________________
ગુજરાતી અનુવાદ અ. ૨. સત્ દ્રવ્યના લક્ષણનું નિરૂપણ સૂ. ૨૫ ૧૪૩ ગ્રહણ કરે છે. આ બંને પરસ્પર સાપેક્ષ હોઈને જ વસ્તુના સ્વરૂપ છે. દ્રવ્યાંશ અથવા પર્યાયાંશ કે વાસ્તવિક નથી, આ બંને અંશ તે કલ્પિત છે. વસ્તુ પોતે જ પોતાનામાં એક અખન્ડ રૂપ છે; ફકત નિત્ય અનિત્ય હોવાના કારણે તેમાં બે અંશને વ્યવહાર થાય છે. કહ્યું પણ છે.
એકલા અન્વયને અર્થાત અભેદને સ્વીકાર કરવો ઉચિત નથી કારણ કે ભેદની પણ ખાત્રી થાય છે અને ફકત ભેદનો સ્વીકાર કરે પણ ન્યાયસંગત નથી થરણ કે અભેદની પણ પ્રતીતિ થાય છે. આ રીતે ઘડે માટીથી ભેદ અને અભેદવાળો હોવાથી એક જુદા જ પ્રકારને છે.
આથી એકાન્તવાદિયો દ્વારા કલ્પિત વસ્તુથી અનેકાન્તવાદિયો દ્વારા સમ્મત વસ્તુ સ્વરૂપ ભિન્ન પ્રકારનું છે, કારણ કે તેમાં નિત્યતા અને અનિત્યતા બંને મળી આવે છે જેમ નર અને સિંહથી “નરસિંહ”નું રૂપ ભિન્ન છે તેવી જ રીતે એકાન્ત નિત્યતા અને અનિત્યતાથી નિત્યાનિત્યતા ભિન્ન છે–કહ્યું પણ છે
નરસિંહ એકલે નર નથી કારણ કે તેમાં સિંહનું પણ રૂપ મળી આવે છે અને તે સિંહ પણ નથી કારણ કે તેમાં નરનું પણ રૂપ મળી આવે છે. આ પ્રકારે શબ્દ જ્ઞાન અને કાર્યથી ભિન્નતા હોવાથી નૃસિંહ ભિન્ન જ જાતિ છે. જે ૧ છે
આ રીતે ઘટાદિ પ્રત્યેક વસ્તુ કલ્પિત દ્રવ્યરૂપ અને પર્યાય રૂપથી વિલક્ષણ પ્રકારનું છે. આ રીતે નિત્યાનિત્યતાનો સ્વીકાર કરવાથી એકાન્તવાદમાં આવનારા સમસ્ત દોષને કઈ સંબંધ નથી. ભેદભેદ સ્વભાવવાળી વસ્તુમાં પણ કદી કદિ અભેદની જે પ્રતીતિ થાય છે તેનું કારણ સંસ્કારને આવેશ માત્ર છે એ રીતને આવેશ ભેદ અંશને અપલાપ કરીને અથવા સંપન કરીને પ્રવૃત્ત થાય છે.
કદી-કદી તે જ વિષયમાં ભેદવિષયક પ્રતીતિ ઉત્પન્ન થાય છે. એવી પ્રતીતિ ભેદવાદીની થાય છે અને તેમાં અભેદનો અપલાપ થાય છે.
પરંતુ અનેકાન્તવાદી દ્રવ્ય અને પર્યાય અગર અભેદ અને ભેદ બંનેને સ્વીકાર કરે છે. કેવળ બઘા દ્રવ્યને પ્રધાન અને પર્યાયને ગૌણ વિવક્ષિત કરીને દ્રવ્યને ગૌણતા પ્રદાન કરે છે. તે બંને અંશો પૈકી કઈ પણ એક અંશને નિષેધ કરતા નથી આ પ્રકારે અનેકાન્તવાદના મતે પદાર્થો અનેકધર્માત્મક છે. કહ્યું પણ છે –
આ વિશ્વ સર્વ અંશાત્મક છે, અર્થાત્ સંસારના બધા પદાર્થ અનેક ધર્મોથી યુક્ત છે. તેપણ કયારેક કેઈ ધર્મની વિવક્ષા કરવામાં આવે છે. વળી કહ્યું પણ છે–
આ જંગમ અને સ્થાવર જગત પ્રતિક્ષણે ધ્રૌવ્ય ઉત્પાદ અને વિનાશથી યુક્ત છે અર્થાત જગતના પ્રત્યેક પદાર્થમાં આ ત્રણે ધર્મ એક સાથે રહે છે. હે જિનેશ્વર ! વક્તાઓમાં શ્રેષ્ઠ આપના આ વચન આપની સર્વજ્ઞતાના ચિહ્ન છે.
રૂપાદિથી ભિન્ન “મૃત્તિકાદ્રવ્ય એ રીતે એક વસ્તુ રૂપથી જે ચાક્ષુષ પ્રતીતિ થાય છે, તેને નિષેધ કરી શકાતો નથી, એવો જે કોઈને મત છે તે ખંડિત થઈ જાય છે, કારણ કે તે કેવળ દ્રવ્યનું જ સાધક છે. તેઓએ અનેકાન્તવાદની પ્રક્રિયાને સમજી નથી અનેકાન્તવાદમાં રૂપ વગેરે ગુણોથી સર્વથા ભિન્ન દ્રવ્ય કશું પણ નથી. ત્યાં તે ભેદ અને અભેદ–બંને જ સ્વીકારાયા છે-વળી કહ્યું પણ છે–
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૪૩