________________
ગુજરાતી અનુવાદ અ. ૪. પાપાચાર કરવાથી ચતુંગતિ ભ્રમણનું કથન સૂ. ૧૬ ૨૨૯ કથન કરવામાં આવ્યું. હવે એવી કેટલીક ભાવનાઓનું પ્રરૂપણ કરવામાં આવી રહ્યું છે જે બધાં વ્રતે માટે સમાન છે.
હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આ નું સેવન કરનારને આ લેકમાં અને નરક વગેરે પરલોકમાં તીવ્ર દુખનો અનુભવ કરે પડે છે. હિંસા-વગેરેના ફળસ્વરૂપ ઘેર યાતનાઓ સહન કરવી પડે છે. કદી એવું ન થાય કે મારે પણ આ દુઃખને સહન કરવા પડે એ પ્રકારે વારંવાર વિચાર કરનાર વતી પુરુષ હિંસા આદિ થાય તેવી પ્રવૃત્તિ કરતા નથી.
જેવી રીતે પ્રાણાતિપાત, અસત્યભાષણ અને ચોરી કરનારાઓને સંખ્યાબંધ અનને સામને કરે પડે છે, તેવી જ રીતે અબ્રહ્મનું સેવન કરવાવાળાઓને પણ જુદા જુદા પ્રકારનાં દુઃખો ભેગવવા પડે છે. સ્ત્રીના હાવ ભાવને જોઈને જેમનું મન પાગલ થઈ જાય છે, જેમની ઈન્દ્રિઓ કાબૂમાં રહેતી નથી અને હલકા વિષયમાં પ્રવૃત્ત થાય છે જે મને શબ્દ રૂપ ગંધ રસ અને સ્પર્શમાં જે રાગના કારણે છે, અનુરક્ત થઈને મદોન્મત્ત હાથીની જેમ નિરંકુશ થઈ જાય છે, ઈષ્ટ પ્રવૃત્તિ અને અનિષ્ટ નિવૃત્તિના વિચારથી શૂન્ય છે તેમને કશે પણ ઠેકાણે સુખ શાન્તિ પ્રાપ્ત થતી નથી. તેઓ મેહથી પીડાઈને કૃત્ય-અકૃત્યના વિવેકથી રહિત હોવાના કારણે પોતાના દરેક કાર્યને સારું જ સમજતા હોય છે એમની દશા એવી થઈ જાય છે માનો તેમને ભૂત ન વળગ્યું હોય
જે પુરુષ પરસ્ત્રીલંપટ હોય છે તેઓ આ લોકમાં ઘણા માણસોની સાથે દુશમનાવટ બાંધે છે અને ઇન્દ્રિય છેદન, વધ-બન્ધન, સર્વસ્વ લુંટાઈ જવા વગેરે અનર્થોને વહોરે છે.
હિંસા આદિ પાપનું આચરણ કરનારને પ્રથમ તે આ લેકમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને આગામી જન્મમાં જઈને ભયાનક કષ્ટ સહેવા પડે છે આ જાતનું પુનઃ પુનઃ ચિન્તવન કરવું જોઈએ. હિંસા કરવાથી કઈ રીતે ઘોર દુઃખ સહન કરવા પડે છે એનું દિગદર્શન અહીં કરાવાય છે–
હિંસક જન હમેશાં ત્રાસદાયક અને ભયંકર હોય છે તે ભયાનક વેષ પરિધાન કરે છે, પિતાની ભ્રમરે કપાળ ઉપર ચઢાવે છે, તેના ચિત્તપ્રદેશમાં ઈર્ષ્યા અને દ્વેષનો વાસ હોય છે આથી તેની આકૃતિ ભીષણ હોય છે. તે દાંત પીસે છે, હોઠ બીડે છે અને તેની આંખોમાંથી કૂરતા વરસતી હોય છે. પ્રાણીઓ માટે તે ઘણે જ ત્રાસજનક હોય છે. હમેશા તેમની સાથે દુશ્મનાવટ બાંધેલી રાખે છે. તેને આ જન્મમાં જ લાઠીઓ તથા કેરડાઓ વડે ફટકારવામાં આવે છે, હાથકડી અને જંજીરોથી બાંધવામાં આવે છે અને વિવિધ પ્રકારની લાકડીઓ તથા ઈટો વગેરે દ્વારા તેને કષ્ટો અપવામાં આવે છે.
પરલેકમાં તેને નરક વગેરે દુગતિ પ્રાપ્ત થાય છે. તે લેકમાં ગહિત અને નિન્દાને પાત્ર બને છે. આ વખતે તેને આ સત્યનું ભાન થાય છે કે–મને પાપીને પૂર્વજન્મમાં કરેલાં પાપનું જ ફળ ભેગવવું પડે છે. આ જાતની ભાવના કરતે થકે તે વિચારે છે કે હિંસાથી વિરત થવું એ જ મારા માટે શ્રેયસ્કર છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૨૨૯