________________
૧૬૨
તત્વાર્થસૂત્રને અસંખ્યાત પ્રદેશવત્વ, લેકાકાશવ્યાપિત્વ, અમૂર્તત્વ, ગમન નિમિત્તત્ત્વ, અગુરુલઘુત્વ વગેરે ધર્માસ્તિકાયના અનાદિ પરિણામ છે. અસંખ્યાત પ્રદેશવત્વ, કાકાશવ્યાપિત્વ, સ્થિતિનિમિત્તત્ત્વ, અધર્માસ્તિકાયના અનાદિ પરિણામ છે. અનન્ત પ્રદેશબન્ધ, અમૂર્તત્વ, અગુરુલઘુપર્યાયત્વ, અવગાહ હેતુત્વ વગેરે આકાશના અનાદિ પરિણામ છે. આવલિકા આદિ ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનતા આદિ પરત્ત્વ-અપરત્વે આદિ, અમૂર્તવ, અગુરુલઘુત્વ આદિ કાળના અનાદિ પરિણામ છે. જીવત્વ ભવ્યત્વ આદિ અમૂર્તવ તથા જ્ઞાન-દર્શન આદિ જીવના અનાદિ પરિણામ છે.
રૂપી પુદ્ગલ દ્રવ્યમાં સાદિ પરિણામ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે દા. ત. કયણુક આદિ સ્કંધ રૂપ શબ્દાદિ શુકલ, કૃષ્ણ, રાત, પીળા વગેરે રસ આદિ જ્યારે બે પરમાણુ સ્વભાવથી કયjક સ્કંધને ઉત્પન્ન કરે છે ત્યારે બંને પરમાણુઓમાં જે સ્કંધ રૂ૫ પરિણામ ઉત્પન્ન થાય છે. તે સાદિ પરિણામ છે.
આવી જ રીતે રૂપી અને ઉત્પાદ-વ્યયવાળા દ્રવ્યોમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ રૂપ અનેક પ્રકારના સાદિ પરિણામ હોય છે.
સ્પર્શ આઠ પ્રકારના છે–(૧) કર્કશ (કઠોર) મૃદુ (૩) ગુરુ (ભારે) (૪) લઘુ (હક્કો) (૫). ડે (૬) ઉને (૭) સુંવાળે અને (૮) ખરબચડે આમાં કર્કશતર કર્કશતમ આદિ સાદિ પરિ. ગુમ છે. રસ પાંચ પ્રકારના છે–(૧) તીખ (૨) કડો (૩) તુરો (૪) ખાટો અને (૫) મીઠે. તિtતર તિક્તતમ વગેરે સાદિ પરિણામ છે. ગંધ બે પ્રકારની છે––સુગંધ અને દૂધ સુરભિતર આદિ સાદિ પરિણામ છે.
વર્ણ, કૃષ્ણ વગેરે પાંચ પ્રકારના છે. કૃષ્ણતર આદિ સાદિ પરિણામ જાણવા જોઈએ પરંતુ પુદગલ દ્રસ્થમાં દ્રવ્યત્વ, મૂત્તરવ, સર્વ આદિ પરિણામ અનાદિ જ હોય છે સાદિ નહીં. આમ જેવી રીતે રૂપી પુગલ દ્રવ્યોમાં સાદિ અને અનાદિ બંને પ્રકારના પરિણામ પ્રતિપાદન કરવામાં આવ્યા છે તેવી જ રીતે અરૂપી દ્રવ્યોમાં પણ સાદિ પરિણામ પણ હોઈ શકે છે જેમ યોગ અને ઉપયોગરૂપ પરિણામ જીવોમાં સાદિ હોય છે.
આજ પ્રકારે ધર્મ આદિ અરૂપી દ્રવ્યોમાં પણ સાદિ પરિણામની શક્યતા છે. જેમ, ગતિ કરવાની ઈચ્છાવાળે કઈ પુરૂષ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે ધર્મદ્રવ્ય તેની ગતિમાં નિમિત્ત બની જાય છે. આ નિમિત્તત્વ બની જવું ધર્મ દ્રવ્યને પર્યાય છે. જે પહેલા ન હતા હવે ઉત્પન્ન થયો છે આથી આ ગતિ નિમિત્તત્વ પરિણામ સાદિ જ હોઈ શકે છે, અનાદિ નહી. તે ક્ષેત્ર નામનો પુરુષ ગતિથી સ્થિર થઈ જાય ત્યારે તે ગતિ નિમિતત્ત્વ પણ રહી જતો નથી આમ ઉત્પાદ અને વિનાશવાન હોવાથી તે સાદિ છે. ઉપગ્રાહ્યના અભાવમાં ઉપગ્રાહકત્વ પણ હત નથી.
આકાશ દ્રવ્ય પણ અવગાહના કરનાર માટે–અવગાહદાન રૂપ પર્યાયથી પરિત થાય છે. તે અવગાહદાન પર્યાય હમણાં હમણાં ઉત્પન્ન થવાથી સાદિ જ હોઈ શકે છે અનાદિ નહીં.
કાલદ્રવ્ય પણ વૃત્ત વર્તમાન આદિ પરિણમનથી યુક્ત હોય છે આ પ્રકારે આ પરિણામ દ્રવ્યાર્થિકનયના વ્યાપારથી ધર્મ વગેરેનો સ્વભાવ છે, ધર્માદિથી ભિન્ન નથી.
શ્રી તત્વાર્થ સૂત્ર ૧
૧ ૬ ૨