________________
તત્ત્વાર્થ સૂત્રના
૨૬૬
ઉત્તર વૈક્રિય અર્થાત્ કદી કદી વિક્રિયા લબ્ધિથી બનાવવામાં આવનારા શરીરની અવગાહના, તેમના ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની હાય છે. ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના આંગળીના સ`ખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ ચેાજનની હાય છે.
એવી જ રીતે સ્તનિતકુમારા સુધી સમજવુ. સામાન્ય રૂપથી વાનવ્યન્તાની જયાતિષ્કાની તથા સૌધમ અને ઇશાન દેવાની અવગાહના પણ પૂર્વકિત જ છે. અશ્રુત કલ્પ સુધીના દેવાના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહુના આવી જ રીતે અર્થાત્ એક લાખ યેાજનની છે. સનત્ક્રુમાર કલ્પના દેવાના ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ છ હાથની છે. માહેન્દ્ર કલ્પમાં પણ એટલી જ અવગાહના છે. બ્રહ્મલોક અને લાન્તક કલ્પામાં પાંચ હાથની મહાશુક્ર અને સહસ્રાર કલ્પમાં ચાર હાથની તથા આનત પ્રાણત આરણુ અને અચ્યુત કલ્પમાં ત્રણ હાથની અવગાહના હાય છે.
પ્રશ્ન—ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક પચેન્દ્રિય દેવાના વૈક્રિય શરીરની અવગાહના કેટલી માટી છે?
ઉત્તર—ગૌતમ ! ત્રૈવેયક દેવામાં એક ભવધારણીય શરીરની અવગાહના હાય છે. (ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના હેાતી નથી કારણ કે તે દેવ ઉત્તર વૈક્રિય શરીર બનાવતાં નથીતેમનામાં એવી ઉત્સુકતા-ઉત્કંઠા હાતી નથી.) ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના આંગળીના અસ`ખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ એ હાથની હાય છે. અનુત્તર વિમાનાના દેવાના વિષયમાં પણ આવું જ સમજવાનું છે અર્થાત્ તેમનામાં પણ ભવધારણીય શરીરની જ અવગાડુના હાય છે અને તે એક હાથની જ હેાય છે. ઉત્તર વૈકિય શરીર તેએ પણ મનાવતા નથી. પ્રજ્ઞાપના સૂત્રના ૩૩ માં અધિપદમાં કહ્યુ છે—
!
પ્રશ્ન—ભગવન્ ! અસુરકુમાર અવધિજ્ઞાન દ્વારા કેટલાં ક્ષેત્રને જાણે દેખે છે? ઉત્તર—ગૌતમ જઘન્ય પચીસ યેાજન, ઉત્કૃષ્ટ અસ`ખ્યાત દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે—જીવે છે. નાગકુમાર્ અવધિજ્ઞાનથી જઘન્ય પચીસ ચેાજન અને ઉત્કૃષ્ટ-સ×ખ્યાત દ્વીપસમુદ્રાને જાણે-જીવે છે. એજ રીતે સ્તનિતકુમારાની સુધી સમજવું. વાનન્યન્તર નાગકુમારેાની માક જાણે જુએ છે,
પ્રશ્ન—ભગવન્ ! જ્યાતિષ્ઠ દેવ અવધિ જ્ઞાનથી કેટલાં ક્ષેત્રને જાણે–જુવે છે?
ઉત્તર-ગૌતમ ! જધન્યથી સંખ્યાત દ્વીપ સમુદ્રાને અને ઉત્કૃષ્ટથી પણુ સખ્યાત દ્વીપ સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે દેખે છે.
પ્રશ્ન—સૌધમ કલ્પના દેવ અધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જીવે છે ?
ઉત્તર-ગૌતમ ! જઘન્ય આંગળીના અસ`ખ્યાતમાં ભાગને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીના નીચલા અંતિમ ભાગ સુધી, તિર્થં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી, ઉપર પાતપેાતાના વિમાના સુધી અવધજ્ઞાન દ્વારા જાણે જુવે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૬ ૬