________________
૨૨૪
તત્વાર્થસૂત્રને આવી જ રીતે એક દેશથી મૈથુનનો ત્યાગ કરવો બ્રહ્મચર્યાણવ્રત કહેવાય છે. એક દેશથી મૈથુનના ત્યાગનું તાત્પર્ય છે પરસ્ત્રીસંગનો ત્યાગ કરવો. જે પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહીને પરસ્ત્રીને માતા સમાન લેખે છે તે સ્વદાર સંતોષવતી કહેવાય છે.
પરિગ્રહને અર્થ છે મેહ, લેભ અથવા મમત્વ પરિગ્રહના બે ભેદ છે–બાહ્ય અને આન્તરિક શરીર વગેરે પ્રત્યે મમતા હોવી આન્તરિક પરિગ્રહ છે. ક્ષેત્ર, વાસ્તુ (મહેલ-મકાન) સેનું, ધન, ધાન્ય વગેરે બાહા વસ્તુઓ પર મમતા હેવી બાહ્ય પરિગ્રહ છે. પરિગ્રહ પરિમાણુ નામક અણુવ્રતમાં સમસ્ત--વસ્તુઓને ત્યાગ કરવામાં આવતા નથી પરંતુ તેમની મર્યાદા કરી લેવામાં આવે છે. આને ધૂળપરિગ્રહ ત્યાગ પણ કહે છે.
આમ સ્થૂળપ્રાણાતિપાત વિરમણ, ધૂળમૃષાવાદવિરમણ, સ્થૂળઅદત્તાદાનવિરમણ, સ્થળમૈથુનવિરમણ અને પરિગ્રહ પરિમાણ નામના પાંચ અણુવ્રત હોય છે.
સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે–-આણુવ્રત પાંચ કહેવામાં આવ્યા છે-સ્થૂળપ્રાણાતિપાત વિરમણ સ્થળમૃષાવાદવિરમણ, શૂળઅદત્તાદાનવિરમણ સ્થળમૈથુનવિરમણ, (સ્વદારતેષ) અને ઈચ્છાપરિમાણ ૧૧
'तत्थेज्ज इरियाइया पणवीस भावणाओं મૂળ સૂત્રાર્થ-વ્રતની સ્થિરતા અર્થે પચ્ચીશ ભાવનાઓ હોય છે પાલરા
તવાથદીપિકા—આની અગાઉ સ્થૂળ રૂપથી હિંસાનો ત્યાગ કરે વગેરે પાંચ અણુવ્રતનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે તે વ્રતમાં સ્થિરતા લાવવા માટે ઈર્યા આદિ પચ્ચીશ ભાવનાઓનું કથન કરીએ છીએ-પૂર્વોક્ત
(૧) પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતની પાંચ ભાવનાઓ–(૧) ઈ-સંભાળીને ચાલવું (૨) (૨) મનની પ્રશસ્તતા (૩) વચનની પ્રશસ્તતા (૪) એષણ અને (૫) આદાન નિક્ષેપ.
(૨) સત્યમહાવ્રતની પાંચ ભાવનાઓ–(૧)સમજી વિચારીને બોલવું (૨) કોઈને ત્યાગ (૩) લેભને ત્યાગ (૪) ભયને ત્યાગ (૫) હાસ્યનો ત્યાગ કરે.
(૩) અદત્તાદાનવિરમણવ્રતની પાંચ ભાવનાઓ–(૧)અઢાર પ્રકારથી વિશુદ્ધ વસતી (ઉપાશ્રયસ્થાન)ની યાચના કરીને સેવન કરવું (૨) વિશુદ્ધ પીઠ-ફલક આદિની યાચના કરવી વૃક્ષ વગેરેનું છેદન ન કરવું (૪) સાધારણ પિણ્ડ (ભજન)નું અધિક સેવન કરવું અને (૪) સાધુઓની વૈયાવચ્ચ કરવી. - બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ–(૧) સ્ત્રી, પશુ અને પંડક (નપુંસક) વગરની જગ્યાએ વાસ કરે (૨) સ્ત્રીઓ સંબંધી કથા ન કરવી (૩) સ્ત્રીના અંગોપાંગેનું અવલોકન ન કરવું (૪) પૂર્વાવસ્થામાં અર્થાત ગૃહસ્થાવસ્થામાં ભેગવેલાં કામોનું સ્મરણ ન કરવું અને (૫) દરરોજ મિષ્ટ-ઉન્માદક ભજનને પરિત્યાગ કરે.
(૫) પરિગ્રહત્યાગમહાવ્રતની પાંચ ભાવનાઓ–(૧) મનેઝ શબ્દમાં રાગ અને અમને શબ્દમાં ઠેષ ન કર (૨) મનેજ્ઞ તથા અમના રૂપમાં રાગ-દ્વેષ ન કરવા (૩) મને જ્ઞા અમનેઝ રસમાં રાગ-દ્વેષ ન કરે (૪) મને જ્ઞ–અમનેઝ ગંધમાં રાગ-દ્વેષ ન કરે અને (૫) મને–અમનેઝ સ્પર્શમાં રાગદ્વેષ ન કરવો.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
२२४