________________
૧૦૮
તત્વાર્થસૂત્રને તેમને અવગાહ લેકમાં જ છે, અલકમાં નહીં એમ શા માટે ? આ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ–છ દ્રવ્યમાંથી માત્ર જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં જ ગતિકિયા થાય છે, બીજા કોઈ દ્રવ્યમાં નહીં. તે ગતિક્રિયા પ્રવેગ પરિણામથી પણ થાય છે અને સ્વભાવ પરિણામથી પણ થાય છે. આ ગતિકિયામાં ધર્મ અને અધર્મ તેવી જ રીતે સહાયક થાય છે જેમ સૂર્યના કિરણે આંખને જોવામાં મદદરૂપ થાય છે તેમ ગતિકિયા સમસ્ત લેકમાં જોઈ શકાય છે. આથી અનુમાન પ્રમાણથી એ ચોક્કસ થઈ જાય છે કે ધર્મ અને અધર્મદ્રવ્ય પણ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત છે.
આ રીતે લેકમાં જ જીવેનું તથા ધર્મ, અધર્મ, પુદ્ગલ આદિ અજીવ દ્રવ્યનું અસ્તિત્વ છે અલકાકાશ સુનો છે ત્યાં કોઈ અન્ય દ્રવ્યને અવગાહ નથી આ રીતે ધર્મ અધર્મ અને આકાશ દ્રવ્યનું અસાધારણ કાર્ય બતાવવા માટે કહીએ છીએ–ગતિ સ્થિતિ અને અવગાહનાના નિમિત્ત કારણ ધર્મ, અધર્મ તથા આકાશ દ્રવ્ય છે.
એક દેશથી બીજા દેશમાં પ્રાપ્તિ રૂપ પરિણામને ગતિ કહે છે તેનાથી વિરુદ્ધ પરિણામને સ્થિતિ કહે છે. અવકાશ દેનારા કારણ રૂપ પરિણામને અવગાહ કહેવામાં આવેલ છે. આ રીતે દેશાન્તર પ્રાપ્તિ રૂપ પરિણામવાળા છે અને પુદ્ગલની ગતિમાં જે નિમિત્ત થાય છે તે ધર્મદ્રવ્ય કહેવાય છે.
આ રીતે દેશાન્તર પ્રાપ્તિથી વિપરીત પરિણામ રૂપ સ્થિતિવાળા જીવ તથા પુદ્ગલે દ્રવ્યની સ્થિતિનું જે નિમિત્ત છે તે અધર્માસ્તિકાય કહેવાય છે. જીવ પુદ્ગલ આદિ અવગાહન કરનારા દ્રવ્યના અવકાશદાન પરિણામ રૂપ અવગાહમાં જે નિમિત્ત કારણ હોય તે આકાશ કહેવાય છે. આથી ગતિપરિણમનવાળા જી અને પુદ્ગલોની ગતિમાં સહાયતા પહોંચાડવી ધર્મદ્રવ્યને ઉપકાર છે જેમ માછલાં વગેરેની ગતિમાં પાણી સહાયતા પહોંચાડે છે તેમ આ રીતે સ્વયં સ્થિતિમાં પરિણત થનારા છે અને પુદ્ગલેની સ્થિતિમાં સહાયક થવું અધર્મદ્રવ્યને ઉપકાર છે જેમ ઘોડા વગેરેની સ્થિતિમાં ભૂમિ આદિ નિમિત્ત થાય છે.
આવી જ રીતે અવગાહન કરનારા જી પુદ્ગલો વગેરેના અવકાશદાન રૂપ અવગહ કરવામાં આકાશને ઉપકાર સમજ જોઈએ તે સાબિત થયું. આ રીતે ગતિમાન જીવ પુદુગલોની ગતિમાં ધર્મદ્રવ્યને સ્થિતિમાન જીવ–પુદ્ગલેની સ્થિતિમાં અધર્મદ્રવ્યનો તથા અવગહનશીલ ધર્મ, અધમ પુદ્ગલ અને જીવ દ્રવ્યનાં અવગાહનમાં આકાશનો ઉપકાર છે એ સિદ્ધ થયું.
જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ ગતિકિયાવાળા છે અને જ્યાં ગતિ હોય છે ત્યાં સ્થિતિ પણ અવશ્ય હોય છે અને જેમનામાં ગતિ તથા સ્થિતિ છે તેમને અવકાશ પણ જરૂરી છે.
શંકા–ગતિ સહાયક ધર્મદ્રવ્ય જ્યારે હમેશા વિદ્યમાન રહે છે તે પછી નિરન્તર ગતિ જ કેમ થતી રહેતી નથી ? કેમકે કારણના હોવાથી કાર્યની ઉત્પત્તિ અવશ્ય દેખી શકાય છે એવી જ રીતે સદા અધર્મદ્રવ્ય સન્નિહિત રહેવાથી હમેશાં સ્થિતિ જ કેમ રહેતી નથી ?
સમાધાનધર્મ અને અધર્મદ્રવ્ય ગતિ અને સ્થિતિના જનક નહીં પણ સહાયક છે. જ્યારે જીવ અને પુદ્ગલ સ્વયં ગતિ કરે છે ત્યારે તેઓ સહાયક માત્ર બની જાય છે. ધર્મદ્રવ્ય કેઈને ફરજીઆત ચલાવતું નથી અને અધર્મદ્રવ્ય કેઈ ને જબરદસ્તીથી રેકતું નથી.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૦૮