________________
ગુજરાતી અનુવાદ અ. ૫ વિભાજીત સાતક્ષેત્રોની પ્રરૂપણ સૂ. ૨૨ ૩૦૫
(૨) ઉપર ઉત્તર દિશામાં શિખરિ, શિખરિ નામક પર્વતથી ઉત્તરમાં અને ત્રણ સમુદ્રોની મધ્યમાં અરવત છે તેના પણ વૈતાઢ્ય પર્વત અને રક્તા તથા રક્તદા નામની નદિઓથી ભાગ પડી જવાના કારણે છ ખન્ડ થઈ ગયા છે.
(૩શુદ્રહિમવાન પર્વતથી ઉત્તરમાં અને મહાહિમવાનું પર્વતથી દક્ષિણમાં હૈમવત નામક વર્ષ અવસ્થિત છે. તેની પૂર્વ અને પશ્ચિમમાં લવણસમુદ્ર છે.
(૪) રુકિમ પર્વતથી ઉત્તરમાં અને શિખરિપર્વતથી દક્ષિણમાં હેરણ્યવત નામક વર્ષ છે તેની પૂર્વ અને પશ્ચિમમાં લવણસમુદ્ર છે.
(૫) નિષધ પર્વતથી દક્ષિણમાં અને મહાહિમવાન પર્વતથી ઉત્તરમાં હરિવર્ષ છે એની પૂર્વ તથા પશ્ચિમમાં પણ લવણસમુદ્ર છે.
(૬) નીલ પર્વતથી ઉત્તરમાં અને રુકિમ પર્વતથી દક્ષિણમાં પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની મધ્યમાં રમ્યકવર્ષ છે.
(૭) નિષેધપર્વતથી ઉત્તરમાં અને નીલ પર્વતથી દક્ષિણમાં પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રની વચ્ચે મહાવિદેહવર્ષ અવસ્થિત છે ૨૨.
તત્વાર્થનિયતિ–આની પહેલા જમ્બુદ્વીપના સ્વરૂપની લંબાઈ-પહોળાઈ આદિનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે તેજ જમ્બુદ્વીપમાં પછીથી કહેવામાં આવનારા છ વર્ષધર પર્વતેના કારણે વિભાજિત થયેલા સાત ક્ષેત્રની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ–
પૂર્વોક્ત સ્વરૂપવાળા જમ્બુદ્વીપમાં ભરત. હૈમવત, હરિવાસ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત નામક સાત વર્ષ ક્ષેત્ર છે. આ રીતે ભરતવર્ષ, હૈમવતવર્ષ, હરિવર્ષ, મહાવિદેહવર્ષ, રમ્યકવર્ષ. હૈરવતવર્ષ અને અરવતર્ષ નામના સાતવર્ષ છે. આ સાતે વર્ષ (ક્ષેત્રે) જમ્બુદ્વીપના જ એક વિશિષ્ટ સીમાવાળે વિભાગ છે, સ્વતંત્ર દ્વીપ નથી. જગતની સ્થિતિ અનાદિકાલીન છે આથી તેમની સંજ્ઞા પણ અનાદિકાલીન સમજવી ઘટે.
અથવા ભરત નામક દેવના નિવાસના સમ્બન્ધથી તે ક્ષેત્ર પણ ભરત અથવા ભારત કહેવાય છે. જે ક્ષેત્ર હિમવાન પર્વતથી દૂર નથી–નજીકમાં છે તે હૈમવત કહેવાય છે. હરિ અને મહાવિદેહ પંચાલની જેમ સમજી લેવા જે ક્ષેત્ર રમ્ય (રમણીય) હોય તે રમ્યક અહીં સ્વાર્થમાં કનિદ્ પ્રત્યય લાગે છે. હૈરણ્યવત દેવનું નિવાસ હોવાના કારણે તે ક્ષેત્ર પણ હૈરણ્યવત કહેવાય છે. અરવત ક્ષેત્રનું નામ પણ આ પ્રમાણે સમજવું.
આ સાતે વર્ષ ક્ષેત્ર પણ કહેવાય છે. વર્ષધર પર્વતની નજીક હોવાથી તેમને વર્ષ કહે છે અને મનુષ્ય વગેરેના નિવાસ હોવાથી તેમને ક્ષેત્ર પણ કહે છે ક્ષિાપત્તિ અર્થાત નિવાસ કરે છે પ્રાણી જેમાં–તે ક્ષેત્ર આવી ક્ષેત્ર શબ્દની વ્યુત્પત્તિ છે.
આ સાત વર્ષોમાં ભરતથી ઉત્તરમાં હૈમવત છે, હૈમવતથી ઉત્તરમાં હરિવર્ષ છે. હરિ. વર્ષથી ઉત્તરમાં મહાવિદેહવર્ષ છે, મહાવિદેહથી ઉત્તરમાં રમ્યકવર્ષ છે, રમ્યકવર્ષથી ઉત્તરમાં હેરણ્યવતવર્ષ છે અને હૈરણ્યવતવર્ષથી ઉત્તરમાં અરવતવર્ષ છે.
૩૯
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૩૦૫