________________
ત્રસજીવોનું નિરૂપણ સૂ. ૧૦
૧૫ તત્વાર્થનિર્યુક્તિ–પૂર્વોક્ત ત્રસજીવના ભેદ કહીને હવે તેનું વિગતવાર રૂપથી પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે. ત્રણ અર્થાત્ બે, ત્રણ ચાર પાંચ ઇન્દ્રિયવાળા જીવ અનેક પ્રકારના છે. જેમકે–અન્ડજ પિતજ જરાયુજ, રસજ, સંસ્વેદજ સંમૂછિમ ઉભિજજ, અને ઔપપાતિકઆગળ ઉપર કહેવામાં આવનાર ગર્ભથી, સમૂછિમ અને ઉપપાત–આ ત્રણ પ્રકારનાં જન્મપૈકી અન્ડજ, તિજ, જરાયુજ જીવને ગર્ભથી જન્મ થાય છે.
સાપ ઘે ગરોળી, મચ્છ, કાચ, શિશુમાર વગેરે તથા હંસ, પોપટ, ગીધ, બાજ, કબૂતર, કાગડે મેર, જળકુકડી, બગલે, બતક મેના વગેરે અન્ડજ જીવો છે.
હાથી, કુતરો, બિલાડી, સસલું, નેળિયે, ઉંદર, વાગોળ ઘૂવડ તથા ભારંડ પક્ષી તથા વિરાલ વગેરે પિતજ છે.
મનુષ્ય, ગાય, ભેંસ, બકરી ઘેટું, ઉંટ, હરણ, ચમરીગાય, સૂવર, સિંહ, વાઘ, દીપડે, કુતરે, ગીધ, બીલાડે, વગેરે જરાયુજ છે. આ અંડજ, પિતજ અને જરાયુજ જીને ગર્ભ જન્મ થાય છે.
બગડી ગયેલા દુધ વગેરે રસમાં ઉત્પન્ન થનાર કૃમિ વગેરે રસજ કહેવાય છે. માકડ વિગેરે જે પરસેવાથી ઉત્પન્ન થાય છે તેથી તેને સંવેદજ કહે છે. માતા-પિતાના સંગ વગર જ ઉત્પન્ન થાય છે તેમજ જેઓ ગર્ભથી ભિન્ન હોય છે, તે સમૂછિમ છે. પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનારા જીવ ઉભિજજ કહેવાય છે. નારક, ભવનપતિ વાણવ્યંતર, જતિષ્ક વૈમાનિક વિગેરે સિદ્ધોને છેડીને બીજા તમામ ઔપપાતિક કહેવાય છે. આ સઘળાં ત્રસ છે. સિદ્ધ ભગવાન નથી ત્રસ કે નથી સ્થાવર બેઈન્દ્રિય વગેરે તિર્યંચ અને કેટલાક મનુષ્ય સમૂછિમ હોય છે.
ગર્ભને લપેટનાર ચામડાની પાતળી કેથળીને જડ-જેર કહે છે તેથી ઉત્પન્ન થનારા જીવ જરાયુજ કહેવાય છે. પિતને અર્થ થાય છે. શાવક જે જરાયુથી ઢંકાયેલા હતા નથી તેમજ જન્મતાની સાથે જ ચાલવા-ફરવા લાગે છે. તે જીવ પોતજ છે.
જે પક્ષી તથા સાપ વગેરે ઈડામાં પેદા થાય છે તે અન્ડજ કહેવાય છે. જેઓ પોત રૂપ જ જન્મ લે છે, જરાયુથી ઢંકાયેલા નથી જન્મતા, નિથી બહાર આવતા જ ચાલવા-ફરવા લાગે છે તેવા હાથી વગેરે પિતજ કહેવાય છે.
અથવા પિતને અર્થ છે ચામડું, તેનાથી વિટાયેલા હોય છે. આથી પિત અર્થાત્ ગર્ભના ઢંકાયેલી ચામડીથી જુદા પડવાના કારણે કપડાથી લે છેલા શરીરથી જે પેદા થાય છે. તે પિતજ કહેવાય છે.
જે જરા પ્રાપ્ત કરે તે જરાયુ છે. અર્થાત્ ગર્ભને લપેટવાવાળી ચામડી તેનાથી જન્મ લેનાર મનુષ્ય, ગાય, ભેંસ વગેરે જરાયુજ કહેવાય છે.
રસ અર્થાત્ દારૂ અગર વિકૃત મીઠાં રસ વગેરેમાં જન્મનાર જીવ રસજ કહેવાય છે. હૈમકોષમાં કહ્યું છે–દારૂનેકીડો રસજ કહેવાય છે. પરસેવાથી ઉત્પન્ન થનાર જૂ, લીખ, માંકડ વગેરે સંસ્વેદજ કહેવાય છે.
જે જીવ માત-પિતાના સાગ વગર જ પેદા થાય છે. તે અમનસ્ક જીવ સંમૂર્ણિમ છે. અથવા આમ તેમથી શરીરનું બની જવું અ ને સંગ થઈ જ “મૂચ્છન’ કહેવાય
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૫