________________
ગુજરાતી અનુવાદ અ. ૩. નામકર્મની બેંતાલીસ ઉત્તરપ્રકૃતિઓનું કથન સૂ. ૧૧ ૧૯
જીવ જ્યારે વર્તમાન દેહને ત્યાગ કરી નવીન જન્મ ધારણ કરવા માટે વિગ્રહ ગતિ કરે છે તે વખતે આ કર્મનો ઉદય થાય છે. આ આનુપૂવી નામ કર્મના ઉદયથી જીવ પિતાના નિયત ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચે છે.
ક્ષેત્રના સન્નિવેશ કમને આનુપૂવિ કહે છે જે કર્મના ઉદયથી અતિશયની સાથે ગમનની અનુકૂળતા હોય છે તેને પણ આનુપૂવી કહે છે તે અન્તરાળગતિ બે પ્રકારની છે–જુગતિ અને વક્રગતિ. જીવ જ્યારે એક સમય પ્રમાણ જુગતિથી ગમન કરે છે ત્યારે આગલા આયુષ્ય કર્મને અનુભવ કરતે થકો જ આનુપૂવી નામ કર્મ દ્વારા ઉત્પત્તિ સ્થાનને મેળવી આગલું આયુષ્ય પ્રાપ્ત કરે છે. બે ત્રણ અથવા ચાર સમયવાળી વક્રગતિથી જે વાણિમુક્તા, લાંગલિકા અને ગમુત્રિકા લક્ષણવાળી હોય છે, ગતિ કરે છે તે વળાંક શરૂ થવાના સમયે આગામી આયુષ્યને પ્રાપ્ત કરી લે છે. તે જ સમયે આનુપૂવી નામ કમને ઉદય થાય છે.
શંકા–જેમ જુગતિમાં આનુપૂવી નામ કર્મના ઉદય વગર જ જીવ પિતાના ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચી જાય છે તેવી જ રીતે વક્રગતિ કરીને પણ આનુપૂવી નામ કર્મ વગર જ ઉત્પત્તિ ક્ષેત્રમાં કેમ પ્રાપ્ત થઈ જતું નથી ?
સમાધાન–અજુગતિમાં પૂર્વ ભવ સંબંધી આયુષ્યના વ્યવહારથી જ જીવનું ગમન થાય છે જ્યાં પૂર્વભવના આયુષ્યને ક્ષય થઈ જાય છે ત્યાં જ આનુપૂવી નામકર્મને, જે રસ્તામાં પડેલી લાકડી જેવું છે તેને ઉદય થાય છે. આ રીતે વક્રગતિમાં વર્તમાન ભવના આયુષ્ય કર્મને ક્ષય થવાથી આનુપૂવી નામ કમનો ઉદય થાય છે..
પ્રાણાયામ અર્થાત્ ઉચ્છવાસ અને વિશ્વાસને ગ્ય પુગલેને ધારણ કરવાની શક્તિ ઉત્પન્ન કરનાર કર્મ ઉચ્છવાસ નામ કર્મ કહેવાય છે. આપના સામર્થ્યને જનક કર્મ આતા નામકર્મ છે. પ્રકાશની શક્તિ ઉત્પન્ન કરનાર ઉદ્યોત નામ કર્મ છે. લબ્ધિ શિક્ષા (શિક્ષણ) અગર ઋદ્ધિના પ્રભાવથી આકાશમાં વિહાર કરવાની શક્તિ ઉત્પના કરાર કર્મ વિહગગતિ અથવા વિહાગતિ નામ કમી કહેવાય છે. પ્રશસ્ત વિહાગતિ હંસ આદિની મેહક ચાલ અને અપ્રશસ્ત વિહાગતિ ઉંટ વગેરેની વાંકી ચાલ સમજવા, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ ત્રસ કહેવાય છે. જે કર્મના ઉદયથી ત્રસ પર્યાયની પ્રાપ્તિ થાય છે તે ત્રસ નામ કર્મ છે.
જે કર્મના ઉદયથી સ્થાવર પર્યાયની પ્રાપ્તિ થાય તે સ્થાવર નામકર્મ છે–સૂમ શરીરને પિતા સૂફમ નામ કમ છે. જેના ઉદયથી બાદર શરીર ઉત્પન્ન થાય તે બાદરનામ કર્મ કહેવાય છે.
પર્યાપ્ત નામ કર્મનું વિવેચન–જે કર્મના ઉદયથી પિત–પિતાને ગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતા થાય તે પર્યાપ્તિ નામ કર્મ કહેવાય છે. પર્યાપ્તિઓ પાંચ છે–આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, ભાષામણુવજત્તિ અને ભાષામન:પર્યાપ્તિ, આત્માની ક્રિયાની સમાપ્તિને પર્યાપ્તિ કહે છે. આવી રીતે પર્યાપ્તિ આત્માનું એક પ્રકારનું કરાયું છે તે કરણથી આત્મામાં આહાર વગેરેને ગ્રહણ કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, તે કરણ જે પુદ્ગલથી ઉત્પન્ન થાય છે તે પુગલ આત્મા મારફતે ગૃહીત થઈને અને વિશિષ્ટ પરિણામથી પરિણત થઈને પર્યાપ્તિ કહેવાય છે. મનઃ પર્યાપ્તિ ઈન્દ્રિય પયૉપ્તિમાં સમાયેલી છે આથી તેની જુદી ગણત્રી કરવામાં આવી નથી.
૨૫
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૯ ૩