________________
ગુજરાતી અનુવાદ અ. ૫ નારકાવાસના આકારાદિનું નિરૂપણ સૂ૦ ૧૬ ૨૫
તે નરકાવાસ અંદર ગેળ, બહાર ચાર ખુણીઆ અને નીચે ખુરપાં જેવા આકારવાળા હોય છે. સુર નામનું એક અસ્ત્ર છે જે છેદન કરવાના કામમાં આવે છે તેને જે પ્રતિપૂર્ણ કરે તેને “ક્ષુપ્રિ કહેવામાં આવે છે. આ નામનું એક વિશેષ અસ્ત્ર હોય છે. જેનો આકાર ધુરમ જે હોય તેને સુરપ્રસંસ્થાન કહે છે.
બીજા કયા પ્રકારના નરક હોય છે ? તે કહે છે-નરક નિત્ય અન્ધકારમય છે અર્થાત્ ત્યાં ઉપર, નીચે, મધ્યે સર્વત્ર અનન્ત અને અત્યન્ત ભયાનક અન્ધકાર જ અન્ધકાર ફેલાયેલો રહે છે અને તે હમેશને માટે પથરાયેલો જ હોય છે સૂત્રમાં પ્રયુક્ત “આદિ શબ્દથી નરકેના અન્ય વિશેષણ પણ ધ્યાનમાં રાખી લેવા. ૧૬
તવાર્થનિયુકિત–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું કે સાતે પૃથ્વિની અંદર જે નરક છે તેમાં રહેનારા નારકોને ત્રણ પ્રકારના દુઃખ થાય છે. પરસ્પરમાં ઉદીરિત દુઃખ નરકક્ષેત્રના પ્રભાવથી ઉત્પન્ન થનારું દુઃખ અને ત્રીજી પૃવિ સુધી પરમધાર્મિક અસુરો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા દુઃખ એ પણ પ્રતિપાદન કરવામાં આવ્યું કે ચોથી પ્રષ્યિથી લઈને સાતમી પૃથ્વિ સુધી પરસ્પર ઉત્પન્ન કરવામાં આવેલા અને ક્ષેત્ર સ્વભાવથી ઉત્પન્ન દુઃખ જ હોય છે.
હવે નરકનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
પૂર્વોકત રત્નપ્રભા આદિ સાત પૃથ્વિમાં સ્થિત નરક અંદરથી ગોળાકાર બહારથી ચૌકોર અર્થાત્ સમચતુષ્કોણુ અને નીચેના ભાગમાં સુરક અર્થાત્ ખુરપાના જેવા આકારના હોય છે. ક્ષર, એક નાનુ અસ્ત્ર છે જે છેદન કરવાના ઉપાગમાં આવે છે. ત્યાં નિરન્તર ઘર અન્ધકાર પથરાયેલો રહે છે.
સૂત્રમાં આપવામાં આવેલાં ‘આદિ પદથી નરકેના અન્ય અન્ય વિશેષણ સમજી લેવા જોઈએ. તે પૈકી કેટલાંક આ પ્રકારે છે–નરક ચન્દ્ર સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાએની પ્રભાથી રહિત હોય છે. અર્થાત્ ત્યાં ન તો સૂર્ય-ચન્દ્રમાં છે; નથી ગ્રહ-નક્ષત્ર અથવા તારા આ બધાં જ્યોતિષ્ઠ મધ્યલકમાં હોય છે. નરકોમાં એમની ગેરહાજરી હોવાથી સદૈવ ગાઢ અન્ધકાર પ્રસરેલો રહે છે.
આ સિવાય નરક કેવા હોય છે—તેમના તળ ભાગ મેદથી અર્થાત્ ચરબીથી જે શુદ્ધ માંસના સ્નેહરૂપ હોય છે. પૂયપટલ અર્થાત્ દૂષિત લેહીને ગઠ્ઠો જેને મવાદ પણ કહે છે, રધિર અર્થાતુ લેહી, માંસ, ચિખલ અર્થાત્ કાદવ તથા વાળ, હાડકાં અને ચામડી વગેરે અપવિત્ર પદાર્થોથી વ્યાપ્ત હોય છે. તેઓ અત્યન્ત અશુચિ, ભયાનક, ગંદા, માથું કાટી જાય એવી દુર્ગન્ધથી વ્યાપ્ત, કાપત અગ્નિ જેવા રંગવાળા. ખરબચડાં સ્પર્શ વાળા, દસહ અને અશુભ હોય છે. આવા નરકોમાં વેદનાએ પણ અશુભ જ હોય છે. પ્રજ્ઞાપના સૂત્રનાં બીજા પદમાં નરકના પ્રકરણમાં કહ્યું છે-તે નરક અંદરથી ગોળાકાર બહારથી સમચતુષ્કોણ અને હેઠળથી ખુરપાના આકારના હોય છે તેમાં સર્વદા અન્ધકાર છવાયેલા રહે છે. ગ્રહ, સૂર્ય, ચન્દ્ર તથા નક્ષત્ર—એ જ્યોતિષ્કની પ્રભાથી રહિત હોય છે. મેદ, ચરબી, મવાદના સમૂહ, રુધિર માંસ તથા કાદવ અથવા રુધિર માંસ આદિના કાદવથી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૨૯૫