અને તાજુમાજુ શરીર છે. આ પ્રકારનું પરિણમન પ્રત્યક્ષથી સાબીત થયેલું છે. આ ઔદારિક શરીરમાં આ જે વિશેષતા છે તે વૈકિય, આહારક, તેજસ અથવા કાર્મણ શરીરમાં નથી. આ શરીર શરૂઆતથી છેવટ સુધી જેમનું તેમ રહે છે તેનામાં દારિક શરીરની જેમ પળે પળે પરિવર્તન થતું નથી તે ઘડપણને લીધે ક્ષીણ થતું નથી અથવાતે વિશિષ્ટ પ્રમેથી વૃદ્ધિને પણ પ્રાપ્ત થતું નથી. આહારક શરીરમાં પણ આવું પરિવર્તન થતું નથી. તેજસ તથા કામણ શરીરમાં તે તેની શક્યતા જ નથી કારણકે તેમનામાં સાંગોપાંગોનું નિર્માણ હેતું નથી.
આ સિવાય ઔદારિક શરીર ગ્રાહ્ય હોવાના કારણે ગ્રહણ કરી શકાય છે. હાથ વગેરે અવયવો દ્વારા પણ ગ્રહણ કરી શકાય છે તેમજ ઇન્દ્રિયો દ્વારા પણ ગ્રહણ કરી શકાય છે પશુ વગેરે દ્વારા તેનું છેદન થઈ શકે, બાણુ અગર ભાલા વગેરે દ્વારા ભેદન થઈ શકે, અગ્નિ અને સૂર્ય વગેરે દ્વારા બાળી શકાય છે, મહાવાયુના વેગથી અપહરણ કરી શકાય વગેરે અનેક પ્રકારના વિદ્યારણ શકય હોવાથી આ શરીર ઉદાર-દારિક કહેવાય છે. આ સિવાય માંસ, હાડકાં, નસો વગેરેથી બનેલું હોવાના કારણે પણ એને ઔદારિક કહે છે. વૈક્રિય આદિ બીજા શરીર ન તે માંસ, હાડકાં વગેરેનાં બનેલા હોય છે અથવા ન તે તેમનું ગ્રહણ, વિદારણ છેદન ભેદન વગેરે થઈ શકે છે.
અથવા જે સ્થૂળ છે તે ઉદાર કહેવાય છે ચેડાં પ્રદેશથી બનેલું હોવા છતાં પણ આ મોટું હોય છે અથવા ઉદારને અર્થ પ્રધાન પણ થાય છે. પ્રધાન એ માટે કે આ શરીર દ્વારા સકલ સંયમ, તીર્થકરત્વ, મુક્તિ વગેરેની પ્રાપ્તિ થઈ શકે છે અથવા તે ભીંડાની જેમ પિલું હોવાથી પણ આને ઉદાર કહેવામાં આવે છે. ઉદારને અર્થ ઉંચો પણ થાય છે–આ શરીર મોટા પરિણામ (પરિમાણુ) વાળું હોય છે અથવા ઉદાર અર્થાત્ પુષ્ટ, કારણકે તે વીર્ય-લેહીથી યુકત છે. ક્ષણે ક્ષણે તેની વૃદ્ધિ થાય છે. ઉદારને અર્થ મેટો પણ થાય છે કેમકે તે એક હજાર પેજ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૬ ૨