________________
ગુજરાતી અનુવાદ. અ. ૪. ભવન પતિદેવના દસ-ભેદનું કથન સૂ. ૧૭ ૨૪૩
અસુરકુમાર અસુરકુમારાવાસમાં નિવાસ કરે છે. તેમના આ વાસ વિશાળ મંડળવાળા અને વિવિધ પ્રકારના રત્નોના તેજથી ચમકીલા હોય છે. પ્રાયઃ અસુરકુમાર આવા આ વાસમાં રહે છે અને કદાચિત ભવનમાં પણ નિવાસ કરે છે.
નાગકુમાર આદિ પ્રાયઃ ભવનમાં જ રહે છે અને જુદા જુદા વાસમાં રહે છે. આ ભવનો બહાર ગળાકાર અને અંદર ચરસ હોય છે. હેઠળથી કમળની પાંદડી જેવા હોય છે આ આવાસ અને ભવન કયાં હોય છે એવી જિજ્ઞાસાં થવા પર કહીએ છીએ--
એક હજાર જન અવગાહવાળા મહામન્દર :૫ર્વતથી દક્ષિણ દિશામાં મળે ઘણી બધી ક્રોડાકોડી લાખ યોજનામાં આવાસ હોય છે. ભવન દક્ષિણાર્ધના અધિપતિ ચમરઈન્દ્ર આદિના તથા ઉત્તરાર્ધના અધિપતિ બલિ વગેરે અસુરને લાયક હોય છે. હકીકતમાં તે એક લાખ એંશી હજાર યોજન મટી રત્નપ્રભા પૃથ્વીના એક–એક હજાર ઉપરના તથા નીચેના ભાગને છોડી દઈને એકલાખ ઈશેતેર હજાર જનેમાં ફૂલૅની માફક પથરાયેલાં આવાસ હોય છે. ભવન સમતલ ભૂમિભાગથી ચાલીશ હજાર જન નીચે ગયા પાછી શરૂ થાય છે.
આ અસુરકુમાર આદિના નામકર્મના નિયમ અનુસાર અને ભવનના કારણથી પિતપોતાની જાતિમાં નિયતવિક્રિયા થાય છે. અંગોપાંગ નામકર્મના ઉદયથી, અને નિર્માણ નામકર્મના ઉદયથી, પ્રત્યેક જાતિમાં અલગ અલગ વિક્રિયાઓ થાય છે.
અસુરકુમાર ગંભીર આશયવાળા, હૃષ્ટપુષ્ટ શરીરવાળા, શ્રીમન્ત, સુન્દર સમસ્ત અંગોપાંગવાળા, પીળા રંગવાળા, સ્થૂળ શરીરવાળા, રત્નજડિત મુગુટથી શેભાયમાન અને રાખડીના ચિનથી યુક્ત હોય છે. અસુરકુમારને આ બધાં નામકર્મના ઉદયથી સાંપડે છે.
- નાગકુમારોના માથા અને મોઢાં અધિક સુન્દર હોય છે. તેઓ પાÇવણી કમળ તથા લલિત ગતિવાળા અને માથા ઉપર સર્પના ચિહ્નથી યુક્ત હોય છે.
સુવર્ણકુમારોની ડોક અને વક્ષસ્થળ વધારે સુન્દર હોય છે. સોનેરી રંગવાળા સુન્દર હોય છે તેમના મુગટ પર ગરૂડનું ચિહ્ન હોય છે.
વિધમાર સ્નિગ્ધ (ચિકણા) દેદીપ્યમાન રકતવર્ણવાળા, સુન્દર અને વજાના ચિહુનયુકત હોય છે.
અગ્નિકુમાર માન, ઉન્માન અને પ્રમાણથી યુક્ત ભાસ્વર, સુન્દર, રકતવર્ણ અને પૂર્ણ કલશના ચિનથી યુક્ત હોય છે.
દ્વીપકુમાર વક્ષ, ખભે, હાથ અને ભુજાના અગ્ર ભાગમાં અધિક સુન્દર હોય છે, રક્ત વર્ણ, સલૌના હોય છે અને સિંહના ચિનથી યુક્ત હોય છે.
ઉધિકુમારની જાંઘ અને કમરને ભાગ ઘણે સુન્દર હોય છે. પાન્ડવણી હોય છે. ઘોડો તેમનું ચિહ્ન છે.
દિશાકુમારોની જા તથા પગને અગ્રભાગ અધિક સુન્દર હોય છે. તેઓ સોનેરી વર્ણવાળા અને હાથીના ચિહ્નવાળા હોય છે. વાયુકુમાર સ્થિર, સ્થળ અને ગેળા ગાવાળા, આગળ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૨૪૩