________________
તત્ત્વાર્થ સૂત્રના
આવી રીતે પૂર્વોક્ત સ્વરૂપવાળા નરકામાં નારક જીવાનાં દુઃખ પણ ત્રણ પ્રકારનાં હાય છે—નારકા દ્વારા એકબીજાને અપાતાં દુ:ખ (૨) નરક ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારાં દુ:ખ (૩) ત્રીજી પૃથ્વિ સુધી સક્લેશ પરિપૂણ-અસુરા દ્વારા ઉત્પન્ન કરનારા દુઃખ આથી એ પણ સાબિત થયું કે ચેાથી વગેરે પછીની પૃથ્વિએમાં બે જ પ્રકારનાં દુઃખ હાય છે. આપસમાં ઉત્પન્ન કરેલા અને ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારાં.
૨૯૪
પ્રશ્ન થઈ શકે છે કે અમ્બ, અમ્બરીષ આદિ પરમાધામિઁક દેવ નારકાને જે પૂર્વોક્ત વેદનાઓ ઉત્પન્ન કરે છે તેનું કારણ શું છે ? આનું સમાધાન એ છે કે તે અસુર સ્વભાવગત જ પાકમાં નિરત હાય છે અને એ કારણે જ તેઓ આ જાતની પ્રવૃત્તિ કર્યા કરે છે જેવી રીતે-ઘેાડા, ભેંસ, સુવર, ઘેટાં, કુકડાં, ખત અને લાવક પક્ષિઓને તથા મલ્લ્લાને પરસ્પર લઢતા જોઈ ને રાગ-દ્વેષથી યુક્ત તથા પાપાનુષંધી પુણ્યવાળા મનુષ્યાને ઘણી ખુશી ઉપજે છે તેવી જ રીતે અમ્બ, અમ્બરીષ આદિ અસુર પરસ્પર યુદ્ધમાં ગરકાવ નારકાને લઢતા જોઈને, તેમના દુઃખા જોઈ ને, આપસમાં એકબીજા ઉપર હુમલાં કરતાં જોઈને ઘણાં પ્રસન્ન થાય છે. દુષ્ટ મનેાભાવનાવાળા તે અસુર તેમને આવી અવસ્થામાં જોઈને અટ્ટહાસ્ય કરે છે અને માટેથી સિહનાદ કરે છે. જો કે આ અમ્બ, અમ્બરીષ વગેરે દેવ છે અને તેમની પ્રસન્નતા તથા સન્તુષ્ટિના બીજા અનેક સાધન વિદ્યમાન હાવા છતાં પણ માયાનિમિત્તક મિથ્યાદર્શન શક્ય અને તીવ્ર કષાયના ઉદ્દયથી પીડિત, ભાવપૂર્વક દાષાની આલેાચનાથી રહિત પાપાનુબન્ધી પુણ્યકમ ખાલતપનું ફળ જ એવું છે કે તેએ આવી જાતના કૃત્યા કરીને અને જોઈ ને પ્રસન્નતા સપાદન કરે છે. પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેના અન્ય અન્ય સાધન વિદ્યમાન હેાંવા છતાં પણ અશુભ ભાવ જ તેમની પ્રસન્નતાના કારણ હાય છે.
આવી રીતે અપ્રીતિજનક, અત્યન્ત તીવ્ર દુઃખ નિરન્તર અનુભવ કરતા થકાં પણ અને મૃત્યુની કામના કરતા થકાં પણ કર્મ દ્વારા નિર્ધારિત આયુષ્યવાળા તે નારક જીવાનું અકાળે મૃત્યુ થતું નથી ! તેમના માટે ત્યાં કઈ આશ્રય પણ નથી અગર ન તે તે નરકમાંથી નીકળીને અન્યત્ર કેાઈ જગ્યાએ જઈ શકે છે. કના ઉદ્દયથી સળગાવેલાં ફાડી નાખેલા છિન્ન-ભિન્ન કરી નાખેલાં અને ક્ષત-વિક્ષત કરેલાં શરીર પણ ફરીવાર તુરન્ત જ પાણીમાં રહેલાં દRsરાજિની માફ્ક પરિપૂર્ણ થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે નારક જીવેા નરકામાં ત્રણ પ્રકારના દુઃખાને અનુભવ કરે છે. ૧પપ્પા ‘તે નવા અંતે વટ્ટા, વારૢિ ચકરવા, ઇત્યાદિ
સૂત્રા—તે નરકાવાસ અન્દર ગાળાકાર, બહાર ચેરસ, ખુરપા જેવા આકારવાળા તથા સદૈવ અન્ધકારથી છવાયેલાં હાય છે।૧૬।।
તત્વાથ દીપિકા—અગાઉના સૂત્રોમાં નિરૂપણ કરવામાં આવ્યું કે નરકામાં નરક જીવાને આપસમાં ઉત્પન્ન કરેલાં, ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારા અને પરમધામિક નામના સ`કિલષ્ટ અસુરા દ્વારા ઉદીરિત, એમ ત્રણ પ્રકારના દુ:ખ થાય છે. હવે નરકાવાસના આકાર આદિ બતાવવા માટે કહીએ છીએ.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૯૪