________________
ચાર પ્રકારનું બતાવ્યું છે, તે આ પ્રમાણે છે-દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ. તેમનામાં દ્રવ્યની અપેક્ષાએ લઈને મન:પર્યયજ્ઞાન અનંતાનંત પ્રદેશવાળા સ્કંધને જાણે અને દેખે છે. પુદ્ગલપરમાણુઓની એક વિશિષ્ટ અવસ્થારૂપ પરિણતિનું નામ સ્કંધ છે. અઢાઈ દ્વીપવતી મનવાળી સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત કઈ પણ વસ્તુનું ચિન્તવન મનથી કરે છે, ચિન્તવનના સમયે ચિત્તનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિન્તન કાર્યમાં પ્રવૃત્ત મન ભિન્ન ભિન્ન આકૃતિયોને ધારણ કરતું રહે છે, એ આકૃતિયો જ મનની પર્યાયો છે. એ માનસિક આકૃતિયોને મન:પર્યયજ્ઞાની સાક્ષાત્ જાણે છે, અને ચિન્તનીય વસ્તુને મન:પર્યયજ્ઞાની અનુમાનથી જાણે છે. જેમ કેઈ માનસશાસ્ત્રને અભ્યાસી કેઈને ચહેરે જેઈને અથવા ચેષ્ટા પ્રત્યક્ષ જોઈને તેના આધારે વ્યકિતના મને ગત ભાવેને અનુમાનથી જાણી લે છે, એજ રીતે મનઃપયજ્ઞાની મન:પર્યયજ્ઞાનથી કેઈના મનની આકૃતિયોને પ્રત્યક્ષ જોઈને ત્યાર પછી અભ્યાસને કારણે એવું અનુમાન કરી લે છે કે આ વ્યકિતએ અમુક વસ્તુનું ચિન્તવન કર્યું છે. આ રીતે મનરૂપથી પરિણત ઔધ દ્વારા જોયેલ બાહ્ય ઘટાદિક રૂપ અર્થ મનઃપર્યયજ્ઞાની પ્રત્યક્ષરૂપે જાણતા નથી, તેને તે તે અનુમાનથી જ જાણે છે. પ્રત્યક્ષ રૂપે તે તે મને દ્રવ્યને જ જાણે છે, કારણ કે તે એ વિચાર કરે છે કે એણે અમુક વસ્તુનું ચિત્તવન કર્યું છે કારણ કે તેનું મન એ વસ્તુનાં ચિત્તવન સમયે જરૂર થનારી અમુક પ્રકારની પરિણતિ-આકતિવાળે છે. જે એમ ન હોત તે આ પ્રકારની આકૃતિ હેત નહીં' આ રીતે ચિન્તનીય વસ્તુને અન્યથાનુપપત્તિ દ્વારા જાણવું એજ અનુમાનથી જાણ્યું ગણાય છે. જૈનદર્શને અન્યથાનુપત્તિને અનુમાનથી ભિન્ન માનેલ નથી, તેને અન્તર્ભાવ અનુમાન પ્રમાણમાં કર્યો છે. આ રીતે જે કે મનઃ૫ર્યયજ્ઞાની મૂર્ત દ્રવ્યને જ જાણે છે, પણ અનુમાન દ્વારા તે ધર્માસ્તિકાય આદિ અમૂર્ત દ્રવ્યને પણ જાણે છે. એ અમૂર્ત દ્રવ્યોને એ મનપર્યયજ્ઞાન દ્વારા સાક્ષાત્કાર કરી શકાતે નથી. તેનું તાત્પર્ય એ છે કે મન:પર્યયજ્ઞાની ચિન્તવન કરાયેલા ઘટાદરૂપ પદાર્થને અનુમાનથી જ જાણે છે. આજ વાત પ્રગટ કરવાને માટે સૂત્રમાં સૂત્રકારે “ સિ” આ ક્રિયાને પ્રયોગ કર્યો છે.
શ્રી નન્દી સૂત્ર