________________
શિખિ સ્વપ્ન વર્ણનમ
૧૪ અગ્નિનું સ્વપ્ન મળને અર્થ-તમો ના શિષ૦” ઈત્યાદિ. ચઉદમાં સ્વપ્નમાં, અત્યંત પ્રશસ્ત, પિંગળરંગના, મધ અને ઘીની અવિચ્છિન્ન ધારાથી સિંચાતા, ધૂમાડા રહિત, ધકધક જળતા, ઉજજવળ જવાળાઓના સમૂહથી વિરાજીત, નિર્મળ તેજથી રમણીય દેખાતા, તરતમતાવાળા, જવાળાઓની માળાઓથી યુક્ત, જવાળાઓથી દેદીપ્યમાન, તીવ્ર વેગથી નીચે પડતાં આકાશના ખંડ સમાન, અગ્નિના પુજને, ત્રિશલા રાણીએ, જો (સૂ૨૮)
ટીકાને અર્થ–“તો પુખ સ વિ ૪૦” ઈત્યાદિ. રત્નાશિનું સ્વપ્ન જોયાં પછી ચૌદમાં સ્વપ્નામાં ત્રિશલા દેવીએ અગ્નિ જોયે. તે અગ્નિ કે હતા, તે કહે છે—
અત્યંત મનોહર, લાલ-પીળા રંગને, મધ અને ઘીની લગાતાર ધારા વડે સિંચિત કરાએલ, ધૂમાડાથી રહિત, ધગ ધગાટ કરીને જલતે તથા તેજસ્વી જવાળાઓના સમૂહ વડે શેતે હતે. નિર્મળ તેજને લીધે સુંદર લાગતો હતો. તેની જવાળારૂપી માળાઓ ક્રમે ક્રમે ઉપરની બાજુ જતી હતી. તે એવી લાગતી હતી કે જાણે અન્ય ન્ય મળતી હોય અથવા તો મળવાને માટે તરાપ મારતી હોય! (આ ઉàક્ષા અલંકાર છે) અથવા તે અગ્નિ એવો લાગતું હતું કે જાણે જવાળાઓના સમૂહથી પ્રકાશમાન વિશાળ આકાશ-ખંડ નીચે પડતો હોય ! તે ઉત્તમ વેગ વાળે અને તેજનું નિધાન હતો. ત્રિશલા દેવીએ ચૌદમાં સ્વપ્નમાં એવા અગ્નિને જોયો (સૂ૦૨૮).
ત્રિશલયા સ્વપ્ન નિવેદન સિદ્ધાર્થેન તત્કલકથન ચા
મૂળને અર્થ–“gવં ના તિરસ્કા' ઈત્યાદિ. આ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારનાં એ ચૌદ મહાસ્વપ્નાઓ જોઈને ત્રિશલા ક્ષત્રિયાણી જાગી ઉઠી. તે હર્ષ અને સંતોષ પામી. ચિત્તમાં આનંદિત થઈ. તેના મનમાં પ્રીતિ થઈ. મનમાં અતિશય શભ ભાવ જાગૃત થયો. હર્ષથી હદય ઉભરાવા લાગ્યું. જેમ વર્ષોની ધારા પડવાથી કદમ્બનું ફલ વિકસિત થાય છે એ જ પ્રમાણે તેના રમકૃપ વિકસિત થઈ ગયા. તેણે સ્વપ્નનો વિચાર કર્યો. પછી શામાંથી ઉઠી. ઉઠીને ત્વરે વિના, ચપલતા વિના, ખલના વિના, અવરોધ વિના રાજહંસ જેવી ગતિથી જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય હતાં, ત્યાં આવી, આવીને ઈષ્ટ, કાન્ત, મનેણ, મનોરથ સાધક, ઉદાર, કલ્યાણમય, શિવસ્વરૂપ, ધન્ય, માંગલિક, ગુણમય, હૃદયને ગમે તેવા, હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનારા, મિત, મધુર અને મંજુલ વચનથી બોલીને રાજા સિદ્ધાર્થને જગાડયા (સૂ૦૨૯)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૪૧