________________
૧૭૮
તત્વાર્થસૂત્રને પ્રન–ભગવંત ! ગોત્રકર્મ કેટલા પ્રકારના કહ્યાં છે. ? ઉત્તર–ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે–ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર. અન્તરાય કર્મ પાંચ પ્રકારના છે. કહ્યું પણ છેપ્રન–ભગવંત! અન્તરાય કર્મ કેટલા પ્રકારના છે ?
ઉત્તર–ગૌતમ! પાંચ પ્રકારના છે–(૧) દાનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) ભેગાન્તરાયા (૪) ઉપભેગાન્તરાય અને (૫) વીર્યાન્તરાય છે ૫ છે
‘णाणावराणिज्ज पंचविहं मइआइ मेयओं त्यादि
મૂળ સૂત્રાર્થ-જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારના હોય છે મતિજ્ઞાનાવરણીય વગેરે ભેદથી ૬
તત્વાર્થદીપિક–પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણ વગેરે આઠ મૂળ કર્મપ્રકૃતિબંધની ઉત્તર પ્રકૃતિના પાંચ, નવ, બે, અઠ્યાવીસ, ચાર, બેંતાળીશ, બે અને પાંચ ભેદ કહ્યો છે. હવે તે ભેદેનું ક્રમશઃ પ્રતિપાદન કરવા માટે સૌ પ્રથમ જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદોને ઉલ્લેખ કરીએ છીએ
મતિ, મૃત અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાનના આવરણ પણ પાંચ છે-મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ : ૬
તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં કહેલી આઠ મૂળપ્રકૃતિબન્ધની સત્તાણુ (૯૧) ઉત્તરપ્રકૃતિનું પ્રતિપાદન કરીએ છીએ. તેમાંથી પ્રથમ જ્ઞાનાવરણ કર્મપ્રકૃતિના ભેદનું કથન કરીએ છીએ.
મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન, આ પાંચ જ્ઞાનેના આવરણ પણ પાંચ હેાય છે–(૧) મતિજ્ઞાનાવરણ (૨) શ્રુતજ્ઞાનાવરણ (૩) અવધિજ્ઞાનાવરણ (૪) મન:પર્યવજ્ઞાનાવરણ (૫) કેવળજ્ઞાનાવરણ આ પ્રથમ જ્ઞાનાવરણ નામની મૂળ પ્રકૃતિની પાંચ ઉત્તર પ્રવૃતિઓ છે –
જ્ઞાન સ્વભાવવાળા-પ્રકાશરૂપ આત્માના જ્ઞાનાવરણ કર્મના ક્ષય અને ક્ષયશમથી ઉત્પન્ન થનારા પ્રકાશ વિશેષરૂપ મતિજ્ઞાન વગેરે ઘણું બધાં ભેદ હોય છે જેવા કે–અવગ્રહ, ઈહા, અવાય ધારણ વગેરે. મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે આથી મતિજ્ઞાનના અનેક ભેદ છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે, શ્રુતજ્ઞાનના ભેદ છે. ભાવ પ્રત્યય અને ક્ષપશમ પ્રત્યય આ બે અવધિજ્ઞાનના ભેદ છે. ક્ષયપામ પ્રત્યયના પણ પ્રતિપાતી, અપ્રતિપાતી વગેરે છ ભેદ હોય છે જુમતિ અને વિપુલમતિ એ બે મન ૫ર્યવજ્ઞાનના ભેદ છે સગ કેવળજ્ઞાન, અગિકેવળજ્ઞાન વગેરે કેવળજ્ઞાનના ભેદ છે.
જે શ્રોત્ર આદિ પાંચ ઇન્દ્રિયથી ઉત્પન્ન થાય છે-ક્ષપશમ રૂપ અન્તરંગ કારણથી પેદા થાય છે. તે જ્ઞાન યોગ્ય દેશમાં સ્થિત પોતાના વિષયને ગ્રહણ કરવાનું જાણે છે. અનિન્દ્રિય મનોવૃત્તિ અને ઓવજ્ઞાન છે. આ મતિજ્ઞાન જેના વડે ઢંકાય છે તે મતિજ્ઞાનાવરણ કર્મ કહેવાય છે. આ કર્મ દેશઘાતિ છે. ચક્ષુપટળ જેવું છે અથવા ચંદ્રમાના પ્રકાશને રોકવાવાળા વાદળ જેવું છે. શ્રોત્રેન્દ્રિયથી થનારી ઉપલબ્ધિને શ્રુત કહે છે, બાકીની ઈન્દ્રિયોથી અને મનથી થનારું જ્ઞાન જે કૃત–શાસ્ત્રનું અનુસરણ કરે છે અને પોતાના વિષયના પ્રતિપાદનમાં સમર્થ હોય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન અનેક પ્રકારના છે. કહ્યું પણ છે-લેકમાં જેટલાં અક્ષર છે અને અક્ષરેને સંગ છે તેટલી શ્રુતજ્ઞાનની પ્રકૃતિઓ જાણવી જોઈએ.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૭૮