________________
(જો કે દરેક આત્મા અનાદિ કાળથી ભવભ્રમણ કરી રહ્યો છે અને અનંત-અનંત ભવ કરી ચૂકેલે છે; તે પ્રમાણે ભગવાન મહાવીરના જીવે પણ અનાદિ કાળમાં અનંત ભ કરેલા છે, તે પણ) અંતિમ તીર્થકરે નયસાર ભવમાં જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેલા તત્ત્વ-સમકિત–ની પ્રાપ્તિ કરી હતી, એટલે નયસારના ભાવથી આરંભ કરીને જ એ ચરિત્રની રચના કરું છુ . (૫)
ટીકાને અર્થ-વીસમા તીર્થંકર ભગવાન મહાવીરેનયસાર નામના કોટવાળના જન્મમાં જિનભાષિત તત્વ-સમ્યકત્વને પ્રાપ્ત કર્યું હતું. એ કારણે ભગવાનનું ચરિત્ર નયસારના ભવથી જ પ્રસિદ્ધિમાં આવ્યું છે. એટલે હું ઘાસીલાલ વતી આ ચરિત્રની રચના કરું છું. (૫)
આ રીતે ગ્રંથકાર સ્વરચિત શ્લોકથી મંગલાચરણ કરીને હવે ગુરુપરંપરાગત મંગલનું આચરણ કરે છે? નમો અરિહૃતા’ ઈત્યાદિ.
મૂળને અર્થ—અરિહંતને નમસ્કાર હો, સિદ્ધોને નમસકાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયને નમસ્કાર છે, અને લોકમાં વિદ્યમાન બધા સાધુઓને નમસ્કાર છે.
આ પાંચ નમસ્કાર સર્વ પાપને વિનાશ કરનાર છે અને સર્વ મંગલમાં પ્રધાન મંગલ છે. (૧)
ટીકાનો અર્થ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાયરૂપ ચાર ઘાતિકર્મરૂપી શત્રુઓને હણનાર અરિહંત કહેવાય છે, એમને નમસ્કાર હો. “નમઃ” શ દનો અર્થ સંકેચપૂર્વક નમસ્કાર કરવું છે. એટલે દ્રવ્યથી હાથ-પગ વગેરે પાંચે આંગને સંકેચ કરીને તથા ભાવથી માન આદિને સંકેચ-ત્યાગ કરીને શુદ્ધ મનના સંનિવેશ સાથે નમસ્કાર છે, એવો અર્થ થાય છે.
સિદ્ધ કરવા ગ્ય બધાં કાર્યોને સિદ્ધ કરી ચુકનાર સિદ્ધ કહેવાય છે, તેમને નમસ્કાર હો. જ્ઞાનાચાર, નાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચારને સ્વયં પાળનાર અને પિતાના શિષ્યો પાસે પળાવનાર આચાને નમસ્કાર છે. જેમની સમીપે આવીને શિષ્ય અધ્યયન કરે છે, એ ઉપાધ્યાયને નમસ્કાર છે. અહીદ્વીપરૂપ લોકમાં નિર્વાણ-સાધક ગોની સાધના કરનાર સાધુઓને નમસ્કાર છે.
અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, અને સર્વ સાધુ-એ પાંચ પરમેષ્ઠીઓને કરેલા અનંતરોક્ત નમસ્કાર સર્વ-જ્ઞાનાવરણીયાદિ આઠે-કમને વિનાશ કરનાર છે, અને સર્વ દ્રવ્યમંગલે તથા ભાવમંગલમાં મુખ્ય મંગલ છે. (૧)
ઉપોદ્ધાતઃ |
ભગવાન વર્તમાન સ્વામીના સત્તાવીસ ભવેનું વર્ણન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ઉપોદઘાતસહિત પ્રથમ સૂત્રને પ્રારંભ કરે છે–
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૪૫