________________
પંચમ અધ્યાય 'अनुभकम्मे पावे' સૂત્રાર્થ અશુભ કર્મ પાપ કહેવાય છે કે ૧
તવાર્થદીપિકા–ચતુર્થ અધ્યાયમાં ક્રમપ્રાપ્ત પુણ્યતત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે અનુક્રમથી આવતા પાતત્ત્વનું વિવેચન સદરહુ પાંચમાં અધ્યાયમાં કરવામાં આવશે. સર્વ પ્રથમ પાપતત્ત્વનું લક્ષણ કહીએ છીએ.
અશુભ અર્થાત અકુશળ અથવા પીડાકારી કર્મને પાંપ કહે છે. પાપના અઢાર ભેદ છે તે આ મુજબ છે –(૧) પ્રાણાતિપાત (૨) મૃષાવાદ (૩) અદત્તાદાન (૪) મૈથુન (૫) પરિગ્રહ (૬) કંધ (૭) માન (૮) માયા (૯) લેભ (૧૦) રાગ (૧૧) છેષ (૧૨) કલહ (૧૩) અભ્યાખ્યાન (૧૪) પૈશુન્ય (૧૫) પર પરિવાદ (૧૬) રતિ–અરતિ (૧૭) અષામૃષા અને (૧૮) મિથ્યાદર્શનશલ્ય છે ૧છે
તવાર્થનિર્યુકિત-જીવ અજીવ આદિ નવ તત્વે પૈકી પહેલાના ચાર અધ્યાયમાં ક્રમથી જીવ, અજવ, બન્ધ અને પુણ્ય તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે કમ પ્રાપ્ત પાંચમાં પાપ તત્ત્વનું વિવેચન કરવા માટે પાંચમો અધ્યાય શરૂ કરવામાં આવે છે. તેનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે –“ગુમ ઘરે
અશુભ અર્થાત અકુશળ કર્મ પાપ કહેવાય છે. પાપ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છેપં–પંકિલ અર્થાત્ મલિનતાને માપથતિ-જે પ્રાપ્ત કરાવે છે તે પાપ અથવા પં-ક્ષેમને, આ—બધી તરફથી, સંપૂર્ણ રીતે જે, પતિ-પી જાય છે-નાશ કરી નાખે છે તે પાપ અથવા પાનં–પા અર્થાત્ પ્રાણિઓના આત્માનન્દરસના પાનને જે આનોરિ–ગ્રહણ કરી લે છે અર્થાત જેના કારણે જીવ આત્માનન્દના રસપાનથી વંચિત થઈ જાય છે તેને પાપ કહે છે અથવા નરક આદિ દુર્ગતિએને જે પ્રાપ્ત કરે છે તે પાપ કહેવાય છે અથવા આત્માને કર્મ-રજથી જે જરાયતિ–મલીન કરે છે. તે પાપ છે.
પાપ અઢાર પ્રકારના છે–(૧) પ્રાણાતિપાત (૨) મૃષાવાદ (૩) તેય (૪) અબ્રહ્મચર્ય (૫) પરિગ્રહ (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લેભ (૧૦) રાગ (૧૧) શ્રેષ (૧૨) કલહ (૧૩) અભ્યાખ્યાન (૧૪) પૈશૂન્ય (૧૫) પર પરિવાદ (૧૬) રતિ-અરતિ (૧૭) માયામૃષા અને (૧૭) મિથ્યાદર્શનશલ્ય. એમના અર્થ નીચે મુજબ છે.
(૧) પ્રાણાતિપાત –પ્રાણનો નાશ કરે. (૨) મૃષાવાદ :–અસત્ય ભાષણ કરવું (૩) તેય—અદત્તાદાન –ચેરી (૪) અબ્રહ્મચર્ય :–મૈથુન-કુશીલ (પ) પરિગ્રહ : મમત્વ, તૃષ્ણા (૬) ક્રાધ :-મનમાં બળવું
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૨૬૮