________________
૨૦૦
તત્ત્વાર્થસૂત્રને તવાર્થદીપિકા–પહેલા જ્ઞાનાવરણ વગેરે કર્મ રૂપ મૂળ પ્રકૃતિએનું તથા તેમના સ્થિતિ બન્ધ કાળનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે અનુભાવબન્ધનું નિરૂપણ કરીએ છીએ--
જ્ઞાનાવરણ દશનાવરણ વગેરે મૂળ પ્રકૃતિએને તથા મતિજ્ઞાનાવરણ વગેરે ઉત્તર પ્રકૃતિએને જે વિપાક અર્થાત્ ફળ છે, તે અનુસાવ કહેવાય છે ૨૧ / - તત્વાર્થનિર્યુકિત–અગાઉના પાંચ સૂત્રોમાં જ્ઞાનાવરણ આદિ કર્મોની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી છે હવે અનુક્રમથી પ્રાપ્ત અનુભાવબન્થનું વિશિષ્ટ લક્ષણ બતાવીને પ્રરૂપણ કરીએ છીએ જ્ઞાનાવરણ આદિ મૂળ પ્રકૃતિઓના આને મતિજ્ઞાનાવરણ આદિ ઉત્તર પ્રકૃતિના સર્વ કર્મોના વિપાક ફળ અથવા ઉદયાવલિકામાં પ્રવેશ અનુભાવ કહેવાય છે. જ્ઞાનાવરણ આદિ કર્મોને વિશિષ્ટ અથવા વિવિધ પ્રકારને પાક વિપાક કહેવાય છે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ નિમિત્તકારણેના ભેદથી ઉત્પન્ન જુદા જુદા પ્રકારના પાક–વિપાક અનુભવરૂપ અનુભાવ કહેવાય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત પરિણામને તીવ્ર મન્દ વગેરે વિપાક, જે પૂર્વોક્ત જ્ઞાનાવરણ આદિ કર્મોની મારફત જન્મેલા સુખ-દુખ આદિ ફળ રૂપ હોય છે, તેને અનુભવ કરે અનુભાવ છે.
શભ પરિણામેનો ઉત્કર્ષ–અધિકપણું થવાથી શુભકર્મ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ અનુભાવ ઉત્પન્ન થાય છે. અને અશુભ કર્મ પ્રકૃતિઓમાં નિકૃષ્ટ એ છે અનુભાવ ઉત્પન્ન થાય છે જ્યારે અશુભ પરિણામોમાં ઉત્કર્ષ થાય છે ત્યારે અશુભ કર્મપ્રકૃતિઓ તીવ્ર અનુભવ અને શુભ પ્રકૃતિઓમાં મન્દ અનુભાવ ઉત્પન્ન થાય છે.
અથવા જેના કારણે આત્મા બન્ધને અનુભવ કરે છે તેને અનુભાવ કહે છે અથવા અનુગત ભાવ અનુભાવ કહેવાય છે જ્યારે પૂર્વે બંધાયેલા કર્મો ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય છે ત્યારે જીવને ઈચ્છાથી કે અનિચ્છાથી અનુસમય-પ્રતિસમય તેને ભગવા જ પડે છે.
જ્ઞાનાવરણ કર્મનું ફળ જ્ઞાનને અભાવ હોય છે દશનાવરણનું ફળ દર્શનશકિતની રુકાવટ છે. આ રીતે સર્વ કર્મો દ્વારા ઉત્પન્ન થનારા સુખ દુઃખ રૂપ અનુભૂતિ થાય છે. તે કર્મવિપાક અમુક-અમુક પ્રકારના હોય છે. જે પ્રકારના અધ્યવસાયથી જે કર્મ જે રૂપમાં બાંધેલા છે તે તે રૂપમાં ફળ પ્રદાન કરે છે તે જ કર્મફળ જીવને ભેગવવું પડે છે. કદી-કદ અન્ય રીતે પણ ભેગવાય છે.
કર્મને વિપાક કેઈ તીવ્ર કેઈ મન્દ તે કોઈ મધ્યમ હોય છે. કયારે-કયારેક શુભ રૂપમાં બાંધેલા કર્મનું ફળ અશુભ રૂપમાં ભેગવાય છે અને અશુભ રૂપમાં બાંધેલ કર્મનું ફળ શભરૂપમાં ભેળવવામાં આવે છે. આવી જ રીતે કમ ફળ-વિપાકમાં દ્વિરૂપતા સમજવી જોઈએ. કહ્યું પણ છે–
જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મ પ્રવૃતિઓમાંથી કોઈ કર્મ પુદ્ગલવિપાકી હોય છે તેનું ફળ પુદગલમાં જ મળે છે અથાત તે કમ પુદ્ગલમાં જ વિવિધ પ્રકારના પરિણમન ઉત્પન્ન કરે છે. કેઈ કર્મપ્રકૃતિ ભવવિપાકી હોય છે તેનું ફળ ભવાન્તરની પ્રાપ્તિ થવા પર દેહધારી જીવ જ ભેગવે છે કે ઈ-કોઈ કર્મપ્રકૃતિ ક્ષેત્રવિપાકી હોય છે તેનું ફળ ક્ષેત્રે પ્રાધાન્યથી ભેગવાય છે. કેઈ કર્મ જીવ-વિપાકી હોય છે તેનું ફળ આત્માને જ જોગવવું પડે છે અર્થાત્ આત્માના ગણેને તે પ્રભાવિત કરે છે. કહ્યું પણ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૨૦ ૦