________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ ધર્માદિ દ્રવ્યનુ' લક્ષણ સૂ. ૧૫
૧૦૯
ઉપાદાન કારણ તે જીવની ગતિમાં સ્વય` પુદ્ગલ જ છે ધર્મ અને અધદ્રવ્ય તા સહાયક માત્ર છે. ઉપકારી છે, નિમિત્ત છે. જેવી રીતે નદી, તળાવ, સમુદ્રોમાં સ્વયં જ ગમન કરનાર માછલી માટે પાણી સહાયક થઈ પડે છે, પાણી માછલીને ચલાવતુ ં નથી, એ રીતે ધર્માસ્તિકાય ગતિક્રિયામાં મદદરૂપ થાય છે, પ્રેરક નહીં. અથવા તે જેમ ઘડા વગેરે રૂપમાં પિરણત થનારી સ્મૃતિ માટે દડ વગેરે સહાયક થઈ જાય છે તેવી જ રીતે ઉપર જણાવેલા દ્રવ્યેા સહાયક થાય છે—કહ્યુ પણ છે—
કારણ ત્રણ પ્રકારના હેાય છે-નિવત્તક નિમિત્ત અને પરિણામી આજ અત્રે બતાવીએ છીએ-ઘડામાં ત્રણ કારણ માનવામાં આવે છે-નિવત્તક નિમિત્ત અને પરિણામી કારણ. ઘડાનુ નિત્તક કારણ કુંભાર છે, નિમિત્ત કારણ દોરી અને ચાક આદિ છે તથા પરિણામી કારણ માટી છે.
પાણી માછલીની ગતિનું કારણ તો છે પરંતુ ગમન કરનાર માછલીને બળજબરીથી ચલાવતુ નથી. ભૂમિ સ્થિતિમાં સહાયક છે પણ ગમન કરનારને ફરજીયાત ઉભા રાખતી નથી આકાશ અવગાહનામાં કારણ રૂપ છે પણ સ્વયં અવગાહુ દ્રવ્યેાના અવગાહમાં તે નિમિત્ત થાય છે જબરદસ્તીથી અવગાઢ કરતું નથી. જેવી રીતે સ્વયં ખેતર ખેડનાર ખેડુત માટે વરસાદ નિમિત્ત કારણ થાય છે. ખેતર ન ખેડનારા ખેડુતાને વરસાદ જાતે જ ખળજખરીથી તેમ કરવામાં ખેડુતને પ્રવ્રુત્ત કરતા નથી. વર્ષાકાળમાં નવા વાદળાઓને ગડગડાટ સાંભળીને અકમાદા સ્વયં ગર્ભ ધારણ કરીને પ્રસવ કરે છે, પ્રસવ કરનારી ખકમાદાને નવીન વાદળા જબરદસ્તી પ્રસવ કરાવતાં નથી કાઈ ઉપદેશકનું નિમિત્ત મેળવીને મનુષ્ય પ્રતિહેતુક વિરતિને ધારણ કરતા થ પાપથી વિરત થતા જોવામાં આવે છે. પરંતુ વરત ન થનાર પુરુષને ઉપદેશ ખળજખરીથી વિરત કરતા નથી.
શકા—જો આવું જ છે તેા ગતિ સ્થિતિ તથા અવગાહમાં ધર્મ, અધમ અને આકાશ નિમિત્ત કારણુ જ હાવા જોઈ એ, અપેક્ષા કારણુ નહી. આવા સંજોગામાં અપેક્ષા કારણનુ જ નુકશાન થશે. કારણ કે અપેક્ષા કારણ વ્યાપારરહિત હાય છે.
સમાધાન—આમ ન કહેા. કોઈપણ કારણ વ્યાપારરહિત હાતુ નથી. વ્યાપાર કરનાર જ કારણ કહી શકાય છે. ધર્માદિને એ કારણથી અપેક્ષાકારણ કહેવામાં આવે કે જીવાદિ દ્રવ્ય ધર્માદિગત ક્રિયાપરિણામની અપેક્ષા રાખતા થકા જ ગતિ આદિ ક્રિયા કરે છે.
શંકા—જો એ પ્રમાણે છે તે પછી નિમિત્તકારણ અને અપેક્ષાકારણમાં કોઈ તફાવત રહેતા નથી.
સમાધાન—દંડ આદિમાં પ્રાયેાગિકી તથા નૈસસિકી બંને પ્રકારનીક્રિયા થાય છે. ધમ અધમ અને આકાશમાં નૈસસિકી જ ક્રિયા થાય છે. ખ`નેમાં આ તફાવત છે. આ રીતે ગતિમાં સહાયક થવુ. અવગાહ લક્ષણવાળા આકાશમાં ઘટિત થતું નથી પર’તુ ગતિમાં સહાયક થવું ધર્માં દ્રવ્યના જ ઉપકાર છે. એવી જ રીતે સ્થિતિમાં સહાયક થવું અધદ્રવ્યના જ ઉપકાર છે અવગાહ લક્ષણવાળા આકાશના નહીં. અવગાહરૂપ ઉપકાર આકાશના જ છે ધમ અને અધમ દ્રવ્યના નહી.
એક દ્રવ્યના બીજા દ્રવ્યથી ભિન્ન કોઈ વિશિષ્ટ ગુણ અવશ્ય સ્વીકારવા જોઈએ. ધમ અધર્મ તથા આકાશ દ્રવ્ય પરસ્પર ભિન્ન છે. એ સત્ય બુદ્ધિથી અથવા આગમથી સમજવુ' ઘટે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૦૯