________________
૨૩૮
તત્ત્વાર્થસૂત્રને અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. આવી રીતે આ શરીર આયુષ્યની સમાપ્તિ પર્યન્ત અનિત્ય છે ત્યાર પછી ક્રોધથી, અગ્નિથી કુતરા અથવા ગીધડાં વગેરે પક્ષીઓના નિમિત્તથી, પવન તથા તાપથી સુકાઈ જઈને શરીરના આકારમાં પરિણત થયેલા પુદ્ગલસ્કન્ધ છિન્ન ભિન્ન થઈ જાય છે. અને છિન્ન-ભિન્ન દ્વયશુક આદિ રૂપ ધારણ કરતા થકાં છેવટે પરમાણુઓના રૂપમાં વિભક્ત થઈ જાય છે. આ રીતે આ શરીર અનિત્ય છે.
દીર્ઘકાળ સુધી આ શરીરનું કુંકુમ, અગર, કપૂર કસ્તુરી વગેરેનું લેપન કરીને, મિષ્ટાન્ન, પાન, વસ્ત્રાચ્છાદન વગેરેથી લાલન-પાલન કરવામાં આવે છે તે પણ અકાળે જ તે વિનાશને પ્રાપ્ત થઈ જાય છે.
આવી રીતનું ચિંતન કરવાથી શરીરની પ્રતિ જે મમત્વ થાય છે તે ચાલ્યું જાય છે આથી સંવેગ અને વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે.
આના સિવાય આ શરીર દુઃખોનું કારણ છે પીડારૂપ બાધાને દુઃખ કહે છે. આ બધા બે પ્રકારની હોય છે--શરીરના આશ્રયથી અને મનના આશ્રયથી આ શરીરનું જ્યાં સુધી અસ્તિત્વ રહે છે ત્યાં સુધી દુ:ખમાંથી મુક્તિ મળી શકતી નથી કર્મના પુદગલ અને આત્માના પ્રદેશે જ્યારે એકત્ર થાય છે અને દૂધ અને પાણીની જેમ એકાકાર થઈને રહે છે ત્યારે કર્મપુદ્ગલેના નિમિત્તથી દુઃખને અનુભવ થાય છે. આમ આ શરીર દુઃખનું કરણ છે એવી ભાવના કરતો થકે ભવ્ય જીવ શરીરના અત્યન્ત વિનાશ માટે પ્રયત્ન કરે છે અર્થાત એવી સાધના કરે છે. જેથી શરીરની સાથે સંબન્ધ હમેશના માટે નષ્ટ થઈ જાય.
વળી આ શરીર અસાર પણ છે ત્વચા (ચામડી) માંસ, મજજા આદિથી વિટાયેલું આ શરીરકે જેમાં મેદ, હાડપિંજર, આંતરડા, પાણી, મળ, મૂત્ર, કફ પિત્ત, મજજા વગેરેનો સમુદાય છે, કદલી સ્તંભની જેમ નિસાર છે, એમાં કઈ જ સાર નથી.
માટે અકાળમાં જ આ શરીર કે જેને નાશ અચૂક થવાનું છે જ તે નિઃસાર ભાસે છે. એવી ભાવના ભાવનારના મનમાં શરીર પ્રત્યે આસક્તિ રહેતી નથી.
આ શરીર અશુચિ અથવુ અપવિત્ર પણ છે. લેકમાં તે અશુચિના રૂપથી પ્રસિદ્ધ છે, શરીરની અંદર જ તેની વિવિધતા જોવામાં આવે છે. ગર્ભજ મનુષ્યના શરીરનું મૂળ કારણ શુક્ર તથા શેણિત છે. ત્યારબાદ તે જ શુક્ર અને શાણિતના કલકલ, બુદ ખુદ માંસ પસી આદિના રૂપમાં પરિણમન થાય છે. કેટલાંક મહિનાઓ બાદ શરીર, હાથ, પગ વગેરે અવયવ પ્રગટ થાય છે. ગર્ભમાં રહેલે જીવ માતા દ્વારા આગેલા ભેજનના રસને રસહરણી નાડી મારફતે ગ્રહણ કરે છે અને તેનાથી પિતાનું પિષણ કરે છે. તે ગંદકીમાં નિવાસ કરે છે. જ્યારે અવયે પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે પરિપકવ થઈને માતાના ગર્ભમાંથી બહાર નિકળે છે. પછી માતાના દૂધનું પાન કરીને તેમાં લેહી માંસ આદિ ધાતુઓને સંચય થાય છે. મળમૂત્રથી યુક્ત થાય છે. અરે ! પિત્ત અને વાયુરૂપ ધાતુઓની વિષમતાના પ્રકોપથી તેમાં સૂજન ઉત્પન્ન થઈ જાય છે ?
ગંડ, હોઠ, તાળવા વગેરેના સ્પર્શથી લેહી વહેવા માંડે છે, પરુ નીકળે છે. આ રીતે શરીર બધી અવસ્થાઓમાં અપવિત્ર જ બન્યું રહે છે એવી ભાવના કરવી જોઈએ આનાથી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૨ ૩૮