SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્રને આવી જ રીતે હિંસા આદિ કુકૃત્યેના આચારથી નરકગતિ, તિય ચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરવુ પડે છે. નરક અને નિગેાદ આદિમાં અનન્ત— અનન્ત જન્મ-મરણુ કરીને ઘારાતિઘાર દુઃખ સહન કરવા પડે છે. ૨૩૦ જેમ હિંસકને અનેક અનર્થાના સામના કરવા પડે છે તેવી જ રીતે અસત્યવાદી જન પણુ દુઃખાનેા ભાગી થાય છે. લેકમાં તેના વચન પર કોઈ વિશ્વાસ કરો નથી અસત્ય ભાષણ કરનારની જીભ કાપી લેવામાં આવે છે, કાન અને નાનું છેદન કરવામાં આવે છે. આ રીતે અસત્યવાદી અસત્યથી નિન્દનીય ફળ ભાગવે છે. પલાકમાં તેને નરક આદિની તીવ્ર યાતનાઓ અને દુઃખ સહન કરવા પડે છે, આ રીતે અસત્ય ભાષણથી જીવ જુદા જુદા પ્રકારના દુઃખાથી યુક્ત થાય છે. બીજાની સાથે તેને વેર બંધાય છે. જીભ-છેદન વગેરેના કષ્ટ તેને પ્રાપ્ત થાય છે. આ બધાં પૂર્વોક્ત દાષાની અપેક્ષાએ પણ તેને વધ-અન્ધન આદિ દુઃખાના વિશેષ કારણ પ્રાપ્ત થાય છે જેના અધ્યવસાય તીવ્ર હોય છે તે દીસ્થિતિ અને તીવ્ર અનુભાવ (રસ)વાળા કમાં ખાંધે છે. ફળસ્વરૂપ પરલેાકમાં તીવ્ર અશુભ વેદના સહન કરે છે. અસત્યભાષણના આ પ્રકારના ફળ–વિપાકની વિચારણા કરનારના ચિત્તમાં તેનાથી અરુચિ ઉત્પન્ન થઈ જાય છે અને તે વિચારે છે કે અસત્યભાષણથી વિરત થવામાં જ શ્રેય છે. આ જાતના વિચારના ફળસ્વરૂપ તે અસત્યભાષણથી વિસ્ત થઈ જાય છે. જેવી રીતે પ્રાણાતિપાત અને અસત્ય ભાષણ કરનારને અનર્થાને સામને કરવા પડે છે તેવી જ રીતે પારકાની માલિકીનું દ્રવ્ય અપહરણ કરવામાં આસકત ચારને પણ અનથ ભાગવવા પડે છે તે બધાને માટે ત્રાસદાયક હાય છે તે જેના ધનને ચારે છે, તેને ઘણા જ ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. આ પાપકૃત્યનું સેવન કરવાથી ચારને તાડન, પીડન ચાબુકાનેા માર, હાથકડી– જંજીરાનું બન્ધન હાથ-પગ કાન નાક હાઠ આદિ અવયવાનુ છેદન ભેદન, સ્વČસ્ત્રહરણ વગેરે વગેરે દુષ્પરિણામ ભોગવવા પડે છે. પરલેાકમાં પણ તેને નરક વગેરેની તીવ્ર યાતનાઓ ભાગવવી પડે છે આથી ચારીથી વિત થઈ જવુ' એ જ કલ્યાણકારક છે. આ જાતની ભાવના ભાવનાર ચારીથી નિવૃત્ત થઈ જાય છે. પરલેાકમાં નરક આદિ ગતિમાં જઈને દુઃખ ભગવે છે આથી મૈથુનથી નિવૃત્તિ લઈ લેવી શ્રેયસ્કર છે આ પ્રકારની ભાવના ભાવનાર પુરુષ મૈથુનથી– વિરકત થઈ જાય છે. આ જ પ્રમાણે પરિગ્રહવાળા મનુષ્ય પર ચાર લુંટારા આક્રમણ કરે છે. જેવી રીતે કોઈ પક્ષી માંસના કકડો ચાંચમાં પકડીને ઉડી રહ્યુ હાય તા માંસ ભક્ષણ કરવાવાળા ખાજ વગેરે બીજા પક્ષીએ તેના પર ત્રાટકે છે તેવી જ રીતે પરિગ્રહી પુરુષને ચાર વગેરે સતાવે છે. તેમને પ્રથમ તેા ધન આદિ પરિગ્રહના ઉપાર્જન માટે દુઃખે! સહન કરવા પડે છે પછીથી તે ધનની રક્ષા માટે પરિશ્રમ કરવા પડે છે; આ બધું કરવા છતાં પણ અન્તમાં જ્યારે તેના વિનાશ થઈ જાય છે ત્યારે અપાર–શેાકના અનુભવ કરવા પડે છે. જેવી રીતે સૂકાં ઇંધણુથી અગ્નિને તૃપ્તિ થતી નથી તેવી જ રીતે લાલચુ પરિગ્રહીને ધનથી સંતાષ થતા નથી, પછી ભલે ગમે તેટલું જ કેમ પ્રાપ્ત ન થઈ જાય ! જે લેાભથી અભિભૂત હાય છે, તે કન્ય—અકબ્યના વિવેકથી રહિત થઈ જાય છે અને એ કારણે મહાન અનિષ્ટને શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૩૦
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy