________________
તત્ત્વાર્થ ટીકાનુવાદ–
મંગલાચરણ દેવગણ જેમના ચરણોમાં નમસ્કાર કરે છે, જેઓ તન્દ્રાથી મુક્ત છે અર્થાત્ જેમના જ્ઞાનની અનુપયોગ–અવસ્થા દૂર થઈ ગઈ છે- જેઓ સતત ઉપગમય ક્ષાયિક કેવળજ્ઞાનથી સંપન્ન છે અથવા મેહજનિત પ્રમાદથી સર્વથા રહિત થઈ ગયા છે. તથા જેમણે ભદ્ર કહેતાં કલ્યાણને પૂર્ણ રૂપથી પ્રાપ્ત કરી લીધું છે. તે જિનેન્દ્ર ભગવાન રૂપી ચન્દ્રને પ્રણામ કરીને હું મુનિ ઘાસીલાલ નવ તના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરવા વાળા ભવ્ય એવા આ તત્ત્વાર્થસૂત્રની રચના કરું છું. ૧
પીવાનીવ હંધ groupવારંવ ઈત્યાદિ
દીપિકાથ–જેઓ સંસારસાગરથી પાર ઉતરવાના અભિલાષી છે. તેમજ તે માટે અહંત ભગવાન દ્વારા પ્રતિપાદિત તોનું જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છાવાળા છે. એવા ભવ્ય જનનાં સ્વાધ્યાય માટે સમસ્ત આગના સારને પોતાની સંશોધનાત્મક પ્રજ્ઞાથી યથાશક્તિ સંગ્રહ કરીને, પ્રાકૃત ભાષામાં નવ અધ્યાયમાં મેં તત્ત્વાર્થસૂત્રની રચના કરી છે. આ રચના પિતાની બુદ્ધિથી તની નવીન કલ્પના કરીને નહીં પરંતુ કયાંક કયાંક આગને શબ્દશઃ સંગ્રહ કરીને અને ક્યાંય કયાંક આગમના અર્થને સંક્ષિપ્ત કરીને કરેલ છે. ક્યાંક કયાંક આગમાં વિસ્તૃત રૂપથી પ્રતિપાદિત કરેલ વિષયેનું સુભગરૂપથી વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે જૈનામેના સમન્વયરૂપ આ તત્ત્વાર્થસૂત્ર નામના ગ્રંથનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ તત્ત્વાર્થસૂત્ર નામના ગ્રન્થને આશય સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રને અનુકૂળ મારી બુદ્ધિ અનુસાર તત્ત્વાર્થદીપિકા નામની ટીકાની રચના કરું છું
પ્રથમ ઉત્તરાધ્યયન–એવં સ્થાનાંગસૂત્ર અનુસાર પ્રાકૃતગ્રન્થમાં કહેવામાં આવનારા નવા તને ઉલ્લેખ કરીએ છીએ –
(૧) જીવ (૨) અજીવ (૩) બન્ધ (૪) પુન્ય (૫) પાપ (૬) આશ્રવ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મેક્ષ આ નવ તત્વ છે.
| (૧) જીવ ઉપગ લક્ષણ ચૈતન્ય સ્વભાવ બેધસ્વરૂપ એવં જ્ઞાનમય છે. જેવી રીતે દીવાને પ્રકાશ નાની જગ્યામાં પણ સમાઈ જાય છે અને વિસ્તૃત ક્ષેત્રમાં પણ ફેલાઈ જાય છે એવી જ રીતે જીવ જ્યારે કીડીના પર્યાયમાં ઉત્પન્ન થાય છે તે તેને નાનકડા શરીરમાં સમાઈ જાય છે. અને હાથીરૂપે જે પેદા થાય છે તે મોટેરૂપે થઈ તે મુજબ શરીરને વ્યાપ્ત થઈને રહે છે. આવા ત્રસ અને સ્થાવર વગેરે પ્રાણીને જીવ કહેવામાં આવે છે.
(૨) ચેતના રહિત, અજ્ઞાન સ્વરૂપ (જ્ઞાનશૂન્ય) ધર્માસ્તિકાય વગેરે અજીવતત્ત્વ છે.
(૩) લાખ તથા લાકડા જેવા અથવા દૂધ અને પાણી જેવા જીવ તથા કર્મપુદ્ગલોનું એકાકાર થઈ જવું યાની કાર્મણ વર્ગણ ના પુદ્ગલેના આદાનને બંધ કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧