________________
અવાજને કારણે વાસુદેવની ઊંધ ઉડી ગઈ ને નાટકમંડળીને પૂછયું કે “કેની આજ્ઞાથી હજુસુધી તમારે કેમ ચલાવ્યે જાઓ છો ?' નાયકે પ્રત્યુત્તર આપે કે “હે સ્વામિન ! શવ્યાપાલકની આજ્ઞા અનુસાર અમે વર્તીએ છીએ.'
આ સાંભળી ત્રિપૃષ્ઠ ક્રોધથી ધમધમી ઉઠ ને ઉકળતા શીશાને રસ શયાપાલકના કાનમાં રેડા.
વાસુદેવના ભવે પ્રચંડ પાપ કરી, ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી, અઢારમા ભવે સાતમીનરકમાં તેત્રીસ [૩૩] સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી નયસારને જીવ નારકીપણે ઉત્પન્ન થયો. (સૂ૦૨૫) 1 ટકાને અર્થ– ‘ત ' ઇત્યાદિ. વાસુદેવને આજ્ઞા પળાવવાને “હુંકાર' હોય છે. જે કઈ તેની આજ્ઞા ન માને તેને તીવ્ર દંડની શિક્ષા કરે છે. ઈન્દ્રિયનું અતિગૃદ્ધિ પણું પરિણામે દુઃખદાયક છે. તેનો દાખલ શય્યાપાલકમાંથી આપણને મળી આવે છે. શ્રવણ ઇન્દ્રિયના સુખને અતિ વહાલુ ન કર્યું હોત તો તેની આ દશા ન થાત ! એકેક ઇન્દ્રિયના સુખના અંતે દુઃખ જ ભાસે છે તે પાંચ ઇન્દ્રિયના સુખ માટે રાત દિવસ તલસતા માનવી, કયા કયા દુ:ખને અનુભવશે તેની કલ્પના કરતાં પણ થથરાટ છૂટે છે! માટે ભગવાને કહ્યું છે કે “હે માનવ! તારી પાંચ ઇન્દ્રિયેની શક્તિ પરાર્થે વેડફી નહિ નાખતાં, તારી પ્રવૃત્તિને આચરણ તરફ વાળ, અને સ્વરૂપાથે તેને ઉપયોગ કર.”
વળી સ્પષ્ટતાથી જ્ઞાનીઓએ કહ્યું છે કે “જેવા જેવા રસે સુખાસ્વાદ મેળવશે તેવા તેવા રસે જ દુઃખાસ્વાદ પ્રાપ્ત કરશે.'
શય્યાપાલકને પણ તેવું જ થયું. શય્યાપાલક વાજીંત્રોની વનિમાં અને અભિનેત્રીઓના નાચમાં તરૂપ થઈ જવાથી સ્વામીની આજ્ઞાનું તેને વિસ્મરણ થઈ ગયું. પિતે વાસુદેવને શય્યાપાલક છે એવું પદવીનું અભિમાન પણ તે અનુભવવા લાગ્યા. સ્વામીની ગેરહાજરીમાં પોતે સ્વામી છે એવું રૂપ દર્શાવી નાટકમંડળીને આગળ ચાલવા આદેશ આપે. મોટા માણસોના સંબંધમાં આવનારાઓને આવી જ જાતનું “હુંપણું આવી જાય છે, ને તેથી અન્ય પર દમામ અને દર ચલાવવા મંડી જાય છે. પણ જ્યારે ભાંડો ફૂટે ને મોટા માણસે તેના સંબંધમાં આવનારાઓ સાથે કેવા આદરભાવ રાખે છે તે સમય જતાં જણાઈ આવે ત્યારે જ ખરી સ્થિતિનું ભાન થાય છે.
શવ્યાપાલકની બાબતમાં પણ તેમ બન્યું ને આજ્ઞાનું ઉલ્લંઘન થતાં તેના સ્વામીએ તેના અનાદરપણુના ગુન્હાની શિક્ષા કાનમાં શીશું રેડીને કરી. માટે ઉપરી અધિકારીને ગેરલાભ નહિ લેતાં, પિતા ઉપર આવેલી ફરજ અદા કરવી તે જ શ્રેયસ્કર છે.
શપ્યાપાલક જાણ હતું કે ત્રણ ખંડના અધિપતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં શું પરિણામ આવશે? છતાં પુદગળાનન્દી જીવ પિતાની વાસનાને રોકી શકો નહિ! આવી દશા દરેક પુદગળાનન્દી જીની હોય છે.
ઇન્દ્રિયાધીન જીવ વિષમ સ્થિતિને પ્રાપ્ત કરે છે. એકેક ઇન્દ્રિય સુખમાં રાચતે જીવ, જેમકે હરણ, પતંગ ભ્રમર, માછલી અને હાથી કેવા દુઃખદ પરિણામે સેવે છે! તે પાંચે ઈન્દ્રિયોના સુખમાં રાચતે જીવ કઈ દશા અનુભવશે? મુખ્ય કારણ એ છે કે જીવ બહાર સુખ શોધે છે પણ કસ્તુરી મૃગની જેમ અંદર પડેલાં સુખને શોધતો નથી. કસ્તુરી મૃગ કસ્તુરીની ગંધે ગંધે કસ્તુરી મેળવવા ઠેકઠેકાણે આથડે છે. છેવટ કસ્તુરીની લાલસાએ પારધીના હાથે પકડાય છે ને માર્યો જાય છે, પણ પોતાના ડુંટામાં રહેલી કસ્તુરીને શોધતો નથી.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૭૪