________________
માનવજીવન એળે ગયું, ને મરણ વેળાએ પણ જીવન સુધારી લેવાની સદ્બુદ્ધિ તેને ન સૂઝી. જેને જીવનકાળ છેવટ સુધરે તે જ ખાટી ગયો કહેવાય; પણ કઈ ભાગ્યશાળીને જ ઘરના માણસો સંસ્કારી મળે છે કે મરણપથારીએ તેનું જીવન સુધારી આપે. બાકી અજ્ઞાનીઓ તે, મરનાર પાસે અનેક પ્રકારની પસાસંબંધી કાકલુદીબીલ-રોદણ વિગેરે રેઈ, મરનારને પોતાના ક્ષુલ્લક સ્વાર્થ ખાતર દુર્ગતિમાં ઘસેડી લઈ જાય છે. સંસ્કારી કુટુંબ તેની પાસે કઈ જાતની સાંસારિક વાત નહિ કરતાં, તેના ભૂતકાળના જીવન પર દૃષ્ટિપાત કરાવે છે, ને થયેલ ભૂલોનું
સ્મરણ કરાવી પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તરૂપી અમૃતના ઘૂંટડા પાય છે, ને કઈ પણ પ્રકારની વાસના-રહિત બનાવી પ્રભુસ્મરણમાં તેનું મન જોડી તેનું સમાધિમરણ કરાવે છે. ધન્ય છે આવા સંસ્કારી કુટુંબને અને તેના સભ્યો ને ! અત્યારે તે લાખ માંથી કોઈક જ આવા નિકળતા હશે.
તદનુસાર કૌશિકને પણ જીવન સુધારનાર અંતિમકાળે પણ કોઈ મલ્યું નહિ, ને ત્યાગવત પણ કાંઈ થઈ શકયું નહિ, તેના પરિણામે તે પશુ-પક્ષી–કીડા-પતંગ આદિ હલકી ગતિઓમાં જઈ ભ્રમણ કરવા લાગે. આવા અલ્લક ભવો એટલા બધા થાય છે કે જે ગણ્યા ગણાય નહિ, માટે તે પરિભ્રમણ અગણ્ય છે, તેથી ગણનાપાત્ર ભવો કે જે સત્તાવીશ છે તેનું નિયોજન શાઅબદ્ધ થયું છે. (સૂ૦૧૪)
પુષ્પમિત્રનામક: ષષ્ઠો ભવઃ |
હવે છઠ્ઠા ભવને કહે છે – મૂલને અર્થ—–“pવં' ઇત્યાદિ. અનેક નિયોમાં જન્મ-મરણ કર્યા બાદ, અકામ-નિજેરાએ અશુભ કર્મોના ધસારા થયા પછી, શુભ કર્મોના ઉદયે છટ્ઠા ભવમાં, સ્થાનપુર નગર મળે, બ્રાહ્મણ કુળની અંદર, પુષ્પમિત્રશર્મા નામે બાંતેર લાખ પૂર્વનું આયુષ્ય બાંધી બ્રાહ્મણ તરીકે નયસારને જીવ અવતર્યો. આ ભવમાં સવિચાર, વાણી, વર્તન અને યમનિયમ યુક્ત તે પુ૫મિત્રશર્મા જિનમની અનુમોદના દ્વારા પિતાનું જીવન ન્યાય અને નીતિ
અહિંથી મારીને સાતમા ભાવમાં સૌધર્મદેવાર્ક મધ્યમસ્થિતિના દેવ તરીકે ઉત્પન્ન થ. (સૂ૦૧૫)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૬૩