________________
૧૪૮
તત્વાર્થસૂત્રને કઈ ધર્મની મુખ્ય રૂપથી વિરક્ષા કરવાથી અને કઈ ધર્મની અપ્રધાન રૂપથી વિવક્ષા કરવાથી અનેકાન્તની સિદ્ધિ થાય છે.
પ્રત્યેક વસ્તુ અનેક ધર્મોને અખન્ડ પિન્ડ છે. તેમાંથી પિતાની વિવક્ષા અનુસાર જે કોઈ ધર્મને વિવક્ષિત કરે છે તે ધર્મ અર્પિત કહેવાય છે અને બાકીને ધર્મ વિદ્યમાન હોવા છતાં પ્રજનન હેવાને કારણે કહેવામાં ન આવે ત્યારે તે અનર્પિત કહેવાય છે. આ રીતે અર્પિત અને અનર્પિતથી અર્થાત્ ધર્મોને મુખ્ય અને ગૌણ કરવાથી વસ્તુ અનેક ધર્માત્મક સિદ્ધ થાય છે. આ કારણથી જ તે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આથી પૂર્વોકત વિરોધનું ખંડન થઈ જાય છે.
તે આ રીતે છે કેઈ પુરુષ બાપ કહેવાય છે. તે પોતાના પુત્રની અપેક્ષાથી બાપ છે પરંતુ તે બાપને પણ કઈ બાપ હોય છે તેની અપેક્ષાથી તે બાપ પુત્ર પણ કહેવાય છે. આની સાથે જ પિતા અને પુત્ર કહેવરાવવાળો પુરુષ પોતાના ભાઈની અપેક્ષાથી ભાઈ પણ કહેવાય છે. એ જ રીતે પોતાના દાદાથી અપેક્ષાથી પત્ર મામાની અપેક્ષાથી ભાણી અને દાદીમાની અપેક્ષાથી દોહિત્ર કહેવાય છે-આમ એક જ પુરુષમાં જનક અને જન્મ વગેરેનો આ વ્યવહાર પરસ્પર વિરૂદ્ધ જેને ભાસે છે તે પણ હકીકતમાં તે વિરૂદ્ધ નથી.
આવી જ રીતે એક જ ઘડે અગર પાટલો વગેરે માટી વગેરે સામાન્યની વિવક્ષા કરવાથી નિત્ય કહેવાય છે, પણ ઘડો વગેરે પર્યાની વિવક્ષા કરવાથી પર્યાયાર્થિક-નયની અપેક્ષાથી અનિત્ય પણ કહેવાય છે. આત્મા નિત્ય હોવા છતાં પણ પર્યાયનયથી અનિત્ય પ્રતીત થાય છે. આ કારણથી જ તેમાં “મૃત જે વ્યવહાર થાય છે.
તે સામાન્ય અને વિશેષ જે ક્રમશઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષય છે, કર્થચિત્ અભેદ અને ભેદ દ્વારા વ્યવહારના હેતુ હોય છે. કહ્યું પણ છે–
પરિણમનને અર્થ છે અર્થાન્તર થ અર્થાત્ એક પર્યાયને નાશ થઈ બીજા પર્યાયનું ઉત્પન્ન થવું. પરિણમનના સ્વરૂપના જ્ઞાતા વિદ્વાન વસ્તુનું હમેશાં જેમનું તેમ ટકી રહેવું અથવા સર્વથા વિનષ્ટ થઈ જવાને પરિણામ માનતા નથી.
આ રીતે અપિત અને અનર્પિતાની સિદ્ધિ થવાથી એક જ પદાર્થમાં નિયતા વગેરે ઘણા ધર્મે જે પરસ્પર વિરુદ્ધ જેવા પ્રતીત થાય છે. પરંતુ હકીક્તમાં વિવેક્ષાભેદના કારણે વિરુદ્ધ નથી, પ્રતિભાસિત થાય છે . ૨૭ |
તવાથનિર્યુકિત–પહેલા બતાવ્યું કે સમસ્ત વસ્તુઓ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સ્વભાવવાળી છે. આ સંબંધમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે વસ્તુ ઉત્પાદ અને વિનાશ વાળી છે તે ધોવ્ય સ્વભાવવાળી અર્થાત્ નિત્ય કેવી રીતે હોઈ શકે ? અગર વસ્તુ સત્ છે તે અસત થઈ શકતી નથી અને જો નિત્ય છે તે અનિત્ય થઈ શકતી નથી. આથી વસ્તુને પૂર્વોક્ત સ્વરૂપ સિદ્ધ કરી શકાતું નથી અને આ કારણે તે સંગત નથી–
ઉત્પાદ અને વ્યયને નિત્યતા સાથે વિરોધ છે અને નિત્યતાને ઉત્પાદ અને વ્યય સાથે વિરોધ છે. જેમ પાણી અને અગ્નિ અથવા છાંયડે અને તડકે પરસ્પરમાં અત્યન્ત વિરુદ્ધ છે તે જ રીતે પ્રૌવ્યની સાથે ઉત્પાદ-વ્યયને વિરોધ છે. તેઓ એક જગ્યામાં રહી શકતા નથી.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૪૮