________________
ગુજરાતી અનુવાદ
દ્રવ્યેન્દ્રિયનું નિરૂપણ સૂ. ૨૦
અર્થાત્ ઇન્દ્રિયાથી જન્મતાં નથી. આ આશંકાનું સમાધાન આ છે કે એવા કોઈ નિયમનથી કે બધા ઉપયેગ નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયથી જ ઉત્પન્ન થાય પરંતુ એક મતિજ્ઞાનના ઉપયોગ થાય છે. તે ઉપયેગ–પ્રાણિઘાત રૂપ વ્યાપાર વિશેષ છે.
પ્રજ્ઞાપનાસૂત્રના ૧૫માં ઇન્દ્રિયપદના બીજા ઉદ્દેશ્યમાં કહ્યું છે
પ્રશ્ન——ભગવાન્ ! ઇન્દ્રિયલબ્ધિ કેટલા પ્રકારની છે ?
33
ઉત્તર-ગૌતમ ! પાંચ પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ કહી છે, જેમ કે- સ્પર્શનેન્દ્રિયલબ્ધિ, જીવૅન્દ્રિયલબ્ધિ ઘ્રાણેન્દ્રિયલબ્ધિ, ચક્ષુરિન્દ્રિયલબ્ધિ, શ્રેત્રેન્દ્રિયલબ્ધિ.
પ્રશ્ન——ભગવાન ! ઇન્દ્રિયઉપયેાગદ્વારના કેટલા પ્રકાર છે ?
ઉત્તર——ગૌતમ ! પાંચ પ્રકારના છે—શ્રેત્રેન્દ્રિય–ઉપયેગદ્ધા-સ્પર્શનેન્દ્રિય ઉપયે ગદ્ધા ।।૧૯।ા 'दुवि दविदियं निवत्ति उवगरणं च '
દ્રવ્યેન્દ્રિય પ્રકારની છે–નિવૃત્તિ અને ઉપકરણ ! ૨૦ ॥
તત્વાથ દીપિકા—ભાવેન્દ્રિયના બે ભેદ કહેવાઈગયા હવે દ્રવ્યેન્દ્રિયની પ્રરૂપણા કરવા માટે કહે છે-દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે-નિવૃત્તિ અને ઉપકરણ વિભિન્ન ઇન્દ્રિયાના જુદા જુદા આકારનું ઉત્પન્ન થવું નિવૃત્તિરૂપ ઇન્દ્રિયને નિવૃત્તિ ઇન્દ્રિય કહે છે. નિવૃત્તિ બે પ્રકારની હાય છે—આભ્યંતર અને બાહ્ય. ધનરૂપ વ્યવહારઆંગળના અસંખ્યાતમાં ભાગ પરિમિત, આંખ વગેરે ઇન્દ્રિયાનાં આકારમાં સ્થિત શુદ્ધ જીવપ્રદેશની આભ્યંતરવૃત્તિથી યુક્ત આભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય કહેવાય છે. તે આત્મપ્રદેશામાં જે ઇન્દ્રિય કહેવાય છે નામકર્મના ઉદયથી ઉત્પન્ન અવસ્થા વિશેષરૂપ નિયત આકારવાળા પુદ્ગલાના સમૂહ બાહ્યનિવૃત્તિ છે. આશય એ છે કે શ્રેત્ર વગેરે ઇન્દ્રિયાના–આકારમાં પુદ્ગલાની જે રચના છે તે ખાદ્યનિવૃત્તિ કહેવાય છે. આ રચના નામકર્મના ઉદયથી થાય છે.
જે ઉપકાર કરે છે તેને ઉપકરણ કહે છે. અભિપ્રાય એવા છે કે નિવૃત્તિ ઇન્દ્રિયના ઉપકાર કરનારને ઉપકરણેન્દ્રિય કહે છે. ઉપકરણના પણ બે ભેદ છે-આભ્યંતર અને બાહ્ય. આંખને કાળા તથા ઘેાળા જે ડાળેા છે તે-આભ્યંતર ઉપકરણ છે અને ભ્રમર તથા પાંપણ વગેરે માહ્ય ઉપકરણ છે. એવી રીતે આ બન્ને નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયા પૌદ્ગલિક છે અને પૂર્વકત ભાવ ઇન્દ્રિયની સહાયક હાય છે. એમને દ્રવ્યેન્દ્રિય કહેવાનું કારણ એ છે કે આત્મપરિણામ રૂપ ઉપયેગ ભાવેન્દ્રિયને મદદ કરવામાં સમથ છે તેમજ દ્રવ્ય છે.
મૂળગુણ નિન્તના નિવૃત્તિને નિવૃત્તિ-દ્રવ્યેન્દ્રિય કહે છે. તે અંગેાપાંગનામક દ્વારા ઉત્પન્ન થાય છે, ઉપયાગ રૂપ ભાવેન્દ્રિયનુ છિદ્ર છે. કવિશેષ દ્વારા સંસ્કૃત શરીરને પ્રદેશ રૂપ છે તથા નિર્માણુનામકમ તથા અંગેાપાંગકર્મીની નિમિત્ત હાય છે.
બંને પ્રકારની ઉપકરણેન્દ્રિય શ્રેત્રેન્દ્રિય વગેરે નામની નિવૃત્તિદ્રવ્યેન્દ્રિયની અનુપધાત તથા અનુગ્રહ દ્વારા ઉપકારક હેાય છે. અર્થાત્ ઉપકરણેન્દ્રિય, નિવૃત્તિ ઇન્દ્રિયના ઉપઘાત ન થઈ જાય તેમજ અનુગ્રહ થાય, એ રૂપે સહાયક હેાય છે. ॥ ૨૦ ॥
તત્વા નિયુકિત—પૂર્વ સૂત્રમાં ભાવેન્દ્રિયના બે ભેદ કહેવાઈ ગયા હવે દ્રવ્યેન્દ્રિયાના ભેદાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-દ્રવ્યેન્દ્રિય બે પ્રકારની છે-નિવૃત્તિ અને ઉપકરણ
૫
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૩૩