________________
શક્રેન્દ્ર આ પ્રમાણે સિદ્ધોને નમસ્કાર કરીને અહઃ ભગવાન મહાવીરને નમસ્કાર કરે છેનમસ્કાર હે શ્રમણ ન મહાવીરને, જેમને પૂર્વવત્તી તીર્થકરોએ ભાવી તીર્થંકરના રૂપમાં નિર્દેશ કર્યો છે. અહીં જે “વત પદ છે તેથી “આદિકર, તીર્થકરથી લઈને “સિદ્ધગતિનામધેય સ્થાન સુધીના પદને સંગ્રહ કરી લેવું જોઈએ. તથા “અહીં રહેલ, હું (શક્રેન્દ્ર) ત્યાં (દેવાનન્દાની કુખમાં) રહેલ ભગવાનને વંદણ કરું છું. ત્યાં રહેલા ભગવાન અહીં રહેલા મને જેવે” એવું કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદણા-નમસ્કાર કરે છે. વંદણુ-નમસ્કાર કરીને શ્રેષ્ઠ સિહાસન પર પૂર્વ દિશામાં મુખ રાખીને બેસી જાય છે. સૂ૦૧ના
શક્રેન્દ્રકૃતગર્ભસંહરણવિચારઃ |
મલને અર્થ_am જ રે.' ઈત્યાદિ. ત્યાર બાદ શક્રેન્દ્ર વિચાર કરવા લાગ્યા કે ભગવાન મહાવીરે બ્રાહ્મણકુળમાં અવતરણ કર્યું તે એક આશ્ચર્યજનક ઘટના છે, કારણ કે અરિહંત, ચક્રવતી બળદેવ, વાસુદેવ, મહાન પરાક્રમી અને સર્વ શ્રેષ્ઠ મહાપુરુષો છે, આવા મહાપુરુષો વીર્યવાન અને પરાક્રમી ક્ષત્રિય કુળમાં જન્મ લે તે ઉચિત ગણાય છે. ક્ષત્રિયકુળ શિવાયના કુળ હીન પદ અને દરિદ્રવાળા ગણાય છે. તેથી આવા મહાન પુણ્યશાળી કદાપિ પણ ક્ષુદ્રકુળમાં આવ્યા નથી, આવતા નથી ને આવશે પણ નહિ, તે આ “આગમન’ કેવું આશ્ચર્યજનક છે! આવી આશ્ચર્યજનક ઘટના અનંત ઉત્સર્પિણું અવસર્પિણી કાળ વ્યતીત થયા બાદ બને છે.
શકેન્દ્ર વિચાર મગ્ન થઈ વિચારે છે કે કદાચ આવા મહાપુરુષોને પણ, પૂર્વે નીચગેત્ર બાંધવારૂપ કર્મ. ક્ષય ન થયું હોય, તે તે કર્મના ઉદયે તેમને આ સંયોગ સાંપડે છે, આવા રૂડા જીવો કુક્ષીમાં ગર્ભ રૂપે રહે છે, પણ તેઓને એનિજન્મ થતું નથી.
ત્રિલોકીનાથ શ્રમણ ભગવાન મહાવીરની ઉત્પત્તિ આ બ્રાહ્મણકુળમાં થઈ છે, તે ભૂત, વર્તમાન અને ભાવિ કાળના શકેન્દ્ર દેવેન્દ્રોને જીત વ્યવહાર છે કે, અહંત ભગવાનના છાનું ત્યાંથી સંહરણ કરી કઈ વિશિષ્ટ ઉગ્રકુળ, ભેગકુળ, રાજન્યકુળ, ઈક્વાકુકુળ, હરિવંશકુળ અથવા જ્ઞાતકુળમાં તેમજ વિશુદ્ધ જાતિકુળમાં તેમનું સ્થાપન કરવું. તે ઉચિત છે કે, તીર્થકર શ્રમણ ભગવાનનું દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી સંહરણ કરી, ક્ષત્રિયકુંડગ્રામ નગરના જ્ઞાત ક્ષત્રિના કુળમાં ઉત્પન્ન થયેલ કાશ્યપગોત્રી સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વાશિષ્ઠગેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે હં સ્થાપન કરું. આ નિર્ણય કરી, તેણે પદાતિ-અનીકાધિપતિ હરિપ્શગમેથી દેવને બે લાવ્યા, ને બોલાવી નિમ્નત પ્રકારે આજ્ઞા આપી
હે દેવાનુપ્રિય! અહત, ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ કદાપિ પણ અંતપ્રાંત આદિ કુળમાં ઉત્પન્ન થાય નહિ, પરંતુ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરનું દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં પધારવું થયું છે આ અનુચિત છે, ને આપણો જીત વ્યવહાર છે કે, તે ગર્ભનું ઉત્થાપન કરવું તે તમે બ્રાહ્મણકુળમાંથી સંહરણ કરી ત્રિશળા માતાના ગર્ભમાં તેમને સુખ-સમાધે મૂકી આવે. આ કાર્ય કરતાં ભગવાનના જીવને જરાપણ પરિશ્રમ પીડા કે ખેદ ન થાય તે જોવાનું ભૂળશે નહિં. આ પ્રમાણે આજ્ઞાનું પાલન કરી મને શીધ્ર જવાબ આપે. (સૂ૦૧૧)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૧૭