________________
ટીકાને અર્થ –'વં જ તિરા' ઈત્યાદિ. આ રીતે એ ગજથી લઈને અગ્નિ સુધીના ચૌદ મહાસ્વપ્ન-ઉત્તમ સ્વપ્ન જોઈને ત્રિશલા ક્ષત્રિયાણી જાગૃત થઈ. તેને હર્ષ અને સંતોષ થયો. તેનું ચિત્ત આનંદિત થઈ ગયું. તેનું ચિત્ત તૃપ્ત થયું. મનમાં પ્રબળ શભ ભાવ જાગ્રત થયો. આનંદોલ્લાસથી હદય ખીલી ઉઠયું. વર્ષોની જલધારાના આઘાતથી યુક્ત કદમ્બના ફૂની જેમ તેના રમકૃપ-રમ ઉગવાના સ્થાન-સ્થળ બની ગયાં એટલે કે તેણે રોમાંચ અનુભવ્યો. ભાવાર્થ એ કે જેમ મેઘની ધારાઓના પડવાથી કદમ્બનું ફેલ વિકસિત કેસરવાળું થઈ જાય છે તેમ સ્વપ્ન જેવાથી તેના રૂંવાટાં ખડા થઈ ગયાં. આ પ્રકારની અવસ્થાવાળી ત્રિશલા દેવીએ સ્વપ્નનું અનુસંધાન કર્યું-ક્રમ જે. અનસંધાન કરીને તે પલંગ પરથી ઉઠી, ઉઠીને ઉતાવળ અને શરીરની ચપળતાથી રહિત થઈને ખલનાથી રહિત અપ્રતિહત તથા રાજહંસ જેવી ગતિથી જે ભવનમાં તેના પતિ સિદ્ધાર્થ ક્ષત્રિય હતા, એજ ભવનમાં ગઈ. જઈને સિદ્ધાર્થ રાજાને આગળ જે કહેવામાં આવવાના છે તે ગુણોથી યુક્ત, ઈટ-ઈષ્ટ અર્થનું કથન કરનારી, કાન્તઅભિલાષા કરવા લાયક, પ્રિય- પ્રેમ ઉત્પન્ન કરનારી, મનેz-મનને અનુકૂળ, મમ-મનોરથને સિદ્ધ કરનારી, ઉદારશ્રેષ્ઠ અર્થવાળી, કલ્યાણ–હિતાવહ, શિવ- ઉપદ્રવ વિનાની, ધન્ય, પ્રશંસનીય, માંગલિક-વિદ્ગોનો નાશ કરનારી, સશ્રીક-પ્રસાદ, માધુર્ય આદિ વાણીના બધા ગુણવાળી, હેદ્યગમનીય-સુબોધ હોવાને કારણે હદયમાં ગ્રહ તેવી, હદયપ્રહલાદનીય-હદયમાં રહેલ કોપ અને શેક આદિનું નિવારણ કરીને મનમાં આનંદ ઉત્પન્ન કરનારી, મિતઅ૯૫ શબ્દોવાળી, મધુર- સાભળવામાં સુખદ અને મંજુલ-સુંદર વાણીથી વારંવાર બેલીને રાજા સિદ્ધાર્થને જગાડે છે. (સૂ૦૨૯)
મૂળનો અર્થ“ag of ar' ઇત્યાદિ. ત્યારબાદ રાજા સિદ્ધાર્થની આજ્ઞા લઈને ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારના મણીઓ, રત્ન અને સુવર્ણની રચના વડે અદૂભુત લાગતાં ભદ્રાસન પર બેઠી. સ્વસ્થ થઈ, ક્ષેભ રહિત થઈ તથા શુભ આસન પર બેસીને ત્રિશલા દેવી આ પ્રમાણે બલી-હે નાથ ! હું તે (પૂર્વવર્ણિત) શય્યા પર થેડી ઉંઘતી અને થોડી જાગતી અવસ્થામાં, ગજ, વૃષભ આદિ ચૌદ મહાને જોઈને જાગી છું. હે નાથ ! એ ચૌદ મહાસ્વપ્નનું શું ફળ મળશે?
ત્યારે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણું પાસેથી આ વાત સાંભળીને તથા સમજીને હર્ષ અને સંતોષ પામ્યા. મેઘ-ધારા પડવાથી જેમ કદંબના સુગંધિત ફેલો વિકસે છે તેમ તેઓ રોમાંચિત થયા. તે ચૌદ મહાસ્વનેને આશય સમજીને ત્રિશલા ક્ષત્રિયાણી સાથે ઈષ્ટ અને પ્રિય વચનથી બોલીને આ પ્રમાણે કહેવા લાગ્યા...હે દેવાનુપ્રિયે! તમે ઉદાર સ્વને જોયાં છે. હે દેવાનુપ્રિયે ! તમે કલ્યાણકારી, શિવકારી, ધન્ય, માંગલિક સશ્રીક, આરોગ્ય, સંતોષ અને દીર્ધાયુ દેનારા સ્વપ્ન જોયાં છે. હે દેવાનુપ્રિયે! તેમના વડે આપણને ધનને લાભ થશે, ભેગને લાભ થશે, સુખને લાભ થશે, રાજ્યને લાભ થશે. રાષ્ટ્રનો લાભ થશે, વધુ શું કહું, પુત્રને પણ લાભ થશે. હે દેવાનુપ્રિયે! આ રીતે પૂરા નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ પસાર થતાં, તમે આપણા કુળને કેતુ, આપણા કુળને દીપક, કુળનો પર્વત, કુળનું ભૂષણ, કુળતિલક, કુળની કીર્તિ વધારનાર, કુળની વૃત્તિ વધારનાર, કુળમાં આનંદ કરનાર, કુળને યશ વધારનાર, કુળમાં સૂર્યના જેવા, કુળના આધાર, કુલ-પાપ એટલે કુળના વૃક્ષ સ્વરૂપ, કુળની સંતાનપરંપરા વધારનાર, ભવ્ય જીવોને બેધ દેનાર, ભવને ભય હરનાર, ગુણ રત્નના સાગર, પ્રાણીમાત્રનું
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૪૨